________________
શોધ-ખોળની પગદંડી પર
૨. ઉત્તરકાલીન સાહિત્યમાં પણ આ રીતિ-પ્રયુક્તિ સુપ્રચલિત હતી. એક હાથ ચડ્યું તે ઉદાહરણ આપું : પદ્યગુપ્તકૃત ‘નવસાહસાંકરત’ માં પરમાર-ઉત્પત્તિ વર્ણનને લગતા ૧૧મા સર્ગમાં કહ્યું છે કે વિશ્વામિત્રે નંદિની ગાય ચોરી, તે સમયે મંત્રબળે જે પુરુષને ઉત્પન્ન કર્યો હતો તેનું નામ પડ્યું ‘પરમાર’ એટલે કે ‘પરને, શત્રુને મારનાર.'
૧૪
ઉત્તરકાલીન જૈન સંસ્કૃત ગ્રંથોની ભાષામાં પણ જે એક પ્રબળ વલણ જોવા મળે છે તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. પ્રાકૃત કે દેશભાષાના શબ્દ પરથી તેના અર્થનો જેવો તેવો ટેકો લઈને, તથા સંસ્કૃત ધ્વનિઓના પ્રાકૃતમાં થતા પરિવર્તનના નિયમોને આધારે ‘બનાવટી’ મૂળ સંસ્કૃત શબ્દો ઘડી કાઢેલા છે. આ પ્રક્રિયા backformation તરીકે ઓળખાય છે. જેમ કે પાળદિયા (‘મોજડી’)> પ્રાપ્નાહિતા : ડોડ (‘ડોકરો’) > ડો:િ, લાપશી > તપનશ્રી, હીનડી > ક્ષિપ્રવ્રુટિન્ના, પડકુંવી > પક્ષુદ્ધિ; વોડા > ોધા > સુધધયઃ વગેરે વગેરે. આપણે પ્રમવાનું પ્રેમવા આવા વલણને આધારે જ કર્યુ છે. આની સાથે ‘લૌકિક' વ્યુપત્તિનો પ્રદેશ જોડાઈ જાય છે.