________________
ત્રીજી અન્યથાસિદ્ધિ
117
(વિ.) પ્રસ્તુત કાર્ય પ્રત્યેની જેની પૂર્વવૃત્તિતાનો નિર્ણય, અચકાર્ય પ્રત્યેની એની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કર્યા બાદ જ થતો હોય તે પદાર્થ, પ્રસ્તુત કાર્ય પ્રત્યે ત્રીજા પ્રકારનો અન્યથા સિદ્ધ છે. જેમ કે ઘડા પ્રત્યે આકાશ.
જ્યારે જ્યારે ઘડો ઉત્પન્ન થાય ત્યારે ત્યારે એની પૂર્વમાં ત્યાં આકાશ હોય જ આ રીતે આકાશની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરવો છે. પણ આકાશ પ્રત્યક્ષ તો નથી. એટલે ઘટોત્પત્તિકાળે કોઈપણ અવાજ-શબ્દ થાય એના પરથી,
અહીં શબ્દ ઉત્પન્ન થાય છે તો એના સમવાયિકાસ્મ તરીકે આકાશ હોવું જ જોઈએ' એ રીતે આકાશ હાજર હોવાનો નિર્ણય થાય છે. ટૂંકમાં, શબ્દ થાય છે, તો એને પૂર્વવર્તી આકાશ હોવું જ જોઈએ, અને તેથી ઘટને પૂર્વવૃત્તિ પણ એ હોવું જ જોઇએ. આ રીતે નિર્ણય કરવો પડે છે. આમ પૂર્વવૃત્તિતાનો નિર્ણય થવાથી કારણ માનવાનો પ્રસંગ આવે છે. પણ એમાં, પૂર્વવૃત્તિતાનો આવચ્છેદક જે આકાશત્વ છે તે એક વ્યક્તિવૃત્તિ હોવાથી જાતિસ્વરૂપ નથી. માટે એ શું છે? એ જણાવવું પડે.
તેથી આકાશવં શબ્દ સમવાધિકારણત્વમ્ આમ કહેવું પડે. એટલે ઘટ પ્રત્યેની પૂર્વવત્તિતાનો નિર્ણય કરતાં પહેલાં એને શબ્દના કારણ તરીકે જાણવું પડે છે. માટે એ અન્યથાસિદ્ધ છે.
શંકાઃ આકાશત્વ = શબ્દ સમવાયિકારણત્વ આવો અર્થ કરવાના બદલે શબ્દાશ્રયત્ન આવો અર્થ કરવામાં આવે તો આકાશ “શબ્દાશ્રયત્ન’ ધર્મને આગળ કરીને ઘટનું કારણ બની શકશે, અને તેથી આ ત્રીજી અન્યથાસિદ્ધિ નહિ આવે, કારણ કે શબ્દસમવાયિકારણત્વ લઈએ તો જ એના ઘટકીભૂત કારણત્વ માટે શબ્દપૂર્વવૃત્તિતાનું ગ્રહણ કરવું પડે છે, “શબ્દાશ્રયત્વ'માં કારણત્વનો પ્રવેશ ન હોવાથી શબ્દપૂર્વવૃત્તિતા એનો ઘટક ન હોવાના કારણે એના પ્રત્યે એની પૂર્વવૃત્તિતાનો નિર્ણય કરવો આવશ્યક રહેતો નથી.
સમાધાનઃ જો આકાશત્વ = શબ્દાશ્રયત્ન એવો અર્થ કરાય તો એ વખતે આકાશમાં પાંચમી અન્યથાસિદ્ધિ જાણવી.
શંકાઃ આકાશજો શબ્દનું કારણ છે, તો એનો કારણતાવચ્છેદક કોણ? જો આકાશત્વ કહેશો, તો આ આકાશત્વ શું છે? તો કે શબ્દકારણત્વ... એટલે કે શબ્દકારણતાનો અવચ્છેદક શબ્દકારણત્વ બનશે, જે યોગ્ય નથી, કારણ કે પોતે પોતાનો અવચ્છેદક બની શક્તો નથી.
સમાધાન કારણતાવચ્છેદક તરીકે જે આકાશત્વ કહેવાય છે તે કવન્દ્ર “ખવત્ત્વ' વગેરે સ્વરૂપ લેવાથી આ દોષ નહીં આવે.
શંકાઃ આ કવન્દ્ર' વગેરે તો “ક” “ખ” વગેરે વર્ણસ્વરૂપ હોવાથી અનેક છે. એમાં વિનિગમનાવિરહ હોવાથી બધાને કારણતાવચ્છેદક માનવાની આપત્તિ આવશે.
સમાધાન : તો પછી આકાશમાં રહેલા વિશેષને જ કારણતાવચ્છેદક માનવો.
શંકાઃ આકાશ કાંઈ પ્રત્યક્ષ નથી. તેથી એ શબ્દાશ્રય તરીકે પણ પ્રત્યક્ષ ન હોવાથી એમાં શબ્દાશ્રયત્વની સિદ્ધિ કઈ રીતે કરશો ? સમાધાન : : દ્રવ્યાશ્રિત:, કુત્વિાર્ આવું અનુમાન કરીને શબ્દના આશ્રય તરીકે દ્રવ્ય સિદ્ધ કરીશું, ને પછી આગળ
1 એ દ્રવ્યમાં પ્રથિવ્યાદિ અષ્ટભિન્નત્વ સિદ્ધ થવાથી શબ્દના આશ્રય તરીકે આકાશ દ્રવ્ય સિદ્ધ થઈ જશે. શંકા : તમે આપેલા જિ: શ્રિત, ત્વતિ' અનુમાનમાં મસ્ત ગુણત્વ, પત્તિ વ્યાશ્રિતત્વ ઋો ટોકઃ એવી શંકા છે.