________________
શોધ-ખોળની પગદંડી પર સૌથી વધુ માનીતી હોવાનો ગર્વ થયો હતો, અને ચાલતાં થાકી ગઈ હોઈ પોતાને ઊંચકી લેવા તેણે કૃષ્ણને કહ્યું હતું. કૃષ્ણ પોતાને ખભે ચડી બેસવાનું તેને કહીને પછી અંતર્ધાન થઈ ગયા હતા. તેથી વિલાપ કરી રહેલી એ ગોપીની પાસે, કૃષ્ણની શોધમાં નીકળેલી સૌ ગોપીઓ આવી પહોંચી. એ દુ:ખણીએ એમને પોતાની ઉપર્યુક્ત વિતક કથા કહી. ૫. તુલના
વસુદેવહિડીમાંનો પ્રસંગ અને ‘ભાગવત-પુરાણ'માંનો પ્રસંગ એ બંનેને સરખાવતાં તેમની વચ્ચે ઘણું જ નિકટનું સામ્ય હોવાનું પ્રતીત થશે. જે અત્યંત ઝીણી ઝીણી વિગતો ચોક્કસ અનુમાનના આધાર તરીકે વહિ.માં મળે છે, તેવી વિગતો ભા.પુ.માં પણ મળે છે, અને વિપુ.ના એ પ્રસંગના નિરૂપણ સાથે ભાપુ નું નિરૂપણ સરખાવતાં ભાગવતકારે એ પ્રસંગનું ગણનાપાત્ર રૂપાંતર સાધ્યું હોવાનું જોઈ શકાશે. આ સંબંધમાં મારી એવી અટકળ છે કે ભાગવતકારના નિરૂપણ ઉપર “વસુદેવહિંડીવાળા નિરૂપણનો પ્રભાવ પડેલો છે. આના સમર્થનમાં નીચેની હકીકતો લક્ષ્યમાં લેવાની છે : (૧) ભાગવતકાર દાક્ષિણાત્ય હતા. (૨) પૈશાચી વકહા' (એટલે કે “બૃહત્કથા')નું એક સંસ્કૃત રૂપાંતર ઇસવી છઠ્ઠી શતાબ્દીમાં દક્ષિણના ગંગરાજા દુર્વિનીતે કર્યું હોવાનો ઉત્કીર્ણ લેખોનો પુરાવો છે. (૩) “વસુદેવહિંડીનો પણ એ જ સમય લગભગ મૂકી શકાય છે. ભાગવતકાર તેમના ઉપર્યુક્ત નિરૂપણ માટે પ્રાકૃત “વસુદેવહિંડી' કે પૈશાચી વકતા'થી નહીં, પણ દુર્વિનીતનીએ સંસ્કૃત “બૃહત્કથાથી પ્રભાવિત થયા હોવાનું આપણે અવશ્ય માની શકીએ. મારી દૃષ્ટિએ વિપુ. અને ભાપુના એ પ્રસંગ-નિરૂપણ વચ્ચેના ભેદનો ખુલાસો ચોક્કસપણે વહિં.નું નિરૂપણ પૂરો પાડે છે.