________________
૮૩
માટે ક્રિયા કરતી હોય તો તે વિભાગને એકકર્મજ વિભાગ કહેવાય. દા.ત. → પર્વત ઉપરથી પક્ષી ઊડી જતાં પર્વત અને પક્ષીનો જે વિભાગ તે. (૨) જો બંને વસ્તુ છૂટા પડવા માટે ક્રિયા કરતી હોય તો તે વિભાગને દ્વયકર્મજ વિભાગ કહેવાય. દા.ત. → બન્ને કુસ્તીબાજ અથડાઇને છૂટા પડે ત્યારે તેમનો થયેલો વિભાગ તે... (૩) વિભાગથી ઉત્પન્ન થયેલા વિભાગને વિભાગજ વિભાગ કહેવાય છે. દા.ત. → હાથ અને પુસ્તકના વિભાગથી શરીર અને પુસ્તકનો જે વિભાગ ઉત્પન્ન થાય છે તે...
પરત્વાપરત્વે - નિરૂપણ
मूलम् : परापरव्यवहारासाधारणकारणे परत्वापरत्वे । पृथिव्यादिचतुष्टयमनोवृत्तिनी। ते च द्विविधे। दिक्कृते कालकृते चेति । दूरस्थे दिक्कृतं परत्वम् । समीपस्थे दिक्कृतमपरत्वम् । ज्येष्ठे कालकृतं परत्वम् । कनिष्ठे कालकृतमपरत्वम् ॥
‘આ આનાથી પર છે’ એ પ્રમાણે પર વ્યવહારના અસાધારણ કારણને પરત્વ કહેવાય છે અને ‘આ આનાથી અપર છે' એ પ્રમાણે અપર વ્યવહારના અસાધારણ કારણને અપરત્વ કહેવાય છે. આ બંને ગુણો પૃથિવી, જલ, તેજ, વાયુ અને મનમાં રહે છે અને દિકૃત (દૈશિક) અને કાલકૃત (કાલિક) ભેદથી બે પ્રકારના છે. દૂર રહેલા દ્રવ્યમાં દૈશિક પરત્વ છે. સમીપ રહેલા દ્રવ્યમાં દૈશિક અપરત્વ છે. જેની ઉત્પત્તિમાં વધારે કાલ થયો હોય એવા જયેષ્ઠમાં કાલિક પરત્વ છે. જેની ઉત્પત્તિમાં ઓછો કાલ થયો હોય એવા કનિષ્ઠમાં કાલિક અપરત્વ છે.
(प० ) परेति । परव्यवहारासाधारणं कारणं परत्वम् । अपरव्यवहारासाधारणं कारणमपरत्वमित्यर्थः । दण्डादिवारणाय परव्यवहारेति । कालादिवारणाय असाधारणेति । परव्यवहारत्ववारणाय कारणेति । एवमेव द्वितीयेऽपि बोध्यम् ॥
*પકૃત્ય *
પર અને અપર વ્યવહારના અસાધારણ કારણને અનુક્રમે પરત્વ અને અપરત્વ કહેવાય છે. અહીં પરત્વના લક્ષણમાં વ્યવહારના અસાધારણ કારણ દંડમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે ‘પરવ્યવહાર’ પદનું ઉત્પાદન છે. સાધારણ કારણ એવા કાલમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે ‘અસાધારણ’ પદનું ઉત્પાદન છે. પરવ્યવહારત્વમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે ‘ારણ’ પદનું ઉપાદાન છે. એ પ્રમાણે બીજામાં = અપરત્વના લક્ષણમાં પણ જાણવું.
(આ પરત્વાપરત્વ લક્ષણનું પદકૃત્ય પરિમાણના લક્ષણ પ્રમાણે જાણવું.) વિશેષાર્થ :
* દૈશિક પરત્વાપરત્વની ઉત્પત્તિ ઃ (એ) ઘણા મૂર્તદ્રવ્યોના સંયોગના જ્ઞાનથી દૈશિક પરત્વ ઉત્પન્ન થાય છે. દા.ત. → સુરતની અપેક્ષાએ અમદાવાદથી બોમ્બે દૂર છે. તો અહીં સુરતની અપેક્ષાએ અમદાવાદ અને બોમ્બે વચ્ચે મૂર્તદ્રવ્યોનો સંયોગ વધારે છે. તેથી સુરતની