________________
શોધ-ખોળની પગદંડી પર
૧૬૭ શત્રુને પડકાર કરી બોલાવી, પોતાને તેની સામે ધરી દેતા : ખરા સુભટો એવી રીતે લડતા હતા.' '
નિય-મણિ માણિહિ પૂરિયા, ઈકિ નર તણિ વિઠંતિ, ઈક વલિ રોસિદ્ધિ પૂરિયા, સિરવર મહિઈં રઢતિ. ૩૬
કેટલાક સુભટો અભિમાન ભર્યા ચિત્તે લડતા હતા. તો કેટલાક રોષે ભરાઈને લડતા હતા. માથાં રણભૂમિ પર રડવડતાં હતાં.”
ઇક ભડ ફેડઇ આપણી, નિય-કર કેરી ખાજિ, તીહ હઈને જોતાં હૂઉં, ઈમ કવલિસ જણ-લાજિ (?). ૩૭
“કોઈક સુભટ પોતાના હાથની ચળ એમ કહીને ફડે છે કે જો તે રહેશે તો મારે લોકોમાં શરમાવું પડશે.”
આમાં ઉત્તરાર્ધ અસ્પષ્ટ છે. એક સુહડ સામી તણી, જીવી ચાડઈ દિતિ,
ભાગા જીવેઇવા, તિણિ દિણિ પૂરલ લિંતિ. ૩૮
કેટલાક સુભટો સ્વામીને ખાતર પોતાનો પ્રાણ હોંશથી તજી દે છે, તો કેટલાક જીવ બચાવવા નાઠા....
ઇક કરતિ કારણિ મરિ, મહિયલિ લિઈ જસવાઉ, રણુ દેખી ય ઊધઈ, એકાં એઉ સહાઉં. ૩૯
કેટલાક કીર્તિને ખાતર મરીને જગતમાં ધન્યવાદ મેળવે છે. તો રણસંગ્રામ જોઈને જ રૂંવાડાં ઊભા થઈ જાય એવો કેટલાકનો સ્વભાવ હોય છે.'
ઈક-મણિ ચિતઈ સુહડ જણ, જોતાં લાધિય વાર, આગે ઇક ઈમ ચિતતા, દિણુ હોસિઇ કિંમાર (?). ૪૦
કેટલાકના સુભટોને એમ થતું હતું કે જેની રાહ જોતા હતા, એ વિરલ તક આજે લાધી. તો કેટલાકને એમ થતું હતું કે ક્યારે દિવસ થશે ?'
જોતાં તે દિણ આવીઉં, સસિહરિ નામ લિહેસુ, સામી-કેરી ચાડ હઉં, પ્રાણઈ આજ તિજેસુ. ૪૧
(કેટલાકને એમ થતું કે) ચંદ્રમાં મારું નામ લખાવીશ એવા જે દિવસની હું વાટ જોતો હતો, તે દિવસ આવી લાગ્યો છે. તો સ્વામીની ભક્તિમાં હું આજે મારા પ્રાણ પણ તજી દઈશ.”