________________
૪૦.
શોધ-ખોળની પગદંડી પર તે પછી મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને તિબ્બતના એક બૌદ્ધ મઠમાંથી સરહપદની “દોહાકોશ-ગીતિ'ની સૌથી પ્રાચીન (સંભવતઃ દસમી-અગિયારમી શતાબ્દીની) તાડપત્રીય હસ્તપ્રત મેળવી. તેમાં ૧૬૪ દોહા હતા, જેમાંના ૮૦ નવા હતા. સરહદપાદની ‘દોહાકોશ-ગીતિ'નો જૂની તિબ્બતી ભાષામાં અનુવાદ પણ થયેલો છે. પણ તેમાં ૧૩૫ દોહા છે, અને તેની પાઠપરંપરા બાગચીવાળી પાઠપરંપરાને મળતી આવે છે. રાહુલજીએ આ દોહાકોશ-ગીતિ' ૧૯૫૭માં પ્રકાશિત કરી. પરંતુ સરહદપાદે બીજા પણ દોહાકોશો અને અપભ્રંશ ભાષામાં અન્ય રચનાઓ કરી હતી, પરંતુ તે મૂળસ્વરૂપે લુપ્ત થઈ ગઈ છે. માત્ર તિબ્બતી ભાષામાં થયેલા અનુવાદ રૂપે જ એ કૃતિઓ સચવાઈ છે. આ શોધ પણ રાહુલજીએ જ તેમના તિબ્બત-પ્રવાસમાં કરી અને એ અનુવાદોની તથા અન્ય સિદ્ધાચાર્યોની રચનાઓના અનુવાદની હસ્તપ્રતો મેળવી. રાહુલજીએ સ્વસંપાદિત ‘દોહોકોશ'માં (૧) સરહદપાદકૃત “દોહાકોશગીતિ'નો જૂની તિબ્બતીમાં થયેલો અનુવાદ (મૂળ તિબ્બતી પાઠ નાગરી લિપિમાં- તેની અપભ્રંશ છાયા અને બાગચીનાં પાઠાંતરો), (૨) “દોહાકોશગીતિ' (મૂળ અપભ્રંશ પાઠ અને તેની હિંદી છાયા), (૩) દોહાકોશ-ચર્યા–ગીતિ' (મૂળ તિબ્બતી પાઠ અને તેનો હિંદી અનુવાદ), (૪) દોહાકોશ-ઉપદેશ-ગીતિ' (મૂળ તિબ્બતી પાઠ અને હિંદી અનુવાદ) વગેરે સરહદપાદની પંદર રચનાઓના મળતા પ્રાચીન તિબ્બતી અનુવાદો તેમના હિંદી ભાષાંતર સાથે આપ્યા છે. એ ઉપરાંત સરહદપાદનાં ચાર પદ (હરપ્રસાદ શાસ્ત્રીના પ્રકાશનમાંથી) અને વિનિયશ્રી વગેરેની થોડીક ગીતિઓ આપી છે. ભૂમિકામાં સરહદપાદનાં જીવન, કવન, વિચારધારા, સમકાલીન પરિસ્થિતિ, દોહાકોશની અપભ્રંશ ભાષા, છંદ વગેરેનું નિરૂપણ કર્યું છે. અંતે અપભ્રંશ-ભોટ, ભોટ-અપભ્રંશ શબ્દકોશો. અને દોહાઓના પ્રારંભના શબ્દો અનુસાર વર્ણાનુક્રમિક સૂચિ આપી છે.
હરપ્રસાદ શાસ્ત્રીએ દોહાકોશ અને ચર્યાગીતિ પ્રકાશમાં આણ્યાં ત્યારથી તેમનું મહત્ત્વ બૌદ્ધ તથા પ્રાચીન બંગાળીના વિદ્વાનોએ વિવિધ દૃષ્ટિએ પિછાણ્યું છે. શહિદુલ્લાએ ૧૯૨૮માં ફ્રેંચ ભાષામાં તેમનો અનુવાદ અને અધ્યયન પ્રકાશિત કર્યા. તે પછી સ્નેગ્રોવે ૧૯૫૪માં દોહાકોશનો અંગ્રેજી અનુવાદ આપ્યો. હકીકતે ઉત્તરકાલીન તિબ્બતી બૌદ્ધ ધર્મની પરંપરામાં સરહપાદનો “દોહાકોશ' તેમાંનો એક છે. તેનું નામ દોહાકોશ-ગીતિ' છે. સરહના બીજા કોશનું નામ “દોહાકોશ-ચર્યા-ગીતિ' અને ત્રીજા કોશનું નામ “દોહાકોશ-ઉપદેશ-ગીતિ' છે. આ પાછળના બે દોહાકોશો તેમના મૂળ (અપભ્રંશ) રૂપમાં સચવાયા નથી. તેમનો માત્ર તિબ્બતી અનુવાદ મળે છે. લોકોના દોહા”, “રાજાના દોહા” અને “રાણીના દોહા એવે નામે તે સરહપાદના જીવનને લગતી ઉત્તરકાલીન દંતકથામાં જાણીતા છે. કારણ કે સરહે શર બનાવનાર કારીગરની જે કન્યા સાથે સહવાસ કર્યો હતો, તેથી થયેલી પોતાની બદનામીના પ્રતિકાર લેખ,