________________
શ્રીશંવેશ્વર પાર્શ્વનાથાય નમ: श्रीमदन्नम्भट्टप्रणीतः।
श्रीतर्कसंग्रहः।
न्यायबोधिनी - पदकृत्यव्याख्योपेतः। ભૂમિકા : આ તર્કસંગ્રહ એક દાર્શનિક ગ્રન્થ છે. દર્શન ઘણા છે પરંતુ હમણા પ્રચલનમાં નવદર્શન છે. તે આ પ્રમાણે
દર્શન
વૈદિક દર્શન (૬)
અવૈદિક દર્શન (૩) સામવેદ, ગૂવેદ વગેરે વેદોને
વેદોને જે પ્રમાણભૂત જે પ્રમાણભૂત માને તે
ન માને તે ન્યાય વૈશેષિક સાંખ્ય યોગ મીમાંસક વેદાન્ત જૈન બોદ્ધ ચાર્વાક
જેમ જૈનોનું મૂળ સૂત્ર તત્ત્વાર્થ છે અને સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયાદિ પ્રકરણ ગ્રન્થ છે તેમ છ વૈદિક દર્શનમાંથી ન્યાય અને વૈશેષિક દર્શનના સમન્વયરૂપ આ તર્કસંગ્રહ એક પ્રકરણ ગ્રન્થ છે.
શંકા : આ ગ્રન્થ ન્યાય અને વૈશેષિકના સમન્વય રૂપ કઈ અપેક્ષાએ છે?
સમા. : ન્યાયદર્શન ચાર પ્રમાણને અને સોળ પદાર્થને માને છે, જ્યારે વૈશેષિકદર્શન બે જ પ્રમાણને અને સાત પદાર્થને સ્વીકારે છે. આ તર્કસંગ્રહ ગ્રન્થમાં પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણો બતાવ્યા છે, જે ન્યાયદર્શનના આધારે છે અને દ્રવ્યાદિ સાત પદાર્થોનું પણ નિરૂપણ કર્યું છે, જે વૈશેષિકદર્શનના આધારે છે. આના પરથી સમજી શકાય છે કે, આ તર્કસંગ્રહ ગ્રન્થ ન્યાયવૈશેષિક ઉભયને જણાવનારો પ્રકરણ ગ્રન્થ છે.
શંકા : તર્કસંગ્રહ વગેરે ઈતરદર્શનના ગ્રન્થો શા માટે ભણવા જોઈએ ?
સમા. : ન્યાયશાસ્ત્ર ભણવાથી બુદ્ધિ સૂક્ષ્મ થાય છે અને તર્કશક્તિ ખીલે છે, જેના કારણે સર્વદાર્શનિક ગ્રન્થોમાં સહેલાઈથી પ્રવેશ કરી શકાય છે. એટલે છાત્ર જૈનદર્શનાદિના તાત્વિક ગ્રન્થોને સમજવામાં પણ સફળ બની શકે છે. કહેવાયું છે કે “દંપણિનીયં સર્વશાસ્ત્રોપwારનું
*મૂલ તર્કસંગ્રહ ગ્રન્થ ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે જેમકે - દીપિકા, સિદ્ધાન્તચોદય, લઘુબોધિની, નિરુક્તિ, ન્યાયબોધિની, પદત્ય, વિગેરે. એમાંથી આ મૂલગ્રન્થ ઉપર ન્યાયબોધિની અને પદત્ય એમ બે ટીકાનું વિવરણ કરવાનો પ્રયાસ કરાય છે. તેમાં મૂલગ્રન્થના રચયિતા અન્નભટ્ટાચાર્ય, ન્યાયબોધિનીના ગોવર્ધન પંડિત અને પદકૃત્યના ચંદ્રસિંહ છે.