________________
૧૧
શોધ-ખોળની પગદંડી પર નભ (૬) : નમસ્તલ જેવો શ્યામવર્ણ, નભોમાસ જેવો કાન,
નભથ્થરોથી જેનું યશોગાન થતું. પુંડરીક (૮) : પુંડરીક ગજ જેવો, પિતા જતાં જેણે પુંડરીક (છત્ર) પ્રાપ્ત
કર્યું, પુંડરીકની જેમ જેની સાથે લક્ષ્મી વસી. ક્ષેમધન્વા (૯) : અમોઘધન્વા, પ્રજાનું ક્ષેમ કરવામાં દક્ષ. દેવાનીક (૧૦) : અનીકિની(=સેના)નો અગ્રણી, દેવ સમો.. અહીન” (૧૪) : સમગ્ર ગા (=પૃથ્વી) પર અહીન બાહુબળથી જેણે શાસન
કર્યું, હીન જનોના સંસર્ગથી વિમુખ, વ્યસન-વિહીન. પારિયા= (૧૬) : પારિયાદ્રગિરિ સમા ઉન્નત મસ્તક વાળો. શિલ (૧૭) : ઉદારશીલ, શિલાપટ્ટ સમી વિશાળ છાતીવાળો, શિલીમુખો
(=બાણો) વડે શત્રુને જીતનાર. ઉન્નાભ (૨૦) : ઊંડી નાભિવાળો, નૃપચક્રની નાભિ સમો, પદ્મનાભ સમો. વજણાભ (૨૧) : વજધારી સમા પ્રભાવવાળો, સંગ્રામમાં વજ સમો ઘોષ
કરતો.
બુષિતાશ્વ (૨૩) : અશ્વિનીકુમાર સમ, હરિદશ્વ (સૂર્ય) સમો તેજસ્વી,
સાગરતટે જેની સેનાના અશ્વ વાસ કરતા હતા. વિશ્વસહ (૨૪) : વિશ્વનો સખા, સમગ્ર વિશ્વભરા (=પૃથ્વી)નું પાલન કરવા
સહ (સમર્થ). હિરણ્યનાભ(૨૫) શત્રુરૂપી વૃક્ષો પ્રત્યે હિરણ્યરેતા (=અગ્નિ) સમો,
હિરણ્યાક્ષના શત્રુ (વિષ્ણુ)નો અંશ. બર્મિઝ (૨૮) : બર્મિષ્ઠ. પુષ્ય (૩૨) : બીજા પુષ્ય જેવો પ્રજાપોષક, પોષી પૂનમે જન્મેલો. ધ્રુવસંધિ (૩૪) : ધ્રુવ સમો, વશ થયેલા શત્રુ સાથે સંધિ ધ્રુવ (=નિશ્ચિતપણે)
પાળતો, સત્યસંઘ (=સત્યવચની). સુદર્શન (૩૫) : દર્શ (=અમાસ) પછીના ઇંદુ જેવો પ્રિયદર્શન (તેના સંબંધમાં
જ કહ્યું છે : એ મૃગ જેવો આયતાક્ષ મૃગયાવિહારી હતો, તેથી તે નૃસિંહ સિંહ વડે વિપત્તિ પામ્યો – “વિપદ અવાપી)