________________
૩૪
હોવા છતાં પણ શીતસ્પર્શ સ્વરૂપ ગુણવાળું તો નથી જ. અહીં ‘કાશવિવારVTય પતિ' આવો જે પાઠ મળે છે, તેને સંગત કરવા માટે આ રીતે સમાધાન આપ્યું છે.
નોંધ :- પરંતુ વાસ્તવિક રીતે તો લક્ષણમાં “સ્પર્શ' પદનો નિવેશ કરવા છતાં પૂર્વવત્ દોષ ઊભો જ છે. જેમ “શીત' પદને શબ્દરૂપે ગ્રહણ કરી શકાય છે તેમ “શીતસ્પર્શને પણ કોઈ શબ્દરૂપે ગ્રહણ કરે તો શીતસ્પર્શરૂપ શબ્દવાળો ફરી આકાશ બની જશે.
મારું માનવું એવું છે કે જલના અવયવમાં આવતી અવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં પર્શ' પદનો નિવેશ છે. તે આ પ્રમાણે - જેવી રીતે “રક્ત” શબ્દ દ્રવ્ય અને ગુણ બનેને જણાવે છે, તેવી જ રીતે “શીત” શબ્દ પણ દ્રવ્યવાચી અને ગુણવાચી છે. કોઈ ‘શીત’ શબ્દને દ્રવ્યવાચી તરીકે ગ્રહણ કરી લે તો શીત = જલ થશે અને સમવાયસંબંધથી તે જલવાળા જલના અવયવો થશે. લક્ષણ હતું જલનું અને ગયું જલના એક દેશ = જલાવયવમાં. તેથી અવયવીભૂત જલમાં અવ્યાપ્તિ દોષ આવે છે. પરંતુ લક્ષણમાં ‘સ્પર્શ' પદના ઉપાદાનથી અવ્યાપ્તિ દોષ આવતો નથી. કારણ કે “શીત’ શબ્દ ભલે દ્રવ્ય અને ગુણને જણાવે છે પરંતુ “શીતસ્પર્શ આ પદ તો ગુણને જ જણાવે છે. તેથી શીતસ્પર્શવાળું જલ જ બનશે.
* શીતસ્પર્શવત્ત્વમ્ આવું પણ જલનું લક્ષણ કરવા છતા કાલાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે કાલિક સંબંધથી શીતસ્પર્શ કાલમાં અને આદિથી અનિત્ય પદાર્થમાં પણ રહે છે. તેથી શીતસ્પર્શવાળા કાલાદિ પણ થઈ જશે. પરંતુ સમવાયસંબંધથી શીતસ્પર્શવત્વે’ લઈશું તો કાલાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સમવાય સંબંધથી શીતસ્પર્શ તો માત્ર જલમાં જ રહે છે.
ન્દ્રિપતિ ...સં . ઇન્દ્રિયના લક્ષણનું પદકૃત્ય જણાવે છે – “રસપ્રહત્વે સતિ યિત્વે રસનેન્દ્રિયસ્થ નક્ષત્' અર્થાતુ “જે ઇન્દ્રિય રસને ગ્રહણ કરે છે તેને રસનેન્દ્રિય કહેવાય છે. ત્વગાદિ ઇન્દ્રિયોમાં અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં “રસપ્રદઋત્વે સતિ' પદનું ઉપાદાન છે. અને રસનેન્દ્રિયની સાથે રસનો જે સન્નિકર્ષ છે, તેમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં “ન્દ્રિયત્વ' પદનું ઉપાદાન છે. તથા મૂલમાં “સરિત્સમુદ્રાદ્રિ' લખ્યું છે, તેમાં આદિ પદથી તળાવ, હિમ, કરા વગેરેને પણ વિષય રૂપે ગ્રહણ કરવા. વિશેષાર્થ :
અહીં જલના “શીતસ્પર્શવત્વમ્ લક્ષણમાં આવતા દોષોનો પરિહાર કરતા “સમવાયસંવર્ધન શીતસ્પર્શવવૃત્તિદ્રવ્યત્વવ્યાજ્ઞાતિમત્ત્વમ્' આ પ્રમાણે જલનું નિર્દષ્ટ લક્ષણ પૃથિવીના નિર્દષ્ટ લક્ષણ પ્રમાણે જાણવું તથા રસનેન્દ્રિયનું લક્ષણ પણ પ્રાણેન્દ્રિયના લક્ષણ પ્રમાણે જાણવું.
તેજો - નિરૂપણ मूलम् : उष्णस्पर्शवत्तेजः। तच्च द्विविधम्-नित्यमनित्यं च। नित्यं परमाणुरूपम्। अनित्यं कार्यरूपम्। पुनस्त्रिविधं-शरीरेन्द्रियविषयभेदात्। शरीरमादित्यलोके प्रसिद्धम्।