________________
૨૩ આધેયતાવચ્છેદક સંબંધનો નિવેશ શંકા : તમે જે પ્રથિવીનું લક્ષણ કર્યું છે તે કાલમાં અતિવ્યાપ્ત થાય છે. કારણ કે કહ્યું છે “ગાનાં નન: તો ગાતામાશ્રયો મતઃ' (મુક્તાવલી) અર્થાત્ કાલિક સંબંધથી કાળ જગતનો આધાર મનાયો છે, તેથી કાલિક સંબંધથી કાલ એ ગન્ધનો પણ આધાર બનશે. આ રીતે કાલિક સંબંધન સ્થનિકાધેયતાનિરૂપિતાધરતાવાન' કાળ પણ બની જશે. લક્ષણ હતું પૃથિવીનું અને કાળમાં પણ ગયું તેથી અતિવ્યામિ દોષ આવશે.
સમા. : આ અતિવ્યાપ્તિને દૂર કરવા માટે અમે લક્ષણમાં આધેયતાવચ્છેદક સંબંધનો નિવેશ કરશું કારણ કે અવરચ્છેદક સંબંધ અને અવચ્છેદક ધર્મથી જ વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે.
આધેયતાનો અવચ્છેદક સંબંધ કોને કહેવાય? “આધેય પોતાના અધિકરણમાં જે સંબંધથી રહે છે તે સંબંધને આધેયતાનો અવચ્છેદક સંબંધ કહેવાય છે. અહીં ગન્ધ આધેય પૃથિવીરૂપ અધિકરણમાં સમવાયસંબંધથી રહે છે કારણ કે ગુણ અને ગુણી વચ્ચે સમવાયસંબંધ છે. માટે આધેયતાનો અવચ્છેદક સબંધ સમવાય બનશે. અને તેથી આધેયતા પણ “ય: સંવન્યો યાવચ્છે: એ તસંન્યાવચ્છિન્ન’ આ નિયમથી સમવાયસંબંધથી અવચ્છિન્ન બનશે. માટે લક્ષણ આ પ્રમાણે થશે--સમવાયસંવત્થાવર્ઝનન્યનિષ્ઠાધેયાતનિરૂપિતધરતીવર્વ Jથવ્યા નક્ષત્ આવું પૃથિવીનું લક્ષણ કરવાથી કાળમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે સમવાયસંબંધથી તો ગબ્ધ માત્ર પૃથિવીમાં જ રહે છે.
આધેયતાવચ્છેદક ધર્મનો નિવેશ શંકા : તમારું આવું પણ પૃથિવીનું લક્ષણ અતિવ્યાપ્તિ વગેરે દોષવાળું છે. તે આ પ્રમાણે જેમ ગન્ધમાં ગન્ધત્વ ધર્મ રહે છે તેમ ગુણત્વ, સુરભિત્વ, દુરભિત્વ વગેરે બીજા પણ ઘણા ધર્મો રહે છે. એમાંથી જે ધર્મને આગળ કરીએ તેવા આકારનું જ્ઞાન થાય છે. જેમ કે - ગન્ધત્વ ધર્મને આગળ કરીએ તો “આ ગબ્ધ છે' એવું જ્ઞાન થાય, સુરભિત્વ ધર્મને આગળ કરીએ તો “આ સુરભિગબ્ધ છે” એવું જ્ઞાન થાય.....
હવે કોઈ વ્યક્તિ ગુણત્વધર્મને આગળ કરીને ગન્ધનું ગુણ તરીકે ભાન કરે તો સમવાયસંબંધથી ગુણવાળા પૃથિવી વગેરે નવેય દ્રવ્ય બની જશે. લક્ષણ હતું પૃથિવીનું અને જતું રહ્યું નવેય દ્રવ્યોમાં, તેથી અતિવ્યાપ્તિદોષ આવશે. તેમજ કોઈ સુરભિત્વધર્મને આગળ કરીને ગન્ધનું સુરભિગુણ તરીકે ભાન કરે તો સમવાયસંબંધથી સુગંધવાળી બધી જ પૃથિવી હોતી નથી. આ રીતે પૃથિવીનું લક્ષણ સર્વપૃથિવમાં ન જવાથી અવ્યાપ્તિ દોષ પણ આપશે.
સમા.: લક્ષણમાં આવેલી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષને દૂર કરવા અને લક્ષણમાં