________________
૧૪૮
શોધ-ખોળની પગદંડી પર કોઈને ઉપયોગમાં ન આવતા ધનવાન કરતાં પરોપકારી નિધન ભલો. સરોવર
(૧૦) હંસિઈ જાણિઉ એક સર, હઉં સેવિસ ચિરકાલ, - પહિલઈ ચંચુ ચબુક્કડઈ, ઊમટિલ સેવાલ.
હંસને એમ આશા હતી કે આ સરોવરનું હું ચિરકાળ સેવન કરીશ. પણ ચાંચના પહેલા જ ચબકે પાણીમાં લીલ ઊમટી પડી.”
મોટા આશ્રયદાતા પાસે દીર્ઘકાલીન આશ્રયની આશા રાખી આવનારને પહેલી જ માગણીએ થયેલ કડવા અનુભવનો સંકેત.
મેઘ
(૧૧) ગજજવિ ઘોર ચડ% કરિ, કાલુ હોઇ મસિ-વત્રુ,
* ઇશિ પરિ બખ્રિહાઈ જલુ, જલઉ જિ જલહરિ દિડુ.
“ગર્જી ઊઠી, ભીષણ તણખા ઝરી, કાળા મશ થઈને મેઘે બપૈયાને જે આપ્યું, બળ્યું એ જળ'.
નિર્મળ ભાવે આપવાને બદલે, જે ખિજાઈને , અપમાન કરીને, અણગમો વ્યકત કરતા કાળા મોઢે આપવામાં આવે તે દાનની નિંદા. ચોમાસાનો વહેળો (૧૨) રે વાહા મગૂણ વહિ, મન ઉમ્મલિ પલાસ,
કલ્લઈ જલહર થક્ટિસિઈ, વણ પરાઈ આસ. “અરે વહેળા, તું સીધે રસ્તે વહે, અને ખાખરાને ઉખેડ મા. વાદળ તો વરસતું કાલ અટકી જશે –પારકી આશા કયાં સુધી ?'
પાઠાંતર : “મોડિ મ અક્ક પલાશ’–‘આકડાને અને ખાખરાને તોડી પાડ મા.” બીજાને જોરે કોઈક પર તૂટી પડનારને એની શક્તિ કે અધિકાર દો દિનકા હોવાનું ભાન કરાવતી ઉક્તિ. દાન . (૧૩) સંગરિપિંડા અમિઅ-રસ, દિન્ના ભાવ-સુહેણ,
લહુઅ પત્થર-સમસરિસ, દિન્ના વક-મુહેણ. શુભ મનોભાવથી આપેલા સાંગરીના પીંડા પણ અમૃતરસ જેવા લાગે, જ્યારે વાંકું મોં કરીને આપેલા લાડુ પણ પથરા જેવા લાગે.