________________
૧૬૨
શોધ-ખોળની પગદંડી પર હથિયાર વાપરતી વેળા જ) ખબર પડે કે કોના હાથ ચપળ છે”.
એતલે સામી એક પુહુ, એ તે દંતીય-દંત, એ મું-આગલિ સારિજે, જે તું વાત કહેત. ૪
અર્થ અસ્પષ્ટ હોઈ અનુમાને ભાવાર્થ આપું છું : “જયારે તું મારી પાસે યુદ્ધની વાત કર, ત્યારે આટલું કહેજે: આ હું તારો પતિ, આ મારો માલિક, અને આ યુદ્ધમાં હણેલા) હાથીઓનાં દાંત.”
સામિયા ઈક મું વરડી, કરિજે કરિઉ પસાઉ, સુર-કામિણિ મન ભોલિયઉં, જઉ પહુચઉં(હિ) સુર-હાઉ. ૫
“હે સ્વામી, કૃપા કરીને મારી એક વાત માનજે (મારું એક કહ્યું કરજે) : જો તું દેવલોકમાં પહોંચે તો અપ્સરાઓથી ભોળવાતો નહીં.”
વહેતઈ આવઉં અછઉં, ચિહ-મારગિ તુહ પૂઠિ, તું અરિ અંબર છાયલ, સામી બાહિરિ ઊઠિ. ૬
તું જઈ રહ્યો છે ત્યાં જ હું તારી પાછળ ચિતાને રસ્તે આવું છું. હે સ્વામી, તું શત્રુ ઉપર આકાશમાં છવાઈ ગયો છો..(?).”
ઇમ સુહડહ ઘરિ કામિણી, દોછઈ માંડ ભત્તાર, સામી ભલઉં ભણાવિજે, બોલઇ તે તિણ વાર.૭
આ પ્રમાણે સુભટોના ઘરમાં પ્રિયાઓ ભર્તારને જુસાભર્યા ઉપાલંભ આપે છે, અને કહે છે કે નાથ, આપણું સારું કહેરાવજે'.
આગઈ પ્રિઉ અતિ ઝૂઝણઉ, અનિ બિમણાં કિઉ પ્રાણિ, તીન્ડ નર ખરછાવી (?), કામિણી વયણાં બાણિ. ૮
એક તો પતિ યુદ્ધપ્રિય, અને તેમાં તેનો પોરસ બમણો કર્યો તીખો નર ' અને પ્રિયાના વચનબાણે ઘવાયો (પછી પૂછવું જ શું?). (૨) કાયરપત્નીનાં પ્રોત્સાહક વચન
રાઉત રવિણ રોઅંચિયા, સાંજલિ સીંગણિ-નાદુ, સુહડહે જણ જાણામણી (?), જાણે કીલ(?) સા. ૯
ધનુષ્યટંકાર સાંભલીને મરદોને રણરસનો રોમાંચ થયો—જાણે કે, સુભટોને બોલવવા સાદ પાડવામાં આવ્યો.”