________________
104
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૨) નિર્ગુણત્વ=ગુણશૂન્યત્વ... ઘટના રૂપાદિગુણો પ્રત્યે ઘડો સમવાધિકારણ છે. તેથી જે ક્ષણે ઘડો ઉત્પન્ન થાય એની પછીની ક્ષણે એમાં રૂપાદિ ગુણો ઉત્પન્ન થાય છે. માટે આધક્ષણીય ઘટ નિર્ગુણ હોવાથી એમાં અતિવ્યાતિ આવશે.
આનું વારણ કરવા પરિષ્કાર: (3) गुणवदवृत्तिधर्मवत्त्वम्-निर्गुणत्वम्
એટલે કે ગુણવાન્માંન રહેલો ધર્મ હોવો એ ગુણાદિ ૬નું સાધમ્ય છે. ગુણવાનમાં રહેલા ધર્મ તરીકે ગુણત્વકર્મવાદિ જ લેવાશે. ઘટમાં રહેલા દ્રવ્યત્વ, ઘટત્વ, શેયત્વાદિ ધર્મો તો ગુણવાન્માં રહેલા છે, કારણ કે બીજી ક્ષણે તો ઘડો પણ ગુણવાન બની જ જાય છે. તેથી ગુણત્વાદિ ધર્મો લેવા પડશે જે આદ્યક્ષણીય ઘટમાં ન હોવાથી અતિવ્યાપ્તિ નહીં રહે.
શંકાઃ જેમ કપાલથી ઘડો ઉત્પન્ન થાય છે એમ કપાલરૂપથી ઘરૂપ ઉત્પન્ન થાય છે. એટલે જે ક્ષણે કપાલથી ઘટ ઉત્પન્ન થશે એ જ ક્ષણે કપાલરૂપ રૂપને ઉત્પન્ન કરી દેશે. તેથી પ્રથમક્ષણે ઘડો નિર્ગુણ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે કે જેથી અતિવ્યાપ્તિ થાય?
સમાધાનઃ કપાલરૂપ એ ઘટરૂપનું કારણ છે એ વાત સાચી. એટલે જ કપાલનું નીલરૂપ ઘડાના નીલરૂપને ઉત્પન્ન કરે છે. પણ આ બે નીલરૂપ વચ્ચે ઘનિષ્ઠ પ્રત્યાસત્તિથી કાર્યકારણભાવ આવો છે - કપાલનું નીલરૂપ, સ્વ (=નીલરૂપ) નો આશ્રય કપાલ, એમાં સમવેત ઘટ, એટલે સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી રહ્યું છે. જ્યાં સમવાય સંબંધથી ઘટનીલરૂપ ઉત્પન્ન થાય છે. (નતંત્રવિચ્છિન્નस्वाश्रयसमवेतत्वसंबंधावच्छिन्नकारणतानिरूपित - नीलत्वावच्छिन्नसमवायसंबंधावच्छिन्नकार्यता।)
આનો અર્થ એ થાય કે જ્યાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી નીલરૂપ રહ્યું હોય ત્યાં સમવાયસંબંધથી નીલરૂપ ઉત્પન્ન થાય.
હવે, સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી નીલરૂપતો કપાલના પોતાના નીલરૂપ-ગંધ વગેરે ગુણોમાં પણ રહ્યું છે. કારણ કે સ્વ= નીલરૂપ, એનો આશ્રય કપાલ, એમાં સમવેત એના નીલરૂપાદિ ગુણો.
એટલે કપાલના નીલરૂપ-ગંધ વગેરે ગુણોમાં પણ સમવાય સંબંધથી નીલરૂપ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે.
આ આપત્તિનું વારણ કરવા માટે સમવાય સંબંધથી નીલરૂપ સ્વરૂપ કાર્ય માટે સમાયિકારણ તરીકે તાદાભ્ય સંબંધથી ઘટ વગેરે દ્રવ્યને પણ કારણ માનવામાં આવે છે.
એટલે કે જ્યાં સ્વાશ્રયસમવેતત્વસંબંધથી નીલરૂપ રહ્યું હોય ત્યાં સર્વત્ર સમવાય સંબંધથી નીલરૂપ ઉત્પન્ન થાય એવો કાર્યકારણભાવ નથી, કિન્તુ, જ્યાં સ્વાશ્રયસમતત્વ સંબંધથી નીલરૂપ રહ્યું હોય ને સાથે ત્યાં જ, તાદાભ્યસંબંધથી ઘટ વગેરે દ્રવ્ય રહ્યું હોય, ત્યાં જ નીલરૂપ ઉત્પન્ન થાય છે. (જ્યાં સમવાય સંબંધથી કાર્ય હે, ત્યાં એનું સમાયિકારણ તાદાભ્યસંબંધે રહે છે એ સર્વત્ર ખ્યાલ રાખવો.)
કપાલના નીલરૂપ, ગંધ વગેરે ગુણોમાં તાદાભ્યસંબંધથી ઘટ વગેરે દ્રવ્ય સાં ન હોવાથી સમવાય સંબંધથી નીલરૂપે ઉત્પન્ન થવાની આપત્તિ આવતી નથી. આમ નીલરૂપાદિના સમવાધિકારણ તરીકે ઘટાદિ દ્રવ્ય મનાયું હોવાથી એ આધક્ષણે નિર્ગુણ જ હોય.
શંકાઃ જો આધક્ષણે ઘટમાં નીલરૂપ નથી તો ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ નહીં થાય, કારણ કે દ્રવ્યચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે રૂપ કારણ છે.
સમાધાનઃ આ અમારે ઇષ્ટપત્તિ જ છે, અમે પ્રથમક્ષણે ઘટચાક્ષુષ માનતા જ નથી, (છતાં ક્ષણ સૂક્ષ્મ હોવાથી એ અપ્રત્યક્ષ આપણા ખ્યાલમાં નથી આવતું.)
(૪) હવે, ગુણાદિ ૬ નું બીજું સાધર્મ-નિષ્ક્રિયત્વ=ક્રિયાશૂન્યત્વ. ઘટ, ગુણની જેમ ક્રિયા પ્રત્યે પણ સમવાધિકારણ હોવાથી આધક્ષણે નિષ્ક્રિય હોય છે. તેથી પરિષ્કાર-ક્રિયાવદ્રવૃત્તિધર્મવમ્ દ્રવ્યત્વ, દ્વિતીયક્ષણીયઘટ વગરે ક્રિયાવાન્ પદાર્થોમાં રહેલો ધર્મ છે, ક્રિયાવાત્માં નહીં રહેલો ધર્મ નથી, જે