________________
શોધ-ખોળની પગદંડી પર પુનર્મિલન, વસંતવર્ણન, ભ્રમરગીત, રાસમંડળ–એનો સમાવેશ કર્યો છે. પાઠ અધૂરો છે. બહુ થોડા સચવાયેલા જૈનેતર ફાગુ તરીકે પણ “હરિવિલાસનું મહત્ત્વ છે. ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે “હરિવિલાસ'માં સાક્ષીના શ્લોક તરીકે વિષ્ણુપુરાણમાંથી (સ્કંધ પાંચમો, અધ્યાય ૩થી ૧૬) વીશેક શ્લોક ઉધૂત કેટલા હોવાનું અને કૃષ્ણકર્ણામૃત” તથા “બાલગોપાલસ્તુતિ'માંથી એક એક શ્લોક ઉધૂત કરેલા હોવાનું ભાયાણીએ બતાવ્યું છે, જેના ઉપરથી એ ગ્રંથોનો પ્રભાવ હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.
રાસલીલા'માં ભાયાણીએ કે.કા. શાસ્ત્રીના સહયોગમાં સંપાદિત કરેલી બીજી અને ચોથી કૃતિ છે વાસણદાસકૃત “રાઘવ-રાસ” અને “હરિ-ચઆખરા”. રચના સમય ઈ.સ. ૧૫૦૦ અને ૧૫૫૦ની વચ્ચે.૩૧ “રાઘવરાસની ગુજરાત વિદ્યા સભાના સંગ્રહમાં મળતી એક માત્ર હસ્તપ્રતમાં શરૂઆતના ૨૫ છંદ ખૂટે છે. બાકીના ૨૬થી ૧૩૫ સુધીના છંદોમાં ગોપીઓની રાવ, તેમની કૃષ્ણ સાથે વડચડ, રાધાની વિરહવેદના, કૃષ્ણ સાથે રાસલીલા, તથા બાળલીલા વણ્યવિષય છે. “હરિચુઆ ખરા' ૧૦૩ કડીઓમાં કૃષ્ણગોપીનું યમુનાતીરે હોળીલેખન વર્ણવે છે.
રાસલીલા'માં આ ઉપરાંત મંજુલાલ મજમુદારે સંપાદિત કરેલ રામકૃત “અમૃત કચોલાં” કે “રાધાકૃષ્ણ ક્રીડાગીત'નું તથા કેશવદાસકૃત “કૃષ્ણકીડા (એટલે કે ભાગવતદશમ સ્કંધનું ૪૦ સર્ગમાં રૂપાંતર–રચનાકાળ ઇસવી ૧૫૩૬) કાવ્યમાંથી રાસક્રીડાવર્ણન' (૧૩ મો સર્ગ) પુનર્મુદ્રિત કરેલ છે. અંબાલાલ જાની સંપાદિત કૃષ્ણક્રીડા'માં એ માત્ર ૧૩મો સર્ગ જ દેશી ઢાળમાં નહીં, પણ શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલો છે. આમાં રાઉલ કાન્ડના “કૃષ્ણક્રીડિત'માં પ્રયુક્ત શાર્દૂલવિક્રીડિતની પ્રેરણા હોવાનું જણાય છે.
ભીમ, કેશવદાસ અને ભાલણ કે જેમણે દશમસ્કંધનાં રૂપાંતર કર્યા છે, તેમની પરંપરા પુષ્ટિમાર્ગીય કૃષ્ણભક્તિની પરંપરાની પૂર્વવર્તી કે સમાંતર ચાલતી હતી. ૩૪ ભાયાણીએ જે કૃષ્ણકવિઓને પ્રકાશમાં આપ્યા છે તે પરથી જોઈ શકાય છે કે આ કવિઓ વિદગ્ધ હતા. કેશવદાસ શાર્દૂલવિક્રિડિત છંદમાં રચના કરે છે, અને કર્ણામૃતમાંથી ઉદ્ધરણો આપે છે. ભીમે બોપદેવકૃત “હરિલીલાવિવેક” (રચનાકાલ ૧૩મી શતાબ્દી)ના ૧૭૮ શ્લોકનું પોતાના “હરિલીલાષોડશકલા” (રચનાકાલ ઇસવી ૧૪૮૫)માં ગુજરાતી રૂપાંતર કર્યું છે, જેમાં સમગ્ર “ભાગવતપુરાણ'નો સોળ ભાગમાં સાર આપ્યો છે. પોતે પણ કેટલાક સંસ્કૃત શ્લોક રચ્યા છે. સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં દશમસ્કંધને ગુજરાતમાં પદબદ્ધ કરનાર ભાલણ વલ્લભાચાર્યના પ્રભાવથી મુક્ત હતો. ભાલણ , કેશવદાસ કે નરસિંહ મહેતાએ શ્રીધરની “ભાગવતપુરાણ'ના વિવિરણમાં