________________
૧૦૮
શોધ-ખોળની પગદંડી પર ચોરનો ભાઈ ગંઠીછોડ' (‘ઘંટીચોર’ એ તો મૂળ શબ્દની વણસમજયે કરેલી વિકૃતિ છે) એ કહેવતમાં છે તે “ગઠી”, “ગાંઠ” કે “ગઠરી'.
માત્ર બબ્બે શબ્દના બે પ્રાસબદ્ધ ખંડોમાં જૂના સુભાષિતનો મર્મ કહેવતકારે ગૂંથી લીધો.
(૨) દાદીમાને સેંકડો કહેવતો મોઢે. અને વાતચીતમાં જેવો કાંઈક પ્રસંગ આવે, જે કોઈ રોજિંદી સાધારણ-અસાધારણ, નાનીમોટી પરિસ્થિતિ હોય કે તરત સહજભાવે તેઓ કહેવત બોલ્યાં જ હોય. ચોમાસામાં વરસાદ ધાર્યો ન આવે કે અણધાર્યું ઝાપટું આવી પડે એટલે તેમને બોલતાં સાંભળવા મળે જ :“ભાઈ, આભ, ગાભ ને વરશાકાળ–એની કોઈને ખબર નો પડે.” આના સગડ નરપતિની “પંચદંડની વાર્તા (ઈ.સ. ૧૫૦૪)માં નીકળ્યા !
આભ, ગાભ ને વરસાકાલ, નારીચરિત્ર નઈ રોઈતાં બાલ
થોડા કહુક જાણઈ ભેદ, તિ ઘર નીર ભરઇ સહિદેવ ! જે આ પ્રત્યેક આગળથી ભાખી શકે તેની પાસે સહદેવ જોતિષી પણ પાણી ભરે !
(૩) “ઘી ઢોળાયું તો ખીચડીમાં'. દેખીતું નુકશાન થયું તે અણધાર્યો લાભ નીવડે – એવા અર્થની આ કહેવત બારસો વરસ તો જૂની છે જ. પુષ્પદંતના અપભ્રંશ પૌરાણિક કાવ્ય “મહાપુરાણ' (ઈ.સ. ૯૭૨)માં “ખીચ્ચડ ઉપ્પરિ ઘિઉ ઓમન્દિઉ' (૨૪, ૧૧, ૧૦) એટલે કે “ખીચડીમાં જ ઘી ઊંધું વળ્યું” મળે છે. અને તેથી પણ પહેલાં નવમી સદીના અપભ્રંશ કવિ સ્વયંભૂના “સ્વયંભૂછંદમાં (૪.૧૦૧) ઉદુભટ નામના એક પ્રાકૃત કવિના ઉદ્ધરણમાં “સૂએ પલોટ્ટે દિ'(૧,૩૩,૧) એટલે કે “સૂપમાં ઘી ઢોળાયું' એવો પ્રયોગ છે. - -
(૪) એક બહુ જ જાણીતા સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે કામીઓની કામવૃત્તિ ભોગ ભોગવવાથી શાંત નથી થતી– ઊલટી, આહુતિઓ પામતી આગની જેમ, તે વધુ ને વધુ વકરે છે. આ જ વાત લોભવૃત્તિને લાગુ પાડતાં કહેવતકાર ટૂંકું ને ટચ કહી દે છે: “લોભને થોભ નહીં, પણ અગમવાદી અપભ્રંશ કવિ યોગીંદ્રદેવ લોભ છોડવાનો ઉપદેશ થોડીક વિદગ્ધતાથી આપે છેજુઓ અગ્નિએ “લોહ (૧. લોઢું; ૨. લોભ)નો સંગ કર્યો તો તે એરણ ઉપર ઘણના ઘાએ ટિપાયો અને ચીપિયાથી તોડમરોડનો ભોગ બન્યો (૨૪૮).
(૫) “પહેલું સુખ તે જાતે નર્યા' થી શરૂ થતી સાત સુખની યાદી હજી પણ લોકપરંપરામાં જાણીતી છે. કુમારપાળ દેસાઈએ એવી સાત સુખ અને સાત દુઃખની સૂચિ મધ્યકાલીન કૃતિ લેખે નોંધી છે (‘પરબ', ૨૪/૬, જૂન ૧૯૮૩).
સાત સુખ, સાત દુઃખ'ની યાદી ફેરફાર સાથે જૂના સમયથી ચાલી આવી