________________
98
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી
(૩) નૈયાયિક - જો ઘટાભાવ ભૂતલ સ્વરૂપ જ છે , તો ઘરમાવવત્ પૂતનમ્ આમાં જે આધાર-આધેય ભાવપ્રતીત થાય છે એ અસંગત ઠરી જશે, કારણકે ભૂતલને કાંઈ ભૂતલ સાથે આધાર-આધેયભાવો નહીં. ઘટાભાવને સ્વતંત્ર પદાર્થ માનવામાં એ આધેય ને ભૂતલ આધાર... એમ આધાર-આધેય ભાવની સંગતિ થઈ જાય છે.
(મીમાંસક – તમે પણ અભાવાધિકરણક અભાવને તો અધિકરણ સ્વરૂપ માન્યો જ છે. આશય એ છે કે નૈયાયિકે એવું માન્યું છે કે ભૂતલ પર રહેલ (ભાવાધિકરણક) ઘટાભાવ સ્વતંત્ર પદાર્થ છે. પણ હવે, આ ઘટાભાવ પર પટ છે? તો કે ના... એટલે ઘટાભાવ પર પટાભાવ છે. વળી એ પટાભાવ પર કટાભાવ છે... એમ તો અનંતા અભાવ છે. આ બધાને સ્વતંત્ર પદાર્થો માનવામાં આવે તો નીચે રહેલી બિચારી ભૂતલનું શું થાય? એટલે ઘટાભાવમાં રહેલ (અભાવાધિકરણક) પટાભાવ વગેરેને અધિકરણ સ્વરૂપ (એટલે કે ઘટાભાવ સ્વરૂપ) માની લેવા જોઈએ. એટલે મીમાંસક કહે છે કે – પદમાવવાનું ઘટમાવઃ ઇત્યાદિ સ્થળે તમે પદમાવને ઘટાભાવ સ્વરૂપ માન્યો છે ને છતાં જે રીતે આધાર-આધેયભાવની સંગતિ કરી લેશો એ રીતે અમે પણ પદમાવવત્ પૂતત્તમાં કરી લઈશું.
અથવા, વિષયતા-આધારતા વગેરે ધર્મોને તમે સ્વતંત્ર પદાર્થ રૂપે નથી માન્યા, કિંતુ વિષય-આધાર વગેરે ધર્મસ્વરૂપ જ માન્યાછે, ને તેમ છતાં વિષયતાવાનું વિષય વગેરે આઘાર-આધેયભાવ માન્યો જ છે..એમ ઘટાભાવ ભૂતલ સ્વરૂપ હોવા છતાં આધાર-આધેયભાવ સંગત કરી શકાય છે.)
(૪) નૈયાયિક - એક નિયમ છે યો વેનેન્દ્રિયેળ પૃાતે તાતજ્ઞાતિઃ તમાવશ તેરૈવેત્રિયેળ પૃાતે... દૂધમાં રહેલ મધુરરસ જો રસનાગ્રાહ્ય છે તો મધુરરસમાં રહેલ મધુરત્વ જાતિ અને મધુરરસાભાવ આ બંને પણ જીભથી જ જાણી શકાય. ઘોંઘાટ પણ કાનથી જણાય ને શાંતિ (શબ્દાભાવ) પણ કાનથી જ જણાય.
હવે અભાવને જો અધિકરણ સ્વરૂપ માનવાનો હોય તો, ફીકા દૂધમાં રહેલ મધુરરસાભાવ દૂધ દ્રવ્ય સ્વરૂપ બની જશે. તેથી આ અધિકરણ (દૂધ દ્રવ્ય) જિહેન્દ્રિયથી અગ્રાહ્ય હોવાથી મધુરરસાભાવ (ફીકાશ) પણ જીભથી અગ્રાહ્ય-અપ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે.
એના બદલે મધુરરસાભાવ એ જો સ્વતંત્ર પદાર્થ હોય તો ઉક્ત નિયમાનુસાર મધુરરસ જિહાગ્રાહ્ય હોવાથી એ પણ જિહાગ્રાહ્ય બનાવાની વાત (જીભથી એનું પ્રત્યક્ષ થવાની વાત) સંગત થઈ જાય છે.
માટે અભાવ અધિકરણ સ્વરૂપ નથી, કિન્તુ સ્વતંત્ર પદાર્થ છે એ નિશ્ચિત થયું.
(૫) એતેન= શબ્દાભાવ વગેરેનું અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે એવી જે દલીલ આપીએનાથી જ “અભાવ એ સ્વતંત્ર પદાર્થ નથી, કિન્તુ જ્ઞાનવિશેષ કે કાલવિશેષ વગેરે સ્વરૂપ છે એવા મતનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. કેમ કે તો પછી શબ્દાભાવ વગેરે જ્ઞાનવિશેષ કે કાળવિશેષ રૂપ બનવાથી અને જ્ઞાન કે કાળ શ્રોત્રેન્દ્રિયાદિથી અગ્રાહ્ય હોવાથી એનું શ્રાવણ વગેરે પ્રત્યક્ષ થઈ નહીં શકવાની આપત્તિ આવે.
(વ.) નામપિ સાથળે રૂત્વાદિમુક્યતે | ૨૩ ..
(मु.) इदानी पदार्थानां साधर्म्यवैधये वक्तुमुपक्रमते - सप्तानामिति । समानो धर्मो येषां ते सधर्माणः, तेषां भावः साधर्म्यम् समानो धर्म इति फलितार्थः । एवं विरुद्धो धर्मो येषां ते विधर्माणः तेषां भावो वैधयं, विरुद्धो धर्म इति फलितार्थः । ज्ञेयत्वं =ज्ञानविषयता, सा च सर्वत्रैवास्ति, ईश्वरज्ञानविषयतायाः केवलान्वयित्वात् । एवमभिधेयत्वप्रमेयत्वादिकं बोध्यम् ॥ १३ ॥
(ક.) સાતે પદાર્થોનું સાધર્મ શેયત્વ વગેરે કહેવાય છે.