________________
શોધ-ખોળની પગદંડી પર
મૈત્રીકકાળમાંથી (ઈ.સ. ૪૭૦-૭૮૮) સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠેના કદવારનું અને ઉત્તર ગુજરાતમાં રોડાનું એમ બે જ વિષ્ણુમંદિરો જાણમાં છે, પરંતુ સોલંકીયુગમાં (ઈ.સ. ૯૪૨-૧૩૦૪), રાજા પોતે શૈવ અને જૈન ધર્મના આશ્રયદાતા હોવા છતાં, વિષ્ણુમંદિરોની સંખ્યા વધે છે. આ વિષયમાં એ બાબત નોંધપાત્ર છે કે સોલંકીયુગના વિષ્ણુમંદિરોમાં મૂર્તિનું સ્વરૂપ ત્રિવિક્રમનું છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ ચાર લાંછનો ચાર હાથમાં જે વિવિધ ક્રમે હોય તે અનુસાર વિષ્ણુમૂર્તિના ચોવીશ સ્વરૂપ થાય. તેમાંથી ત્રિવિક્રમસ્વરૂપમાં નીચેના જમણા હાથમાં શંખ, અને નીચેના ડાબા હાથમાં ચક્ર હોય છે. આ સ્વરૂપના ‘ત્રિવિક્રમ’ એવા નામને ત્રિવિક્રમ-વામન સાથે કશો સંબંધ નથી. ત્રિવિક્રમને બદલે તે ‘દામોદર', ‘શ્રીધર' અને ઘણુંખરું તો ‘રણછોડ’કહેવાય છે—જે કૃષ્ણનાં નામો છે અને તેથી એ મૂર્તિઓની વર્તમાન કૃષ્ણવિશિષ્ટ પૂજાવિધિને ઉચિત ઠરાવે છે. વિષ્ણુપૂજામાંથી કૃષ્ણપૂજામાં કયા સમયે પરિવર્તન થયું હશે તેના કોઈ નિશ્ચિત સંકેત મળતા નથી. કૃષ્ણપૂજા પ્રચારમાં આવ્યા પછી તેને પ્રભાવે પૂર્વવર્તી વિષ્ણુપૂજાવિધિમાં પરિવર્તન આવ્યું હોય. આ માટે ગુજરાતની કૃષ્ણભક્તિના મૂળ સાહિત્યસ્રોતમાંથી ખોળવા જરૂરી બને છે.
૮૪
પ્રા. ભાયાણીના મતે આઠમી શતાબ્દીથી લઈને પંદરમી શતાબ્દી સુધી પ્રસરેલા ભક્તિ-આંદોલનનાં મૂળ અને ઉદ્ગમ હજી અસ્પષ્ટ હોવા છતાં', એ ગાળામાં કૃષ્ણચરિતને લગતી રચનાઓ આપણને લગાતાર મળતી રહી છે. અગિયારમી શતાબ્દીની ઠીકઠીક પહેલાંથી અને લીલાશુક બિલ્વમંગલના મુક્તકરૂપ સંચયો ‘કૃષ્ણકર્ણામૃત’ અને ‘બાલગોપાલસ્તુતિ’ની પુરોગામી એવી કેટલીક પ્રાકૃત કૃતિઓમાં અને જૈન પરંપરાની અપભ્રંશ કૃતિઓમાં કૃષ્ણચરિતનું વર્ણન મળે છે. જેમ કે ‘સેતુબંધ’ (પાંચમી શતાબ્દી)માં અરિષ્ટાસુરવધનો નિર્દેશ, સર્વસેનના લુપ્ત થયેલા પ્રાકૃત કાવ્ય ‘હરિવિજય’ (પાંચમી શતાબ્દી)માં ‘પારિજાતહરણ’ના પ્રસંગનું નિરૂપણ, કુતૂહલ કવિની ‘લીલાવઈ-કહા’(ઈ.સ. ૮૦૦ આસપાસમાં)ના મંગલાચરણમાં યમલાર્જુનભંગ, અરિષ્ટવધ, કેશિવધ, કંસવધ અને ગોવર્ધનધરણનો નિર્દેશ.
અપભ્રંશ સાહિત્યની વાત કરીએ તો સ્વયંભૂકૃત ‘દ્વિર્ણમિચરિ’(નવમી શતાબ્દીનો અંત ભાગ)માં સંધિ ૪થી ૮માં કૃષ્ણજન્મથી લઈને દ્વારકાની સ્થાપના સુધીનું કથાવસ્તુ છે. સ્વયંભૂનો એક આધારભૂત ગ્રંથ જિનસેનનું સંસ્કૃત કાવ્ય ‘હરિવંશપુરાણ’ (ઈ.સ. ૭૪૮)હતું અને સ્વયંભૂના અનુગામી અપભ્રંશ મહાકવિ પુષ્પદંતના ‘મહાપુરાણ’ (ઈ.સ. ૯૭૨)માં ૮૫ થી ૮૯મા સુધીના સંધિમાં કૃષ્ણચરિતનું નિરૂપણ છે.૧૪
જૈન અપભ્રંશ કાવ્યોમાંના કૃષ્ણચરિત્ર વિશે બે મુદ્દા રસપ્રદ છે. એક તો એ