________________
લેખકીય વક્તવ્ય જુદા જુદા સંશોધન-સામયિકો વગેરેમાં મેં સમયે સમયે પ્રગટ કરેલા ટૂંકાંલાંબા શોધલેખો, આપણાં પ્રાચીન સાહિત્ય, ભાષા અને લોકસાહિત્યમાં શોધદષ્ટિએ રસ ધરાવનારને ઉપયોગી થશે એમ સમજીને, એ વેરવિખેર સામગ્રી અહીં એકઠી મૂકી છે.
આના પ્રકાશનમાં સહાયરૂપ થવા માટે હું મિત્ર મધુસૂદન ઢાંકી પ્રત્યે તથા પ્રકાશિત કરવા માટે શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર પ્રત્યે મારી આભારની લાગણી વ્યક્ત કરું છું.
નાતાલ ૧૯૯૬ અમદાવાદ
હરિવલ્લભ ભાયાણી