________________
૪૫
સ્પર્શ એ ગુણ છે. તેથી વાયુમાં સમવાયસંબંધથી રહેતો હોવાથી સ્પર્શમાં રહેલી આધેયતાનો અવચ્છેદક સંબંધ સમવાય છે. તે સમવાયસંબંધથી સ્પર્શનું અધિકરણ કાલ નહી બને પરંતુ વાયુ જ બનશે. આમ, રૂપાભાવ અને સ્પર્શ બન્નેનું એક અધિકરણ વાયુ બનવાથી નાતિવ્યાપ્તિ.
ગત: વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે....‘ સમવાયસંબંધાવચ્છિન્ન-પત્વાચ્છિન્નइतरधर्मानवच्छिन्न- रूपनिष्ठप्रतियोगिताका भावनिष्ठअभावीयविशेषणतासंबंधावच्छिन्नाधेयतानिरूपितनिरवच्छिन्नाधिकरणतावत्त्वे सति समवायसंबंधावच्छिन्नस्पर्शनिष्ठाधेयतानिरूपिताधिकरणताश्रयत्वम् '
સ્પર્શનિષ્ઠ આધેયતાવચ્છેદક ધર્મનો નિવેશ
શંકા : વાયુનું ઉપરોક્ત લક્ષણ પણ દોષવાળું છે. કારણ કે તાદશ રૂપાભાવ વિશિષ્ટ એતદ્ વાયવીય સ્પર્શ = અમુક સ્પર્શ પણ છે અને તેનાવાળો એતદ્ કાલીન વાયુ થશે. આમ લક્ષણ હતું યાવદ્ વાયુનું અને ગયું વાયુના એક ભાગમાં તેથી અવ્યાપ્તિ આવે છે.
સમા. અમે વાયુના લક્ષણમાં સ્પર્શમાં રહેલી આધેયતાના અવચ્છેદક ધર્મનો નિવેશ કરશું તેથી અવ્યાપ્તિ દોષ આવશે નહીં. તે આ પ્રમાણે → આધેયમાં રહેલો અન્યનાનતિરિક્ત ધર્મ આધેયતાનો અવચ્છેદક ધર્મ કહેવાય છે. આ નિયમથી સ્પર્શમાં રહેલી આધેયતાનો અવચ્છેદક ધર્મ ‘સ્વર્ણત્વ' બનશે અને આધેયતા સ્પર્શાચ્છિન્ન બનશે.
હવે જેમ ગન્ધત્વેન ગન્ધ બોલવાથી સુરભિ અને દુરભિ બન્ને ગન્ધનું ગ્રહણ થાય છે. તેવી રીતે સ્પર્શવેન સ્પર્શ બોલવાથી બધા જ વાયવીય સ્પર્શનું ગ્રહણ થશે અને એ યાવદ્ સ્પર્શવાળો એતદ્કાલીન વાયુ નહીં પરંતુ યાવદ્ વાયુ થશે. તેમજ અભાવીયવિશેષણતા સંબંધથી રૂપાભાવ તો વાયુમાં રહ્યો જ છે. તેથી નાવ્યાપ્તિ.
અત: વાયુનું લક્ષણ આ પ્રમાણે થશે.... ‘સમવાયસંબંધાવચ્છિન્ન-પત્નાવચ્છિન્નइतरधर्मानवच्छिन्नरूपनिष्ठप्रतियोगिताकाभावनिष्ठाभावीयविशेषणतासंबंधाविच्छन्नाधेयतानिरूपितनिर
वच्छिन्नाधिकरणतावत्त्वे सति समवायसंबंधावच्छिन्नस्पर्शत्वावच्छिन्नस्पर्शनिष्ठाधेयतानिरूपिताधिकरणताश्रयत्वम्'
જાતિ ઘટિત લક્ષણનો નિવેશ
શંકા : અરે ભાઈ, વાયુનું આટલું મોટું લક્ષણ કરવા છતા પણ હજી તમારા લક્ષણમાં અવ્યાપ્તિ દોષ ઊભો તો છે જ કારણ કે ‘ઉત્પન્ન ક્ષળ દ્રવ્ય નિર્મુળ નિષ્ક્રિયØ તિવ્રુત્તિ' આ નિયમથી પ્રથમ ક્ષણે ઉત્પન્ન થયેલો વાયુ ગુણ અને ક્રિયા વગરનો છે. તેથી પ્રથમ ક્ષણના વાયુમાં રૂપાભાવ તો રહે છે. પરંતુ સ્પર્શ એ ગુણ હોવાથી નથી રહેતો. તેથી વાયુનું લક્ષણ વાયુના જ એક દેશમાં નહીં ઘટવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.
સમા. : વાયુનું આ પ્રમાણે જાતિઘટિત લક્ષણ કરશું. તેથી અવ્યાપ્તિદોષ નહીં આવે કારણ કે રૂપાભાવથી
‘તાદૃશરૂપામાવવિશિષ્ટસ્વર્ણવવૃત્તિદ્રવ્યત્વવ્યાપ્યજ્ઞાતિમત્ત્વ વાયોર્જક્ષળમ્’