________________
૩૮
શોધ-ખોળની પગદંડી પર તવ લગ અક્ષર ઘોળીએ જબ ન નિરક્ષર હોય. આદિ જ, અંત ન મધ્ય ત્યાં નહીં ભવ, નહીં, નિર્વાણ, એવું પરમ મહાસુખ નહીં પર, નહીં નિજ ભાન. આગળ, પાછળ, દસ દિશે, જ્યાં જોઉં ત્યાં તે જ, ભ્રમણા અવ ભાંગી ગઈ, પૂછું ન કો-શું કંઈ જ. બહાર સાદ કો દે ? ભીતરમાં પણ કો લાવે ? સાદે સાદ કો મેળવે ? કો લાવે, કો લે ? વર્ણાકાર-પ્રમાણ-હીન અક્ષર, વેદ અનંત, કો પૂજે, કયમ પૂજીએ જેનો આદિ ન અંત? આત્મા પર-શું ન મેળવ્યો ગમનાગમન ન ભગ્ન ફીફાં ખાંડત કાળ ગ્યો ચાવળ હાથ ન લગ્ન. ગુરુ-ઉપદેશ-રસામૃત પીએ જે ન ધરાઈ, બહુ-શાસ્ત્રાર્થ-મરુસ્થળે તરસ્યો તે મરી જાઈ. જળ લૂણ જયમ ઓગળે, ત્યમ જો ચિત્ત વિલાય,
આત્મા દીસે પર સમો, પછી સમાધિ કાંય ?
આના ભાવ, શૈલી અને કેટલીક ઉક્તિઓની શામળના ઉપર્યુક્ત છપ્પા સાથેની સમાનતા હોવાનું સહેજે દેખાશે. ક્યાં બંગાળના આઠમી શતાબ્દીના સરહદપાદ,
ક્યાં ગુજરાતનો અઢારમી શતાબ્દીનો શામળ અને ક્યાં સૌરાષ્ટ્રને ખૂણે વશમી શતાબ્દીના પૂર્વાર્ધમાં શાળામાં ભણતો હું? – શામળ કાંઈ “દોહકોશ' નહોતો વાંચવા ગયો. આપણે સહેજે અટકળ કરી શકીએ કે તેને સંત ભક્તોના સાહિત્યની પરંપરા દ્વારા જ આ ભાવ અને અભિવ્યક્તિની રીતનો પરિચય મળ્યો હોય. ઉદાહરણ તરીકે કબીરની આ પંકિતઓ જુઓ :
કા નાંગે કા બાધે ચામ, જો નહિ ચીન્હસિ આતમરામ, નાંગે ફિરે જોગ જૈ હોઈ, બનકા મૃગ મુક્તિ ગયા કોઈ. મુંડ મુંડાર્ય જ સિધિ હોઈ, સ્વર્ગહિ ભીડ ન પહુંચી કોઈ.
| (કબીર-ગ્રંથાવલી, પૃ.૧૩૦) અને આપણા આખા ભગતે પણ ખોંખારીને કહ્યું છે :
તિલક કરતાં ત્રેપન વહ્યા, જપમાળાનાં નાકાં ગયા. તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પહોતા હરિને શરણ, કથા સુણી સુણી ફૂટયા કાન, અખા તોય નાવ્યું બ્રહ્મજ્ઞાન