________________
૫૧ તેનો વ્યાપક એવો અભાવ = ગન્ધભેદ છે. કારણ કે જેવી રીતે ભૂતલ ઉપર ઘટ રહેવા છતાં પણ ઘટ એ ભૂતલ સ્વરૂપ નથી. તેથી ઘટનો ભેદ (અન્યોન્યાભાવ) ભૂતલમાં મળે છે. તેવી રીતે પૃથ્વી એ ગન્ધ સ્વરૂપ ન હોવાથી પૃથ્વીમાં પૃથ્વીત્વની સાથે ગન્ધભેદ પણ રહેશે. તે ભેદ સ્વરૂપ અભાવનો પ્રતિયોગી ગબ્ધ છે. તેથી તાદેશપ્રતિયોગિત્ય સ્વરૂપ અસંભવદોષનું લક્ષણ ગન્ધ' રૂપ સદ્ધક્ષણમાં જતું રહેશે.
પરંતુ “અભાવ' પદથી અત્યન્તાભાવનું ગ્રહણ કરશું તો કોઈ આપત્તિ નહીં આવે કારણ કે લક્ષ્યાવચ્છેદક પૃથ્વીત્વનો વ્યાપકીભૂત અત્યંતાભાવ તરીકે ગન્ધનો અભાવ નહીં લઈ શકાય. કારણ કે જ્યાં જ્યાં પૃથ્વીત્વ છે ત્યાં ત્યાં ગન્ધનો અભાવ તો નહીં જ મળે. (ગધુ એ પૃથ્વીને છોડીને બીજે ક્યાંય રહેતી નથી. તેથી તાદશઅભાવનું પ્રતિયોગિત્વ ‘ગબ્ધ' રૂપ સદ્ધક્ષણમાં ન જવાથી નાતિવ્યાપ્તિ.
(प० ) रूपेति । घटादिवारणाय विशेषणम्। आकाशादिवारणाय विशेष्यम्। इन्द्रियमिति। चक्षुरादिवारणाय स्पर्शग्राहकमिति।कालेऽतिव्याप्तिवारणाय इन्द्रियमिति। वृक्षेति। आदिपदेन जलादिपरिग्रहः। शरीरान्तरिति। महावाय्वादावतिव्याप्तिवारणाय विशेषणम्। मनआदिवारणाय विशेष्यम्। धनंजयवारणाय संचारीति। उपाधीति। मुखनासिकाभ्यां निर्गमनप्रवेशनात्प्राणः, जलादेरधोनयनादपानः, भुक्तपरिणामाय जाठरानलस्य समुन्नयनात्समानः, अन्नादेरुनयनादुदानः, नाडीमुखेषु वितननाद्व्यान इति क्रियारूपोपाधिभेदात्तथा व्यवह्रियत इत्यर्थः ॥
* પદકૃત્ય છે * “પહિત સતિ સ્પર્શવત્વમ' વાયુના આ લક્ષણમાં માત્ર, “જે સ્પર્શવાળો છે તે વાયુ કહેવાય છે” આટલું જ કહીએ તો ઘટાદિ પણ સ્પર્શવાળા હોવાથી તેમાં લક્ષણ જતું રહેશે પરંતુ
પરહિતત્વે સતિ' આ વિશેષણાંશના નિવેશથી ઘટાદિમાં વાયુનું લક્ષણ જશે નહીં કારણ કે ઘટાદિમાં રૂપનો અભાવ નથી. જો પરહિતત્વ' આટલું જ કહીએ તો આકાશ, કાલ, આત્મા અને મન પણ રૂપરહિત હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘સર્ણવત્ત્વ' પદના નિવેશથી આકાશાદિમાં વાયુનું લક્ષણ જશે નહીં. કારણ કે આકાશાદિ સ્પર્શવાળા નથી.
* ‘સ્પર્શગ્રાહત્વે પતિ દ્વયત્વ'વગિન્દ્રિયના આ લક્ષણમાં ‘ન્દ્રિયં ત્વ' આટલું જ કહીએ તો ચક્ષુ વગેરે પણ ઈન્દ્રિય હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. “અર્શાદ' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ચક્ષુ વગેરે ઈન્દ્રિય સ્પર્શગ્રાહક નથી. જો “ન્દ્રિય' પદનું ઉપાદાન ન કરીએ તો કાર્યમાત્રમાં કારણભૂત કાલ, દિશા, પ્રતિબંધકાભાવ વગેરે સ્પર્શગ્રાહક હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. “ન્દ્રિય' પદના નિવેશથી કાલ વગેરે ઈન્દ્રિય ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે. વૃક્ષાવિષ્પન હેતુ:' આ પ્રમાણે મૂળમાં જે