________________
'' ૧૫૧
શોધ-ખોળની પગદંડી પર જળ સુકાય ને જોબન જાય તે પછી તેમની ખબર પણ કોઈ ન પૂછે.” (૨૬) ગઇ ગય, મઈ ગય, દંત ગય, ગય લોયણ, ગય કન્ન,
એક્કઈ જુવ્રુણિ જેતડઈ, ગયાં જિ પંચ રતન્ન. ગતિ ગઈ, મતિ ગઈ, દાંત ગયા, આંખ ગઈ અને કાન ગયા: એક જોબન જતાં, પાંચ રતન ગયાં.” અરસિક - (ર૭) કાઉ કવિઠ્ઠઈ કિં કરઈ, મક્કડ નાલેરેહિ,
અણરસ ગીdણ કિં કરાં, દાલિદિ ધવલહરેહિ. કાગડો કૉઠાને શું કરે? વાંદર નાળિયેરને શું કરે? અરસિક ગીતને શું કરે? દરિદ્ર મહેલને શું કરે ?' (૨૮) ગાયણ ગીયઈ રજિયા, ગુણિ રંજિયાં છલ્લ,
અણરસ કિમહિ ન રંજિયાં, વિણ-સિંગડાં બદલ્લ. ગાયક ગીતે રીઝે, ચતુર ગુણે રીઝે, પણ અરસિક કેમેય ન રીઝે એ તો શીંગડાં વિનાના બેલ'. પ્રકીર્ણ (૨૯) દિઢા જે નવિ આલવઇ, પુચ્છઇ કુસલ ન વત્ત,
તાહ તણાં કિમ જાઇયાં, રે હિયડા નીસત્ત. જોતાં સાથે જ ન વાત કરે કે ન કુશળ સમાચાર પૂછે, તેને ત્યાં, હે નમાલા હૈડા, કેમ જાઈએ !” (૩૦) મુહ-ગોરઉં દેતુક્કલઉં, સહરિસુ આલાવિક્ત,
પુહવિઇ એત્તિઉં દુલહઉં, જઇ પરિ હોઇ તુ દિજ્જ. ગોરે મુખડે અને ઉજજવળ દાંતે સહર્ષ વાર્તાલાપ કરવો : આટલું આ પૃથ્વીમાં દુર્લભ છે. તારી પાસે હોય તો તે દેજે.” | (૩૧) માણિણિ મા િરહિયઈણ, કિ કિસ્જઈ અમિએણ,
વરિ વિસ પિસ્જદ માણ-સિલું, ટપ્પ મરિજજઇ તેણ. હે માનિની, માન વિનાના અમૃતને પણ શું કરવું? તે કરતાં તો માન સાથે ઝેર પીવું સારું, જેથી ટપ દઈને મરી જવાય.”
(૩૨) સાયર-સત્ત-ભરિય ભમિવિ, સયલ મહીયલ-પિઢ,