________________
दीधिति: ५
સંયોગસામાન્યાનવચ્છેદકત્વાત્ આ અનુમાન કરશું. જો કે આ જ અનુમાન અમે પહેલાં કરેલું પણ ત્યાં સામાન્ય વ્યાપ્તિ લીધેલી. અને એટલે પ્રમેયત્વમાં ગુણસામાન્યાનવચ્છેદકત્વાદિની વિવક્ષા દ્વારા વ્યભિચાર આવતો હતો. પણ હવે સ્વતંત્ર વ્યાપ્તિ હોવાથી આ દોષ ન આવે.
܀܀܀܀܀܀܀܀
પ્રશ્ન: દોષ તો આવશે જ. કેમકે પ્રમેયત્વ, સત્તા વિગેરેમાં સંયોગસામાન્યાનવચ્છેદકત્વ છે. જ્યાં પ્રમેયત્વ ત્યાં બધે જ કંઈ સંયોગસામાન્ય તો છે જ નહીં. ગુણાદિમાં પ્રમેયત્વ છે. ત્યાં એકેય સંયોગ નથી. આમ આ હેતુ પણ પ્રમેયત્વમાં છે. અને આ હેતુ એ સંયોગસામાન્યાભાવનો અવચ્છેદક બનતો નથી. એટલે પાછો વ્યભિચાર આવશે.
પૂર્વપક્ષ: ના ભાઈ. ગુણાદિ સાતેય પદાર્થોમાં પ્રમેયત્વ છે અને ત્યાં બધે જ સંયોગસામાન્યાભાવ છે જ. હવે દ્રવ્યોમાં તો સંયોગસામાન્યાભાવ સિદ્ધ જ કરવાનો બાકી છે. જો એ સિદ્ધ થઈ જાય તો જ્યાં પ્રમેયત્વ ત્યાં બધે જ સંયોગસામાન્યાભાવ સિદ્ધ થવાથી પ્રમેયત્વ એ સંયોગસામાન્યાભાવાવચ્છેદક બની જ જાય. પણ દ્રવ્યોમાં સંયોગસામાન્યાભાવ સિદ્ધ થતું નથી. તેમ "તે નથી" એવું પણ સિદ્ધ નથી થયું. અને એટલે જ જેમ વૃક્ષત્વ એ સંયોગસામાન્યાભાવાચ્છેદક તરીકે સિદ્ધ કરવાનું છે. તેમ પ્રમેયત્વમાં પણ એ સિદ્ધ કરવાનું બાકી છે. અર્થાત્ પ્રમેયત્વ, સત્તા વિગેરે પક્ષસમાન છે. અને પક્ષસમાનમાં સાધ્યાભાવ નક્કી ન હોવાથી વ્યભિચાર આપી ન શકાય. જેમાં સાધ્ય હોવાની શંકા હોય તે બધાં પક્ષ તરીકે ગણાય. એટલે પ્રમેયત્વાદિમાં વ્યભિચાર આપી શકાતો નથી.
जगदीशी परेणान्वयः ।
--
ગત: સ્વરૂપસિદ્ધિમાદ- *યથા તિ* *પ્રતિમિતિ*। -ભિન્નત્વેડીતિ
चन्द्रशेखरीयाः तथापि स्वरूपासिद्धिदोषो भवति । तथा हि-घटाव्यवहितपूर्ववृत्तिता सर्वेषु दण्डेषु वर्तते । किन्तु सा जातिर्नास्ति, अतः सा सर्वेषु दण्डेषु भिन्नैव । तथा च यथा सर्वेषु दण्डेषु विद्यमानानां परस्परभिन्नानां घटपूर्ववर्तितानां अवच्छेदकं एकमेव दंडत्वं भवति । तथैव सर्वेषु द्रव्येषु विद्यमानानां परस्परभिन्नानामपि संयोगानां अवच्छेदकं एकमेव : द्रव्यत्व-वृक्षत्वादिकं भवितुमर्हति इति वृक्षत्वादौ संयोगसामान्यानवच्छेदकत्वरूपहेतोरसत्वात् स्वरूपासिद्धिर्भवति ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ તો પણ સ્વરૂપાસિદ્ધિ દોષ આવશે, તે આ પ્રમાણે-જેમ દરેક દંડમાં જે ઘટપૂર્વવૃત્તિત્વ રહેલું છે. તે જાતિ ન હોવાથી દરેકદંડમાં જુદું જુદું છે. અને આમ છતાં દંડત્વ એ ઘટપૂર્વવૃત્તિત્વનો અવચ્છેદક બને છે. તેમ ભલે સંયોગ એ દરેક અવયવોમાં જુદો જુદો હોય તો પણ એ સંયોગસામાન્યનું અવચ્છેદક દ્રવ્યત્વ વૃક્ષત્વ માનવામાં કોઈ વાંધો નથી. અર્થાત્ વૃક્ષના પ્રત્યેક અવયવોમાં ભલે જુદા જુદા સંયોગ હોય તો પણ વૃક્ષત્વ જુદા જુદા તમામ સંયોગોનો અવચ્છેદક બને જ છે. એટલે તેમાં સંયોગસામાન્યાનવચ્છેદકત્વ રહેતું જ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ દોષ આવે છે.
****
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ♦ ૧૦૭