________________
दीधिति: ६ ******** * * * * * * * * चन्द्रशेखरीयाः अत्र प्राचीनाः इत्थं कथयन्ति - दीधित्यां प्रथमं विशिष्टसत्वसाध्यकस्थलेऽतिव्याप्तिः प्रदर्शिता । किन्तु विशिष्टसत्वस्य प्रथमव्याख्यानुसारेण व्याप्यवृत्तित्वात् तत्र प्रतियोग्यसमानाधिकरणपदाघटितमेव लक्षणम् वाच्यम् । तच्च नातिव्याप्तम् इति अनन्तरं भावितमेव । अतः दीधित्यां भूतत्वमूर्तत्वोभयवान् मूर्तत्वात् इति द्वितीयानुमानेऽतिव्याप्तिः प्रदर्शिता । भूतत्वमूर्तत्वोभयं तु व्याप्यवृत्तिपदस्य प्रथमव्याख्यानुसारेणापि अव्याप्यवृत्ति एव । यतो भूतत्वं नाम आत्मभिन्नत्वे सति विशेषगुणवत्त्वम् । तच्च आकाशे पृथ्वीचतुष्के च वर्तते । मूर्तत्वं नामावच्छिन्नपरिमाणवत्वम् अपकृष्टपरिमाणवत्वम् इति यावत् । तच्च मनसि पृथ्वीचतुष्के च वर्तते । तादृशोभयं च घटे वर्तते । घटे च उत्पत्तिकाले विशेषगुणमात्रस्याभावात् विशेषगुणवत्ताघटितं भूतत्वं, अपकृष्टपरिमाणस्याभावात् तद्वत्ताघटितं मूर्तत्वं च नास्ति । अतः तादृशोभयाधिकरणे: उत्पत्तिकालावच्छेदेन स्वरूपसम्बन्धेनोभयाभावो वर्तते । तत्प्रतियोगि च उभयं इति भूतत्वमूर्तत्वोभयं अव्याप्यवृत्ति एव : तथा च तत्र प्रतियोग्यसमानाधिकरणपदघटितमेव लक्षणम् । तच्च प्रोक्तपरिष्काराभावेऽतिव्याप्तं । परिष्कारकरणे चः नातिव्याप्तं भवति इति भावितं प्राक् । न पुनः विस्तरः क्रियते इति ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ચન્દ્રશેખરીયાઃ આ બાબતમાં પ્રાચીનો એમ કહે છે કે વિશિષ્ટસત્તાસાધ્યક સ્થલે અતિવ્યાપ્તિ બતાવી ખરી.: પણ એ વિ.સત્તા એ પહેલી વ્યાપ્યવૃત્તિની વ્યાખ્યા પ્રમાણે તો વ્યાપ્યવૃત્તિ સાધ્ય જ છે. એટલે આ સ્થાંને પ્રતિ.અસ.પદ મુકવાનું જ ન હોવાથી ગુણમાં સીધો જ વિ.સત્તા-અભાવ મળી જવાથી અતિવ્યાપ્તિ આવવાની જ નથી. અને તેથી જ દીધિતિએ ભૂતત્વમૂર્તત્વોભયવાન્ મૂર્તત્વાત્ સ્થાનમાં અતિવ્યાપ્તિ બતાવી. આમાં ભૂતત્વ=આત્મભિન્નત્વે સતિ વિશેષગુણવત્યું. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ આત્મભિન્ન પણ છે. અને વિશેષગુણવાન પણ છે એટલે તેઓ ભૂત કહેવાય. અને મૂર્તત્વ=અવચ્છિન્નપરિમાણવત્વ=અપકૃષ્ટપરિમાણવત્વ ૐએ મન, પૃથ્વી, જલ, તેજ, વાયુમાં મળી જાય છે. માટે તે પાંચ મૂર્ત કહેવાય. હવે આ ભૂતત્વમૂર્તત્વોભય એ સ્વાધિકરણ એવા ઘટાદિમાં ઉત્પત્તિકાલાવચ્છેદેન સ્વરૂપસંબંધથી રહેલા તાદશોભયાભાવના પ્રતિયોગી બની જવાથી તેઓમાં વ્યાપ્યવૃત્તિની પહેલી વ્યાખ્યા ઘટતી નથી. એટલે અવ્યાપ્યવૃત્તિ જ છે. ઘટમાં ઉત્પત્તિકાળે વિશેષગુણ કે અપકૃષ્ટપરિમાણ કંઈ ન હોવાથી વિશેષગુણવત્તાઘટિતભૂતત્વ અને અપકૃષ્ટપરિમાણઘટિત-મૂર્તત્વ એ બે નો અભાવ મળી જ જાય છે. આમ એ તો અવ્યાપ્યવૃત્તિ સાધ્ય હોવાથી અહીં પ્રતિ.અસમાવિશેષણઘટિત લક્ષણ જ લેવાય. અને તેથી પ્રતિ.અસમાનાધિકરણ માત્ર લખીએ તો ઉપર બતાવ્યા પ્રમાણે અતિવ્યાપ્તિ આવે. નિવારવા "પ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્ન-અસમાનાધિકરણ" પદ લીધેલ છે. જેનાથી આ અતિવ્યાપ્તિ ન આવે. એ પણ ઉપર જોઈ ગયા.
दीधिति
न चोभयत्वमेकविशिष्टापरत्वं, विशिष्टञ्च केवलादन्यदिति, - तदभावो मनसि सहजत एव प्रतियोगिव्यधिकरण इति वाच्यम्; उभयत्वं हि न विशिष्टत्वादनतिरिक्तं न वा तदवच्छिन्नाभावस्तदवच्छिन्नाभावात्,
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ’ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૪૫