________________
૫૪
શંકા : વિશેષગુણો કયા કયા છે ? સમા. : પન્થો રસઃ સ્પર્શ: નેદઃ સાંસિદ્ધિો દ્રવ:
बुद्धयादिभावनान्ताश्च शब्दो वैशेषिका गुणाः ॥ ‘રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, સ્નેહ, સાંસિદ્ધિકદ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન ધર્મ, અધર્મ, ભાવનાત્મક સંસ્કાર અને શબ્દ” આ વિશેષગુણો છે. આ વિશેષગુણનું કોઈ સ્વતંત્ર લક્ષણ નથી. તે માત્ર એક પારિભાષિક સંજ્ઞા છે.
શંકા : “આકાશમાં એકમાત્ર શબ્દ જ વિશેષગુણ છે' એવું દ્યોતન કરવા માટે આકાશના લક્ષણમાં તમે “ગુણ' પદ લખ્યું છે, તો પછી વાયુમાં પણ “સ્પર્શ' નામનો એક જ વિશેષગુણ હોવાથી વાયુના લક્ષણમાં “ગુણ' પદનો નિવેશ કેમ નહીં?
સમા. : તમારી વાત બરાબર છે. તેથી જ તર્કસંગ્રહની વાક્યવૃત્તિ, સિદ્ધાંતચંદ્રોદય વગેરે ટીકામાં કહ્યું છે કે “મટ્ટાનાં મતે શબ્દસ્થ દ્રવ્યત્વેન નિર/સાર્થ ગુપમુપત્તિમ્' અર્થાત્ ભાટુ મીમાંસકો શબ્દને દ્રવ્ય માને છે. તેમના મતનું નિરાસન કરવા માટે આકાશના લક્ષણમાં ગુણ' પદનો નિવેશ છે. આવું કહેવું વધારે યોગ્ય છે.
વિમુદ્રવ્ય.. * વિભુના લક્ષણમાં ‘મૂર્તદ્રવ્યસંયોત્વિ' આટલું જ કહીએ તો ઘટાદિને પણ વિભુ કહેવાની આપત્તિ આવશે. કારણ કે ઘટાદિનો પણ પૃથિવી, જલ, તેજ અને વાયુની સાથે સંયોગ તો છે જ. જ્યારે એક જ સમયમાં સર્વ દેશમાં રહેલા પૃથિવી વગેરે બધા જ મુર્ત દ્રવ્યોની સાથે સંયોગ તો આકાશાદિ વિભુ દ્રવ્યો જ કરી શકે. માટે લક્ષણમાં સર્વ પદ જરૂરી છે.
જો “સર્વ દ્રવ્યનો જે સંયોગ કરે છે તે વિભુ છે આટલું જ કહીએ તો કેટલાક નૈયાયિકોની માન્યતા છે કે, વિભુનો વિભુની સાથે સંયોગ ન હોય અર્થાત્ આકાશનો આકાશ, કાલ અને દિશા આ ત્રણ દ્રવ્યની સાથે સંયોગ ન હોય, તેવી રીતે કાલ અને દિશાનો પણ આકાશાદિ ત્રણની સાથે સંયોગ ન હોય. આમ આકાશ, કાલ અને દિશા જે વિભુ છે એમાં વિભુનું લક્ષણ ન ઘટવાથી અસંભવ દોષ આવશે. પરંતુ વિભુના લક્ષણમાં મૂર્તિ પદના નિવેશથી અસંભવ દોષ નહીં આવે કારણ કે આકાશ, કાલ અને દિશા આ ત્રણ મૂર્તદ્રવ્યો નથી.
નોંધ : ન્યાયદર્શનમાં વિષ્ણુ અને વ્યાપક એ બન્ને શબ્દમાં ફરક છે. વ્યાપક = વ્યાખનો “સાપેક્ષ' પદાર્થ. જેવી રીતે વનિ ધૂમની અપેક્ષાએ વ્યાપક છે. જ્યારે વિભુ = સર્વત્ર સ્થિતિવાન, સર્વત્ર અસ્તિત્વવાનું, સર્વત્ર વિદ્યમાન એવો અર્થ જાણવો.
ભૂતદ્રવ્ય. ... “ઈન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષગુણવાળાને ભૂત કહેવાય છે એટલું જ ભૂતદ્રવ્યનું લક્ષણ કરીએ તો, મન-ઇન્દ્રિય દ્વારા પણ સુખ, દુઃખ વગેરે વિશેષગુણોનો અનુભવ થતો હોવાથી સુખ, દુઃખાદિવાળા આત્માને પણ ભૂતદ્રવ્ય કહેવાની આપત્તિ આવશે. તેથી ભૂતના લક્ષણમાં ‘બહિર” પદનો નિવેશ છે.
શંકા : ભૂતનું બહિરિન્દ્રિય...' ઇત્યાદિ લક્ષણ કરવા છતાં પણ પરમાણુમાં અવ્યાપ્તિ આવે છે. કારણ કે પરમાણુનું રૂપ વિશેષગુણ હોવા છતાં પણ બહિરિન્દ્રિય એવી