________________
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀܀܀
રે જાગદીશીના પરિષ્કારવાળા લક્ષણ પ્રમાણે હવે વિચારીએ તો "હેવધિકરણવૃત્તિ-અભાવની સાધ્યતાવચ્છેદક+ તદિતર એ ઉભયથી અનવચ્છિન્ન પ્રતિયોગિતાને જ લક્ષણ ઘટક લેવાની" એવો જાગદીશીનો પરિષ્કાર છે. એની સામે પૂર્વપક્ષ "દંડિમાનું દંડિસંયોગાતુ" માં અવ્યાપ્તિ આપે છે. અહીં ચાલની ન્યાયથી પ્રથમ દંડી-અભાવાદિ મળે ઉછે. પણ એની પ્રતિયોગિતા પ્રથમ દંડી=cતુદંડીમાં આવે. અને પ્રતિયોગિતા તો તદંડીતત્તાવિશિષ્ટદંડથી
અવચ્છિન્ન બને છે. અર્થાત્ સાધ્યતાવચ્છેદકદંડક્તદિતર એ ઉભયથી અવચ્છિન્ન એવી આ પ્રતિયોગિતા હોવાથી ફતે ન લઈ શકાય. પણ તો પછી ઘટાભાવાદિ લઈને લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ કથન જ અસંગત ઠરે. છે એટલે અવ્યાપ્તિ લાવવા માટે આ પ્રમાણે સમજવું – વસ્તુમાં આવેલા નવા ધર્મનો અવચ્છેદક વસ્તુમાં રહેલો જુનો ધર્મ બને. વસ્તુમાં ન રહેલો ધર્મ એ વસ્તુમાં આવનારા ધર્મનો અવચ્છેદક ન બને. જેમ દંડમાં ઘટકારણતા નવી આવી. તો એનો અવચ્છેદક દંડમાં રહેલો જુનો દંડત્વધર્મ બને. પણ દંડમાં ન રહેલા પટવાદિ તો ન જ બને.
અહીં તતુદંડીમાં પ્રતિયોગિતા આવી. હવે તત્ એ દંડીનું વિશેષણ નથી પણ દંડનું વિશેષણ છે. એટલે કિતત્તાવિશિષ્ટ તો દંડ જ છે. દંડી નહિ. એટલે તત્તા એ દંડીમાં ન રહેલી હોવાથી દંડીમાં આવેલી પ્રતિયોગિતાનો
અવચ્છેદક દંડ જ બને. તત્તા બની ન શકે. દંડ દંડીમાં રહેલો હોવાથી તેને પ્રતિ.અવ. માની શકાય છે. આમ અહીં તત્તાથી ઉપલક્ષિત એવો દંડ જ પ્રતિ.અવ.બને છે. એટલે આ પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકતદિતરઉભયાનવચ્છિન્ન જ છે. અને તે પ્રતિ ના અવચ્છેદક બધા દંડો બની જવાથી અવ્યાપ્તિ આવે છે. આ પ્રમાણે અર્થ કરવો. કે એજ રીતે જાગદીશીમાં જે વહ્નિમાનું ધૂમાત્ એવા શુદ્ધ સા.અવ.સ્થલે અવ્યાપ્તિ બતાવી તેમાં પણ આ જ વાત વિચારવી. ત્યાં પર્વતમાં મહાનસીયવહ્નિવૃત્તિત્વવિશિષ્ટ જાતિમાનનો અભાવ લીધો. એ અભાવની પ્રતિયોગિતા વિ.જાતિમાબૂમાં આવી. હવે આ જાતિ તો જાતિમાનમાં રહેલી હોવાથી તે જાતિ અવચ્છેદક બની શકે. પણ મહાનસીયવહ્નિવૃત્તિત્વ એ તો જાતિમાં જ રહેલું છે. એ જાતિમાનમાં નથી. એટલે જાતિમાનમાં આવેલી પ્રતિયોગિતાનો અવચ્છેદક "મહાનસીયવત્રિવૃત્તિત્વ" ન જ બને. આમ અહીં પણ પ્રતિયોગિતા એ મહાનલીયવનિવૃત્તિત્વથી ઉપલક્ષિત એવી જાતિમાત્રથી જ અવચ્છિન્ન બનશે. અર્થાત્ સાધ્યતાવચ્છેદકમાત્રથી જ અવચ્છિન્ન ગણાશે. અર્થાત્ સા.અવ.પ્તદિતરથી અનવચ્છિન્ન ગણાશે. અને તેથી આ પ્રતિયોગિતા પણ લક્ષણ ઘટક બની જતાં તેનો અવચ્છેદક જાતિ એ જ સાધ્યતાવચ્છેદક હોવાથી અવ્યાપ્તિ આવશે.
જાતિમત્વાન્ ઘટવાતુમાં પણ પટસમવેતત્વવિશિષ્ટ જાતિમાન-અભાવ જ લીધો છે. તેની પ્રતિયોગિતા કિતાદશજાતિમાનમાં આવી. જાતિ એ જાતિમાનમાં રહેલો જુનો ધર્મ હોવાથી આ પ્રતિયોગિતાનો અવચ્છેદક એ
જાતિ તો બનશે જ. પણ પટસમવેતત્વ એ સામાનાધિકરણ્યસંબંધથી જાતિમાં રાખેલું છે. જાતિમાનમાં તો એ સંબંધથી રહેતું નથી. એટલે પટસમવેતત્વ એ જાતિમાનમાં ન રહેલું હોવાથી તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ન જ બને. આમ અહીં પણ આ પ્રતિયોગિતા એ માત્ર સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન જ છે. સાધ્યતાવચ્છેદકતદિનરાવચ્છિન્ન નથી એટલે એ લેવાશે. અને એ પ્રતિ.તાની અવચ્છેદક જાતિઓ એ જ સાબિતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ આવશે.
,
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀