________________
શોધ-ખોળની પગદંડી પર
૧૭૫ જપ-તપી (ધર્મિષ્ઠ નારીઓ), હાલા-ઝાલા (કુંડળિયાકારો),
એવરત-જીવરત (વ્રતદેવીઓ), જયા-વિજયા (વ્રતદેવીઓ). કહેવતોમાંથી :
છગન-મગન (બેય સોનાના), કોઠી-જેઠી (એક કામ કરે, બીજી જશ ખાય).
ઓતરા-ચીતરા નક્ષત્રો ઉત્તરાફાલ્ગની અને ચિત્રા. એ નક્ષત્રોમાં ભાદરવા મહીનામાં સૂર્ય આવે ત્યારે પડતો આકરો તાપ “ઓતરા-ચીતરાના તડકા' કહેવાય છે).
છકો-મકો વગેરેમાં આ પરંપરા જીવતી છે. છેવટે રાજશેખરસૂરિકૃત પ્રબંધકોશમાં “આભપ્રબંધ'માં ગુર્જર રાજા ભીમદેવ વિશે આપેલી એક રસિક દંતકથાથી આ નોંધ પૂરી કરું. ભીમદેવની “સોઢું” અને “મોઢુ' નામની પાળેલી બે ઘેટી હતી. તેમને તે નવરાવતો, સર્વાગે શણગારતો, ગાદી પર બેસારતો અને સેનામાં પોતાની સાથે રાખતો. જૂનાગઢના એક નવાબની પાળેલી કૂતરી વિશે સાઠેક વરસ પહેલાં મેં જે વાતો સાંભળેલી, તે યાદ આવી, અને ગુજરાતમાં આવી તો દીર્ધકાલીન ઉજ્વલ પૂર્વપરંપરા હોવાનું જાણીને હરખ થયો. જો કે આ પરંપરા તો ઋગ્વદજૂની છે : ઉર્વશીનાં પાળેલાં ઘેટાંબચ્ચાંએ બિચારા પુરૂરવાને દુઃખી દુઃખી કરી દીધો હતો.
(૧) નવલતાઃ એક પ્રાચીન લૌકિક પ્રથા હાલ-સાતવાહનકૃત “ગાથાસપ્તશતીમાં પ્રા. પવનમ (સં. નવતતા) શબ્દનો પ્રયોગ જે ત્રણ ગાથાઓમાં (વેબરનું સંપાદન, ક્રમાંક ૨૮, ૪પ૬ અને ૮૬૨) થયો છે તેમના અર્થ અનુક્રમે નીચે પ્રમાણે છે :
દિયર ભાભીને જ્યાં જ્યાં નવલતાથી પ્રહાર કરવા માગે છે, ત્યાં ત્યાં (પહેલેથી જ) રૂંવાડા ખડાં થઈ જાય છે.”
“અરે કિસાનના બચ્ચા ! એ તારી આગળ દોડે છે, પડખે ભમે છે, તારી દષ્ટિ પડે છે ત્યાં ઊભી રહે છે. તો એ બિચારીને નવલતાનો એક સપાટો લગાવને.”
નવલતાના પ્રહારથી ત્રાસીને (અથવા ‘તુષ્ટ થઈને) કિસાનની વહૂએ એવું કાંઈક કર્યું જે હજી પણ ઘરે ઘરે યુવતીઓ શીખવા માગે છે.'
આમાંની પહેલી ગાથા ભોજકૃત “સરસ્વતીકંઠાભરણ” અને “શૃંગારપ્રકાશમાં તથા “સાહિત્યમીમાંસામાં, અને ત્રીજી ગાથા “સરસ્વતીકંઠાભરણ'માં ઉદાહરણ તરીકે Gert euc cô. (V. M. Kulkarni, Prakrit Verses in Works of Sanskrit Poeticsને આધારે).