________________
શોધ-ખોળની પગદંડી પર
૧૫૭ પણ પહેલાના ફળ શરીરને ગુણ કરે છે, જ્યારે બીજાના એવા અવગુણકારી છે કે તેમની તરફ કોઈ પણ હાથ ન લંબાવે.” (૬૫) ગુણવંતા તઉ જાણિયઈ, જઉ ગુણ ગુણિહિ મિલંતિ,
કેસર બંધિઉ કંબલઈ, તઉ ગુણ કાંઈ કરંતિ. “ગુણવંતનું મૂલ ત્યારે જ બરાબર જણાય, જ્યારે તેના ગુણને પરખનાર ગુણી જન મળે. કેસરને કામળામાં બાંધ્યાથી તેના ગુણની શી પરખ થાય ?' (૬૬) એક્કિ કામિ વસંતાહ, એવડુ અંતર હોઈ,
અહિ-ડસિઉ મહિયલ પડઇ, મણિ જીવઇ સહુ કોઇ. “એક જ ઠેકાણે વસનારાઓ વચ્ચે પણ મોટું અંતર હોય છે : સાપે ડયો ભોય પર ઢળી પડે છે, જ્યારે તેના જ માથે રહેલો) મણિ સૌ કોઈને જિવાડે છે.'
(૬૭) ઉત્તર દિસિ ની ઉન્નઈ, ઉન્નમાં તુ વરિસેઈ.
| સુપુરિસ વયણ ન ઉચ્ચરઈ, ઉચ્ચરઇ તુ (?) કરેઇ.
વાદળ ઉત્તર દિશામાં ઘેરાય નહીં, પણ જો ઘેરાય તો વરસ્યા વિના રહે નહીં. સજ્જન વેણ ઉચ્ચારે નહીં, પણ જો ઉચ્ચારે તો તે પ્રમાણે કર્યા વિના રહે નહીં.” (૬૮) કરિસણ સુકઈ ધણિ મુઅઇ, સજ્જણિ ગયાઇ વિદેસિ,
અવસર-ચુકકઉ મેહડઉં, વૃઢઉ કાંઈ કરેસિ. ધણી મરતાં કે સાજન પરદેશ જતાં ખેતીમોલ સુકાઈ રહ્યો છે. અવસર ચૂક્યો મેહૂલો વરસીને હવે શું લાભ કરશે?”
આ દુહાનો પાઠ બરાબર હોય એમ લાગતું નથી. (૬૯) લહુડા વફા મા ભણ૩, પુરિસહ પ્રાણ પ્રમાણ,
લહુડ કેસરિ સમર-ભરિ, દલઇ ગયંદ માણ. “માણસો વચ્ચે નાનામોટાનો ભેદ (તેમના શરીર ઉપરથી) ન કરવો. બળથી જ તેમનું માપ નીકળે. નાનો હોવા છતાં કેસરી સિહ મોટા ગજેંદ્ર સાથેની લડાઈમાં તેનું અભિમાન ચૂરી નાખે છે.' (૭૦) ગચ્છઉ જણ વચ્ચઉ વિહવ, અહવા જીવ વિ જાઉં,
ખુઅિ-માણમડપ્લર, સપનિ વિ મંગલ નાઉ. સ્વજનો છોડી જાય તો જાઓ. વૈભવ પણ ભલે જતો રહે. અરે જીવ જાય તો પણ ભલે. પણ માનમર્તબો નષ્ટ થાય તેમનું સ્વપ્ન પણ કલ્યાણ ન થાય.”