________________
૨૯
પ્રાગભાવનો પ્રતિયોગી બને છે. ઘટ, પટાદિ દરેકનો ધ્વંસ પણ થાય છે અને ઉત્પત્તિ પણ થાય છે માટે ઘટાદિ ધ્વંસના પણ પ્રતિયોગી છે અને પ્રાગભાવના પણ પ્રતિયોગી છે. તેથી ઘટાદ અનિત્ય પદાર્થ કહેવાય છે. તેમજ પ્રાગભાવની ઉત્પત્તિ થતી ન હોવાથી પ્રાગભાવ ભલે પ્રાગભાવનો પ્રતિયોગી ન બને પરંતુ પ્રાગભાવ ધ્વંસનો પ્રતિયોગી બની જશે કારણ કે ‘ઘટપ્ર।।માવો નષ્ટ:’ અર્થાત્ ‘ઘટપ્રાગભાવનો ધ્વંસ થયો’ એવી પ્રતીતિ થાય છે. તેવી જ રીતે ધ્વંસનો ધ્વંસ થતો ન હોવાથી ધ્વંસ ભલે ધ્વંસનો પ્રતિયોગી ન બને પરંતુ ધ્વંસ એ પ્રાગભાવનો પ્રતિયોગી બની જશે. કારણ કે ‘ઘટધ્વંસો મવિષ્યતિ’ અર્થાત્ ‘ઘટનો ધ્વંસ થશે' એવી પ્રતીતિ થાય છે. આ રીતે પ્રાગભાવ અને ધ્વંસ આ બન્ને ક્રમશઃ ધ્વંસ તથા પ્રાગભાવના પ્રતિયોગી બનવાથી બન્ને અનિત્ય છે. આ રીતે ઘટાદિ, ધ્વંસ અને પ્રાગભાવ સ્વરૂપ અનિત્યોમાં અનિત્યનું લક્ષણ જવાથી લક્ષણ સમન્વય થયું. અનિત્ય લક્ષણનું પદકૃત્ય
* જો ‘ધ્વંસપ્રતિત્વિમ્’ને જ અનિત્યનું લક્ષણ ગણીએ તો ધ્વંસ એ ધ્વંસનો પ્રતિયોગી ન હોવાથી ઉપરોક્ત અનિત્યનું લક્ષણ અનિત્ય એવા ધ્વંસમાં જશે નહીં. પરંતુ ‘પ્રશમાવપ્રતિયોનિત્વમ્’ પદ બોલશું તો અનિત્ય એવા ધ્વંસનું પણ ગ્રહણ થઈ જશે કારણ કે ધ્વંસની ઉત્પત્તિ થતી હોવાથી અનિત્ય એવો ધ્વંસ પ્રાગભાવનો તો પ્રતિયોગી છે જ.
* એવી જ રીતે માત્ર ‘પ્રભાવપ્રતિયોશિત્વમ્'ને જ અનિત્યનું લક્ષણ ગણીએ તો પ્રાગભાવની ઉત્પત્તિ ન થતી હોવાથી પ્રાગભાવ એ પ્રાગભાવનો પ્રતિયોગી ન બની શકે તેથી ઉપરોક્ત અનિત્યનું લક્ષણ અનિત્ય એવા પ્રાગભાવમાં જશે નહીં. પરંતુ ‘ધ્વંસપ્રતિયોનિસ્ત્વમ્’ પદ બોલશે તો અનિત્ય એવા પ્રાગભાવનું પણ ગ્રહણ થઈ જશે કારણ કે પ્રાગભાવ ભલે પ્રાગભાવનો પ્રતિયોગી ન બને પણ પ્રાગભાવનો ધ્વંસ થતો હોવાથી પ્રાગભાવ ધ્વંસનો પ્રતિયોગી તો છે જ.
ટૂંકમાં અનિત્યના લક્ષણનું ‘ધ્વંસપ્રતિયોગિત્વ’ પદ અનિત્ય એવા પ્રાગભાવને ગ્રહણ કરવા માટે અને ‘પ્રભાવપ્રતિયોગિત્વ’ પદ અનિત્ય એવા ધ્વંસને ગ્રહણ ક૨વા માટે જરૂરી છે. શંકા : ધ્વંસપ્રભાવોમયપ્રતિયોશિત્વમનિત્યસ્ય તક્ષળમ્' આવું અનિત્યનું લક્ષણ કરો. ‘વા’ પદની જરૂર શું છે ?
સમા.
જે ધ્વંસ તથા પ્રાગભાવ એમ બન્નેના પ્રતિયોગી હોય તે અનિત્ય છે' એવું
કહેવામાં આવે તો ઘટાદિનો નાશ તથા ઉત્પત્તિ પણ થાય છે તેથી ઘટાદિ ધ્વંસ અને પ્રાગભાવ એમ બન્નેનો પ્રતિયોગી બનવાથી ઉપરોક્ત લક્ષણ ઘટાદિમાં તો ઘટી જશે. પરંતુ અનિત્ય એવા ધ્વંસ કે પ્રાગભાવમાં નહીં ઘટે કારણ કે ધ્વંસ એ પ્રાગભાવનો પ્રતિયોગી છે, પરંતુ ધ્વંસનો પ્રતિયોગી નથી તથા પ્રાગભાવ એ ધ્વંસનો પ્રતિયોગી છે પણ પ્રાગભાવનો પ્રતિયોગી નથી. ધ્વંસ કે પ્રાગભાવ આ બન્નેમાંથી એક પણ ધ્વંસ તથા પ્રાગભાવ એમ બન્નેના એકી સાથે પ્રતિયોગી બનતા નથી. તેથી અનિત્ય એવા ધ્વંસ અને પ્રાગભાવમાં