________________
૧૯૬
શોધ-ખોળની પગદંડી પર
આપું છું :
दीर्घा वंदनामालिका विरचिता दृष्ट्यैव नेंदीवरैः पुष्पाणां प्रकरः स्मितेन रचितो नो कुंद-जात्यादिभिः । दत्तो स्वेदमुचा पयोधर-भरेणार्यो न कुंभांभसा स्वैरेवायवयैः प्रियस्य विशतस् तन्व्या कृतं मंगलम् ॥ (‘ વ’ ને બદલે પાઠાંતર “વૈ વિને') ‘દ્વારે વંદનમાળ દીર્ઘ સુહવે તેને, ન નીલોત્પલે પૂરે મર્કલડે જ ચોક જુવતી, ના જાઈજૂઈ ફૂલે ને અર્થે અરપે પયોધરજલે, ના કુંભકરા પયે વહાલાનાં પગલાં વધાવી વિધ એ અંગે જ તન્વી લિયે.”
આ મુક્તકના ભાવ, સંચારી, રસ વગેરેનું વિવરણ કરતાં ધ્રુવે કહ્યું છે: “અહીં પહેલા ચરણમાં સુક્ય, બીજા ચરણમાં હાસ અને ત્રીજા ચરણમાં સ્વેદ આદિ ભાવ પ્રતીત થાય છે, તે બધા હર્ષ નામે સંચારી ભાવના સહકારી બની પ્રવાસાનંતર સંભોગશૃંગારનું પોષણ કરે છે. “સરસ્વતીકંઠાભરણ' પ્રમાણે સમાહિત અલંકાર છે, તે નાયકના પરિતોષ રૂપી ધ્વનિનું અંગ છે. આ વિલાસ નામે સ્વભાવજ અલંકારનો દષ્ટાંત છે. આત્મપક્ષેપ નર્મ છે. વ્યતિરેક અલંકારનો ધ્વનિ છે.” (પૃ.૨૫૨૬).
૪. ભોજકૃત “શૃંગારપ્રકાશમાં સંભોગશૃંગારના નિરૂપણમાં રતિપ્રકર્ષના નિમિત્ત લેખે જે પ્રિયાગમન-વાર્તા, પ્રિયસખીવાક્ય વગેરે દર્શાવ્યા છે, તેમાં એક પ્રકાર મંગલસંવિધાનનો છે. પ્રિયના સ્વાગત માટે દધિ, દુર્વાકુર વગેરે જોગવવાં તે મંગલસંવિધાન. તેનું જે દષ્ટાંત આપ્યું છે, તે અપભ્રંશ ભાષામાં હોઈને તેનો પાઠ ઘણો ભ્રષ્ટ છે (પૃ.૧૨૨૧). તેનું પુનર્ધટન કરતાં જે કેટલુંક સમજાય છે તેનો અર્થ નીચે પ્રમાણે છે :
પ્રિયને આવતો જોતાં જ હર્ષાવેશથી તૂટી પડેલ વલય તે શ્વેત જવ, હાસ્ય સ્ફર્યું તે દહીં, રોમાંચ થયો તે દૂર્વાકુર, પ્રસ્વેદ તે રોચના (?), વંદન તે મંગલપાત્ર, વિરહોત્કંઠા અદશ્ય થઈ તે ઉતારીને ફેકેલું લૂણ, સખીઓની (આનંદ)અશ્રુધારા તે જળનો અભિષેક, વિરહાનલ બુઝાયો તે આરતી–આ રીતે પ્રિયતમના આગમને મુગ્ધાએ મંગલવિધિ સંપન્ન કર્યો. (વી. એમ. કુલકર્ણી સંપાદિત Prakrit Verses in Sanskrit Works on Poetics. ભાગ ૧, પરિશિષ્ટ ૧, પૃ. ૩૪).