________________
શોધ-ખોળની પગદંડી પર
૪૫ મિલાને સે માલૂમ હોગા. વૈસૈ જાન પડતા હૈ, તત્કાલીન અપભ્રંશ મેં દેશભેદ સે શાયદ કહીં અત્તર આતા થા.” (ભૂમિકા, પૃ.૩૯-૪૦).
પરિશિષ્ટ-૧ દોહાકોશ-ગીતિ'માંથી થોડાક દોહાઓનો સમછંદ અનુવાદ બુદ્ધિ વિનાશે, મન મરે, તૂટે જ્યાં અભિમાન, એ માયામય પરમપદ, ત્યાં ધરવું ક્યમ ધ્યાન ? ૧ નહીં તે ગુરુવાચા વદે, નહીં તે બૂઝે શિષ્ય, સહજભાવ, સખી અમૃતરસ, કોને કહીએ, કૈસે ? ૨ જવ મન આથમી જાય, તનનાં તૂટે બંધન, તવ સમરસની માંહ્ય, ના કો શૂદ્ર, ન બ્રાહ્મણ. ૩ ઘર ઘર એનું એ જ કથાનક, જાણે કો ન મહાસુખ-સ્થાનક, સરહ જાણે, જગ ચિત્તે વંચ્યું, અચિંતને કોયે નવ સંચ્યું. ૪ આલય-તરુ ઉખેડતો મત્ત જ ચિત્ત-ગજેન્દ્ર, ગમ્યાગમ્ય ન જાણતો, હીંડે જગ સ્વચ્છંદ. ૫ જો જગ પૂર્ણ સહજ-આનંદે, નાચો, ગાઓ, વિલસો છંદ, ફસો કિંતુ જો વાસના-વંદે, તો નિશ્ચ પડશો ભવ-ફંદે. ૬ હ્યાં જ, સરસ્વતી, સોમનાથ, અહીં વળી ગંગાસાગર, વારાણસી, પ્રયાગ, અહીં વળી ચંદ્ર, દિવાકર ક્ષેત્ર, પીઠ, ઉપપીઠ, અહીં મેં ભમતાં પ્રીછ્યું, દેહ સરીખું તીર્થ, ન ક્યાંય સુણ્ય, ના દીઠું. ૭
પરિશિષ્ટ-૨ દોહાકોશ ચર્યા-ગીતિ'નો અનુવાદ સાંકૃત્યાયને “દોહાકોશ ચર્યા-ગીતિ'ના તિબ્બતી પાઠની સાથે જે હીંદી અનુવાદ આપ્યો છે તેની, અને ગ્રંથરે આપેલા અંગ્રેજી અનુવાદની વચ્ચે વિસંગતિ છે. ૨૩ દોહા સુધીનો પાઠ સમાન છે. સાંકૃત્યાયન અનુસારના પાઠમાં ૨૪મા અને ૨પમાં દોહાનો પૂર્વાર્ધ નથી. તે પછીના દોહાઓમાં ગ્રંથરમાં જે પૂર્વાધ છે તે સાંકૃત્યાયનમાં ઉત્તરાર્ધ છે. સાંકૃત્યાયનના ૩૭નો ઉત્તરાર્ધ અને ૩૮નું પહેલું ચરણ ગ્રંથરમાં ૩૯મો દોહો છે અને પહેલાંના ૩૮નાં બાકીનાં ત્રણ ચરણ બરાબર બીજાનો ૪૦મો છે. ગ્રંથરવાળો પાઠ અર્થદષ્ટિએ પણ વધુ સુસંગત છે. અહીં તેને અનુસરીને અનુવાદ આપ્યો છે.