________________
ધૂમાભાવત્વ મળી જતા અવ્યાપ્તિ ન આવે.
જાગદીશીમાં બીજુ દૃષ્ટાન્ત બતાવે છે—"ઘટભેદવાન્ પટત્વાત્" અહીં ગોત્વપ્રકારકપ્રમાવિશેષ્યતા ગાયમાં જ આવવાની હોવાથી એનો અભાવ પટત્વાધિકરણ=પટમાં મળે. અને આ સાધ્યતાવચ્છેદકસ્વરૂપસંબંધથી *તાદશવિશેષ્યતા એ પટમાં ન રહેતી હોવાથી આ તા.વિશેષ્યતા-અભાવ એ સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ પણ બને છે. હવે આ તા.વિશેષ્યતા-અભાવ એ ઘટભેદ રૂપ નથી. અર્થાત્ ઘટભેદભિન્ન=ઘટભેદભેદવાન્ છે. હવે ઘટભેદભેદ એ તા.વિશેષ્ય-અભાવમાં રહેતો હોવાથી અભાવાધિક૨ણક અભાવ અધિકરણ રૂપ માનેલ હોવાથી આ તા.વિશેષ્યતાભાવ એ ઘટભેદભેદરૂપ જ બની ગયો. એટલે આ તા.વિશેષ્યતા-અભાવની પ્રતિયોગિતા ઘટભેદમાં પણ આવશે. અને તે પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટભેદત્વ એ જ સાધ્યતાવચ્છેદક હોવાથી અવ્યાપ્તિ આવે. પણ બીજી વિવક્ષા પ્રમાણે આ દોષ ન આવે. કેમકે અહીં ઘટભેદનિષ્ઠપ્રતિયોગિતા એ તો ઘટભેદભેદત્વનિરૂપક છે. માટે તે ન લેવાય. એટલે આ તા.વિશેષ્યતા-અભાવની અત્યન્નાભાવત્વનિરૂપક એવી તા.વિશેષ્યતાનિષ્ઠ પ્રતિયોગિતા લેવાય અને તેનો અનવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણ ઘટી જાય છે.
दीधिति: ७
પ્રશ્ન: બીજી વિવક્ષા ન લઈએ તો અભાવસાધ્યકસ્થલે જ અવ્યાપ્તિ કેમ આવી? ભાવસાધ્યકસ્થલે અવ્યાપ્તિ આવે?
ઉત્તર: વહ્નિમાન ધૂમાત્ માં નિરુક્તપદ્ધતિથી ઘટાભાવ તો લક્ષણઘટક બની જાય. અને તેમાં વહ્નિભેદ પણ રહે. પણ વહ્નિભેદ એ ભાવપદાર્થના ભેદ સ્વરૂપ છે. અને ભાવભેદને અધિકરણ સ્વરૂપ નથી માન્યો. પરંતુ અભાવના ભેદને જ અધિકરણ સ્વરૂપ માનેલો છે. માટે જ અભાવસાધ્યક સ્થલે અવ્યાપ્તિ આવી. અહીં જે તાદ્યશવિશેષ્યતા-અભાવ લક્ષણઘટક બન્યો. તેમાં ઘટભેદ રહેતો હોવાથી ઘટભેદાત્યન્નાભાવ નથી મળતો. પણ તા.વિશેષ્યતા-અભાવ એ ઘટભેદ રૂપ ન હોવાથી તે તા.વિશેષ્યતાભાવમાં ઘટભેદભેદ જ મળે છે. જો ઘટભેદઅત્યન્તાભાવ મળતો હોત તો તો પાછી અવ્યાપ્તિ આવત જ. એ સ્વયં વિચારી લેવું.
જ
આમ અત્યાર સુધીનો લક્ષણાકાર આ પ્રમાણે બનશે.
प्रतियोगितावच्छेदकावच्छिन्नो - अत्यन्ताभावत्वनिरूपको यः प्रतियोगी, तत्प्रतियोगिनः अधिकरणीभूते अवर्तमानः हेत्वधिकरणे वर्तमानः यः प्रतियोगि- अभावः, तस्य अत्यन्ताभावत्वनिरूपिकायाः प्रतियोगितायाः अनवच्छेदकं एव માધ્યતાવછેવ...
આમ અત્યન્તપદથી અત્યન્નાભાવત્વનિરૂપકપ્રતિયોગિતા લેવાની અને લક્ષણઘટક બની ચુકેલા અભાવની અત્યન્તાભાવત્વનિરૂપકપ્રતિયોગિતા લેવાની વિવક્ષા કરવાથી ઉપર્યુક્ત આપત્તિઓ નીકળી જાય છે. આમ લક્ષણઘટક બનેલા ઘટાભાવમાં વહ્નિ ન રહેતો હોવાથી વહ્નિ-અભાવ રહે છે. અને એ વહ્નિ-અભાવ ઘટાભાવાધિકરણક બનવાથી ઘટાભાવસ્વરૂપ જ મનાય. અને તેથી અત્યન્નાભાવત્વનિરૂપક વહ્નિ એ જ વહ્નિ-અભાવ=ઘટાભાવનો પ્રતિયોગી બની જાય. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વસ્તિત્વ બનતા વાંધો
આવે. અવ્યાપ્તિ આવે. પણ જેમ ભાવભેદ એ અભાવાધિકરણક હોય તો પણ જુદો માનેલો છે તેમ ભાવાભાવ પણ અભાવાધિકરણક હોય તો ય જુદો જ માનવો. એટલે વહ્નિ-અભાવ એ ભાવાભાવરૂપ હોવાથી તે
*****
સિદ્ધાન્તલક્ષણ ઉપર ’ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત-ગુજરાતી સરલ ટીકાઓ – ૧૭૧
܀܀܀܀܀܀܀܀܀