________________
दीधिति:१९
चन्द्रशेखरीया : महाकाले महाकालभेदविशिष्टोऽपि घटः कालिकेन वर्तते एव । “इदानीं महाकालभेदविशिष्टो घटः, "अयं कालः महाकालभेदविशिष्टघटवान्" इति प्रतीतिबलात् महाकाले तादृशघटः कालिकेन वर्तमानः सिद्ध्यति । अत्र इदानीं तदानीं पदेन महाकाल एव परामृष्यते । यथा वृक्षे शाखावच्छेदेन मूलावच्छेदेन तत् तत् वस्तु वर्तते । तथैव महाकाले तत्तत्कालोपाध्यवच्छेदेन महाकालभेदविशिष्टघटादयो वर्तन्ते। यदि हि इयं प्रतीतिः खण्डकाले एव विशिष्टघटवत्ताविषयिका न तु महाकाले इति मन्येत, तदा तु महाकाले वस्तुमात्रस्यावृत्तित्वप्रसङ्गो भवेत् । यतः सर्वत्र ईदानी तदानी इत्याकारिकैव कालप्रतीतिः भवति । सा च भवता खण्डकालविषयिका मन्येत, अतो महाकालविषयकप्रतीत्यभावात् महाकाले न किमपि वस्तु प्रतीतिबलात् सिद्धि प्राप्नुयात् । न च 'महाकाले घटः, महाकाले पटः' इत्यादिप्रतीतिबलात् महाकालेऽपि घटादयो वर्तमानाः सिद्ध्यन्ति इति वाच्यम् न हि इयं प्रतीतिः स्वारसिकी स्वतः उत्पद्यते, किन्तु स्वमतिकल्पनानुसारेणोत्पाद्यते, अतो नेयं प्रतीतिः प्रामाणिकी । केवलं इदानीं तदानीं इति प्रतीतिरेव स्वरसत: उत्पद्यते । सा तु भवता खंडकालविषयिणी मन्यते, अतो महाकाले तु वस्तुमात्रस्यासत्वापत्तिः दुर्वारा एव भवेत् । अतः इदानीं तदानीं इति प्रतीति: महाकालविषयिणी अभ्युपगन्तव्या। तथा च इदानीं महाकालभेदविशिष्टो घटः इति प्रतीतिबलात् महाकाले महाकालभेदविशिष्टो घटो वर्तते इति सिध्धं भवति ।
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષઃ “આ કાળમાં મહાકાલભેદવિશિષ્ટ એવો ઘટ છે.” “આ કાળ એ મહાકાલભેદ વિશિષ્ટઘટવાળો છે.” આવી પ્રતીતિ તો થાય જ છે. હવે જેમ આખા વૃક્ષના જુદા જુદા અવયવોમાં રહેલી વસ્તુઓ વૃક્ષમાં રહેલી ગણી શકાય. તેમ મહાકાલ એટલે સંપૂર્ણ કાળ છે. અને તે તે સેકંડો-કલાકો એ તેના અવયવભૂતકાળ તરીકે કહી શકાય. અને તેથી તેમાં રહેલ એવા મહાકાલભેદવિશિષ્ટઘટ એ મહાકાલમાં જ રહેલા તરીકે માની શકાય છે. આમ મહાકાલ એ ઉપરની પ્રતીતિને અનુસારે તો તે તે કાલોપાધિના અવચ્છેદથી મહાકાલભેદવિશિષ્ટઘટવાળો બને જ છે. અને આમ મહાકાલમાં કાલિસ સંથી મહાકાલભેદવિશિષ્ટઘટ રહેલો હોવાથી તેનો અભાવ ન મળે અને તેથી તેને લઈને લક્ષણ સમન્વય ન થઈ શકે. માટે આવ્યાપ્તિ આવે. - જો તમે “મહાકાલભેદવિશિષ્ટઘટ કાલિકથી મહાકાલમાં ન જ રહે.” એવું માનો અને “તે તે ખંડકાળમાં જ તે વિશિષ્ટઘટ રહે છે” એમ એ પ્રતીતિ દ્વારા માનશો તો પછી તમામે તમામ વસ્તુઓ તે તે ખંડકાલમાં જ રહેનારી બનશે કેમકે તમે તો “ઈદાની વિશિષ્ટઘટો”... એ પ્રતીતિમાં ઇદાની તદાન વગેરેથી ખંડકાળ જ લો છો, મહાકાલ લેવાની ના પાડો છો અને તો પછી કોઈપણ વસ્તુની કાળમાં રહેવા તરીકેની પ્રતીતિ તો ઈદાની તદાન દ્વારા જ થાય છે. એ સિવાય તો કોઈ પ્રતીતિ કાળ માટે થતી જ નથી. અને તેથી બધી વસ્તુ એ ખંડકાળમાં જ રહેનારી બનવાથી “મહાકાલમાં કોઈપણ વસ્તુ કાલિકથી નથી રહેતી” એમ જ માનવાની આપત્તિ આવે.
પ્રશ્નઃ મહાકાલે ઘટોડસ્તિ....ઈત્યાદિ પ્રતીતિ દ્વારા મહાકાલમાં પણ તે તે પદાર્થોની કાલિકથી સિદ્ધિ થશે.
પૂર્વપક્ષ આ પ્રતીતિ તો હાથે કરીને ઉભી કરવી પડે છે. સહજ રીતે થતી નથી. સહજ રીતે તો, ઈદાની ઘટો.... ઇત્યાદિ પ્રતીતિ જ થાય છે અને તમે ઈદાનીં=ખંડકાળ જ લેવાની વાત કરો છો, માટે મહાકાલમાં તો કાલિકથી ઘટાદિની સિદ્ધિ નહીં જ થાય.
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૯૧