________________
“સિદ્ધહેમશબ્દાનુશાસન' પ્રાકૃત અધ્યાયના
ઉદાહરણોના મૂળ સ્રોત
પ્રાકૃત અધ્યાયમાં નિરૂપિત પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપશાચી અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમોને ઉદાહૃત કરવા હેમચંદ્રાચાર્યે પ્રચલિત સાહિત્યમાંથી ઉદાહરણો પ્રસ્તુત કરેલાં છે. તેમના મૂળ સ્રોત ઓળખી કાઢવાનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે તે દ્વારા ક્યા કયા પૂર્વવર્તી પ્રાકૃત-અપભ્રંશ ગ્રંથો એ ઉદાહરણો લેવા માટે માન્ય ગણાતા હતા તેનું ચિત્ર આપણે દોરી શકીએ. વળી કેટલીક કૃતિઓના વધુ પ્રાચીન પાઠની પણ એ ઉદાહરણોમાંથી ભાળ મળે. એ ઉદાહરણો હેમચંદ્રાચાર્યે સ્વયં પસંદ કરેલાં હોય, અથવા તો પૂર્વવર્તી પ્રાકૃત વ્યાકરણોમાંથી અપનાવેલાં હોય (વરરુચિ, ચંડ, નમિસાધુનું અને કદાચ લુપ્ત થયેલ સ્વયંભૂવ્યાકરણ એટલાં તો આપણે આધારભૂત હોવાનો સંભવ ચીંધી શકીએ). એમાં આપણને હાલ મળતાં પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી એ ઉદાહરણોનાં યથાશક્ય મૂળ શોધવાનો પ્રયાસ અનેક કારણે મુશ્કેલ અને કષ્ટસાધ્ય બને છે. એક તો કેટલીક મૂળ કૃતિઓ લુપ્ત થઈ ગઈ હોય; બીજું, પ્રાકૃત સાહિત્ય અતિશય વિશાત હોવાથી પણ એ કામ વિકટ બને; ત્રીજું, જ્યાં ઉદાહરણ માત્ર એક-બે શબ્દનું હોય ત્યાં તેને આધારે સમગ્ર મૂળ પદ્યખંડ કે ગદ્યખંડનો સગડ મેળવવાનું અસંભવપ્રાય ગણાય. તેમ છતાં એવો પ્રયાસ ઉપર કહ્યાં તે કારણે ઘણો ઉપયોગી નીવડે.
આ દિશામાં આ પહેલાં થયેલા કેટલાક પ્રયાસોની ઊડતી નોંધ લઈએ તો વેબરે ૧૮૮૧માં પોતાની હાલના “સપ્તશતક' (= “ગાથા-સપ્તશતી')ની આવૃત્તિ ઉપરની નોંધોમાં “સિદ્ધહેમમાં ઉદ્ધત થયેલ કેટલાક શબ્દો - ખંડો ઓળખાવ્યા છે. પિશેલે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં સિ.કે. ના ઘણાખરા શબ્દો નોંધ્યા છે, અને કેટલેક સ્થળે મૂળ સ્રોત દર્શાવ્યા છે. નીતી દોલ્યીએ તેમના ફ્રેન્ચ ભાષામાં લખેલા The Prakrita Grammarians, 1938(પ્રભાકર ઝા કૃત અંગ્રેજી અનુવાદ, ૧૯૭૨)માં વરરુચિથી લઈને પૌર્વાત્ય સંપ્રદાયના પ્રાકૃત વ્યાકરણકારોની સાથે “સિદ્ધહેમ'ના પ્રાકૃત વિભાગની તુલના કરીને સમાન સૂત્રો અને ઉદાહરણો વિગતે દર્શાવ્યાં છે. (આમાંથી રુદ્રટકૃત કાવ્યાલંકાર' ઉપરના નમિસાધુના ટિપ્પણમાં આપેલ પ્રાકૃત વ્યાકરણની રૂપરેખા અને સિ.હે.ના પ્રાકૃત વિભાગ વચ્ચેની સમાનતા દર્શાવતો અંશ, આ સાથે આપેલ પરિશિષ્ટમાં ઉદ્ધત કર્યો છે.)
એ પછી સિ.હે.ના અપભ્રંશ વિભાગના અનુવાદમાં મેં કેટલાંક અપભ્રંશ