________________
૧૩૬
શોધ-ખોળની પગદંડી પર ભીલી ગીત'ની પુરોગામી એક રચના અને પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય'માં (સંપા.હ.ભાયાણી, અગરચંદ નાહટા, ૧૯૭૫) પ્રકાશિત કરી છે. તે છે “દિઘમસબરી-ભાસ” (પૃ. ૮૫-૮૬). તેની હસ્તપ્રત ઈ.સ. ૧૪૩૭ જેટલી જૂની છે. એક જ વિષય, કેટલુંક શાબ્દિક સામ્ય, દિઘમ' જેવું વિરલ નામ વગેરે જોતાં જયવંતસૂરિની સામે ઉપર્યુક્ત અનામી પ્રાચીન રચના હોવાનું સ્પષ્ટ છે. સંવાદાત્મક આગલી કૃતિનું જયવંતસૂરિએ રૂપાંતર કર્યું છે.
સિદ્ધરાજ અને જસમા ઓડણની દંતકથા અને ગરબો ધ્યાનમાં લેતાં આ એક કથાઘટક હોવાનું પણ સમજાય છે. રૂપાળી આદિવાસી પરિણીત સ્ત્રીને લલચાવતો રાજા અને સ્ત્રીનું અડગ શીલ એવા ઘટકનાં આ કેટલાંક વિશિષ્ટ રૂપાંતરો છે.
એવરત-જીવરતની કથામાં જો પુત્રને ભણાવે તો પરણાવવો નહીં અને પરણાવવો હોય તો ભણાવવો નહીં એવી પુત્રવરદાનની શરત છે અને માતાપિતા એ શરતનો ભંગ કરે છે. વેતાલ ભાટની વાર્તામાં પણ પુત્ર પૈસા પુષ્કળ ખરચશે અને તેમ કરતાં પિતા નિવારશે તો ઘર છોડી જશે એવી ચેતવણી છે અને પિતા તેનો ભંગ કરે છે.
૮. ખાઉધરો શિષ્ય
શુભશીલગણિ કૃત “પંચશતી-પ્રબંધ (અથવા “પ્રબોધ')-સંબંધ” (રચના સમય ઇ.સ. ૧૪૬૫)માં ૩૫૫મા ટુચકા(પૃ. ૧૯૫)નો અનુવાદ નીચે પ્રમાણે છે :
એક પંડિતને ઘણા વખતે એક શિષ્ય મળ્યો. એ ખાઉધરો હતો. પંડિતે હસતાં હસતાં એક બીજા પંડિત આગળ શિષ્યનાં લક્ષણ વર્ણવતાં કહ્યું :
ઘસિ ઘોઘર, ઢુંઢણિ ઢલસ, ખીચ તેલ નઉ કાલ, ગુરુ નઈ ચેલ સાંપડિયઉં, ચાલતી દુકાલ.”
ઘસિયાનો ઘોઘર, ઢુંઢણિયાં ઉપર ઢળી પડતો, ખીચડી ને તેલનો કાળ - ગુરુને એવો ચેલો સાંપડ્યો છે, જે હાલતો ચાલતો દુકાળ જ છે.
ઘસ = ઘસિયો. લોટ શેકીને કરાતો શીરો. ઘોઘર બિલાડાની જેમ, શિષ્ય ઘસિયા પર તૂટી પડે છે. “ઢેઢણિયાં” એટલે “બૃહગુજરાતી કોશ” અનુસાર જુવારનાં Fશકોનાં ઢોકળાં. “ઢલસ'નો અર્થ અટકળે કર્યો છે. જો “ઢસલ” એવો પાઠ હોય તો ઢસળું'નો અર્થ “ઢીલું એવો થાય.