________________
108
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
અહીં ‘સામાન્ય’ શબ્દનો અર્થ “જાતિ” નથી કિન્તુ કોઈપણ “સમાનધર્મ એવો છે. (સમાનાનાં ભાવ સામાન્યમ્) તેથી પરમાણુત્વ, અદષ્ટવ વગેરે પણ “સામાન્ય હોવાથી સર્વ અદષ્ટ વગેરેની ઉપસ્થિતિ કરવામાં કારણ બને જ છે. તો એને અકારણ શા માટે કહો છો ?)
(૨) ઉત્તરઃ વર્તમાનક્ષણે થતા જ્ઞાનનો જે વિષય બનેતેને “જ્ઞાયમાન' કહેવાય. નવ્યર્નયાયિકો આવા જ્ઞાયમાન સામાન્યને અલૌકિક પ્રત્યક્ષમાં પ્રત્યાસત્તિ રૂપે માનતા નથી, કિન્તુ સામાન્યના જ્ઞાનને પ્રત્યાસત્તિ રૂપે માને છે. એટલે કે એક પરમાણુના જ્ઞાનથી જે સર્વ પરમાણુઓની ઉપસ્થિતિ થાય છે એમાં તદ્ગત પરમાણુત્વ પ્રયાસત્તિરૂપે ભાગ ભજવતું નથી, કિન્તુપરમાણુત્વનું જ્ઞાન ભાગ ભજવે છે. આ જ અભિપ્રાયથી પરમાણુત્વ વગેરે અતીન્દ્રિયસામાન્યાદિને અકારણ કહ્યા છે.
(પ્રશ્નઃ એક પરમાણુથી બીજા પરમાણુના ભેદની જે અનુમિતિ થાય છે એમાં ‘વિશેષ' હેતુ તરીકે કારણ બને છે. માટે એને અકારણ ન કહેવાય..)
(૩) ઉત્તરઃ નવ્યર્નયાયિકો જ્ઞાયમાન હેતુને અનુમિતિનું કારણ માનતા નથી કિન્તુ હેતુના જ્ઞાનને અનુમિતિનું કરણ માને છે એટલે, ઉક્ત ભેદની અનુમિતિમાં ‘વિશેષ” કારણ બનતા નથી. કિન્તુ વિશેષનું જ્ઞાન કારણ બને છે. આ જ અભિપ્રાયથી અહીં વિશેષ વગેરેને અકારણ તરીકે જણાવ્યા છે.
(પ્રાચીન નૈયાયિકો યોગીપ્રત્યક્ષમાં વિષયને કારણે માને છે, એમ જ્ઞાનમાનસામાન્યને પ્રત્યાસત્તિ (સંનિકર્ષ) રૂપે અને જ્ઞાયમાન હેતુને અનુમિતિના કરણ રૂપે સ્વીકારે છે. એટલે તેઓના મતે આ બધા પણ યોગીપ્રત્યક્ષ વગેરેના કારણ બને છે એ જાણવું. નવ્યર્નયાયિકો જ્ઞાયમાન સામાન્યને પ્રત્યાત્તિ તરીકે અને જ્ઞાયમાનલિંગને અનુમિતિકરણ તરીકે કેમ માનતા નથી તે વાત આગળ આવશે.]
પ્રશ્નઃ પરમાણુ અને વ્યણુક સાથે ચક્ષુસંયોગ વગેરે હોવા છતાં એનું પ્રત્યક્ષ થતું નથી, જ્યારે વ્યક વગેરેનું ચાક્ષુષપ્રત્યક્ષ થાય છે. આ હકીકતની સંગતિ માટે દ્રવ્યના લૌકિકપ્રત્યક્ષમાં મહ પરિમાણને કારણ માન્યું છે. એટલે કે જે દ્રવ્યમાં સમવાયસંબંધથી મહત્પરિમાણ રહ્યું હોય તેનું જ લૌકિક પ્રત્યક્ષ થાય છે. પરમાણુ અને દ્યણુકમાં મહત્પરિમાણ ન હોવાથી એનું પ્રત્યક્ષ થતું નથી. હવે, “અહં સુખી' વગેરે જે માનસ પ્રત્યક્ષ થાય છે એમાં “અહં' શબ્દ આત્માનો ઉલ્લેખ કરનાર હોવાથી આ આત્મદ્રવ્યનુંમાનપ્રત્યક્ષ છે. અને તેથી એમાં રહેલપરમમહત્પરિમાણ આપ્રત્યક્ષમાં કારણ બન્યું છે એમ માનવું જ પડે છે. તો તમે કેમ “પરમમહત્પરિમાણ કોઈનું કારણ બનતું નથી' એમ કહો છો?
(૪) ઉત્તર : આત્મદ્રવ્યના માનસપ્રત્યક્ષમાં આ રીતે પરમમહત્પરિમાણ કારણ બને છે, માટે જ પ્રસ્તુતમાં પરમમહત્પરિમાણને જે અકારણ કહ્યું છે તે આકાશાદિના (કાલાદિના) પરમમહત્પરિમાણની અપેક્ષાએ કહેલું છે એમ સમજવું.
(૫) “પ્રશસ્તપાદભાષ્યના વ્યાખ્યા ગ્રન્થ કિરણાવલીમાં ઉદયનાચાર્યે જે કહ્યું છે તે અભિપ્રાય મુજબ તો આત્માનું પરમમહત્પરિમાણપણ અકારણ છે એવું કેટલાક વ્યાખ્યાતાઓ માને છે તે બરાબર નથી, કારણકે ઉદયનાચાર્યે ત્યાં જે વ્યાખ્યા કરી છે એ જ્ઞાનભિન્નકાર્ય અંગે છે. એટલે આત્માનું પરમમહત્પરિમાણ માનસપ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાન સિવાય અન્યત્ર તો ક્યાંય કારણ બનતું ન હોવાથી ત્યાં એને અકારણ તરીકે જણાવે એ બરાબર છે. પણ એટલા માત્રથી અહીં એને અકારણ કહી શકાતું નથી. કારણ કે અહીં તો કોઈ પણ ભાવકાર્ય પ્રત્યે જે કારણ બનતું ન હોય એને જ અકારણ જણાવવાનો અભિપ્રાય છે. માનસપ્રત્યક્ષ પણ ભાવકાર્ય તો છે જ. એટલે એના પ્રત્યે કારણ બનતા, આત્માના પરમમહત્પરિમાણને પ્રસતુતમાં ‘અકારણ”નકહી શકાય. તેથી આકાશાદિના પરમ મહત્પરિમાણને પ્રસ્તુતમાં અકારણ' તરીકે જણાવ્યા છે.