________________
ર૪૭ તર્કસંગ્રહનું પેપર પૂર્ણાંકઃ ૧૦૦ માર્કસ
સમયઃ દોઢ કલાક નોંધઃ (૧) ૧થી ૩૮ સુધીના પ્રશ્નોના દરેકના “૨'માર્કસ છે. તથા ૩૯થી ૪૨ સુધીના પ્રશ્નોના માર્કસ તે તે પ્રશ્નોની બાજુમાં જ લખ્યા છે. (૨) જો જવાબ ખોટો હશે તો જે પ્રશ્નોના જેટલા માર્કસ હશે, તેટલા માઈનસ માર્કસ મૂકવામાં આવશે.
(૧) ન્યાયમાં અંધકારનો સમાવેશ....
(a) ભાવમાં કરવામાં આવ્યો છે. (b) અભાવમાં કરવામાં આવ્યો છે. (C) ક્વચિત્ ભાવમાં અને કવચિત્ અભાવમાં કરવામાં આવ્યો છે. (1) સ્વતંત્ર પદાર્થ માનવામાં આવ્યો છે.
(૨) નિમ્નલિખિતમાંથી કયો વિકલ્પ સંપૂર્ણ સત્ય છે.
(a) દ્રવ્ય એ સમવાયિકારણ અને અસમાયિકારણ, એમ બંને બની શકે છે. (b) દ્રવ્ય એ સમવાયિકારણ અને નિમિત્તકારણ એમ બંને બની શકે છે.(c)દ્રવ્ય એ ન તો સમાયિકારણ બની શકે, ન તો અસમવાયિકારણ બની શકે.(d) દ્રવ્ય એ માત્ર નિમિત્તકારણ જ બની શકે.
(૩) પર્વતો વહ્નિમાનું ધૂમાડુઆ અનુમાન વાક્યમાં પંચાવયવ વાક્યમાંથી કયા કયા અવયવો છે? (a) પ્રતિજ્ઞા - નિગમન. (b)પ્રતિજ્ઞા - દૃષ્ટાંત.(c) પ્રતિજ્ઞા - હેતુ.(d) પ્રતિજ્ઞા - ઉપનય.
(૪) “ગંધવતી પૃથ્વી” આ સ્થળમાં લક્ષણતાવચ્છેદક અને લક્ષ્યાવચ્છેદક નિમ્નલિખિત છે.
(a) લક્ષણતાવચ્છેદક - ગુણત્વ અને લક્ષ્યતાવચ્છેદક-પૃથ્વીત્વ. (b) લક્ષણતાવચ્છેદક - ગંધત્વ અને લક્ષ્યતાવચ્છેદક-પૃથ્વીત્વ. (c)લક્ષણતાવચ્છેદક - ગંધવ7 અને લક્ષ્યાવચ્છેદક દ્રવ્યત્વ. () લક્ષણતાવચ્છેદક - ગંધવત્ત્વ અને લક્ષ્યતાવચ્છેદક-પૃથ્વીત્વ.
(૫) નિમ્નલિખિતમાંથી અવ્યાપ્તિનું સૌથી શુદ્ધ લક્ષણ કર્યું છે?
(a) જે લક્ષણ લક્ષ્યના એકભાગમાં રહે, બીજા ભાગમાં ન રહે. (b)જે લક્ષણ લક્ષ્યના એકભાગમાં ન રહે.(c) જે લક્ષણ લક્ષ્યથી ઈતરમાં રહે.(d) જે લક્ષણ યાવત્ લક્ષ્યમાં ન રહે.
(૬) ન્યાયમાં અનિત્યની સાચી પરિભાષા કઈ છે?
(a) જે માત્ર ઉત્પત્તિશીલ છે, તે અનિત્ય છે. (b) જે માત્ર વિનાશી છે, તે અનિત્ય છે. (c) જે ઉત્પત્તિશીલ અને વિનાશી બને છે, તે અનિત્ય છે. (d) જે ઉત્પત્તિશીલ હોય અથવા વિનાશશીલ હોય.
(૭) નિમ્નલિખિત કથનમાંથી કયું કથન એકદમ સાચું છે?
કોઈપણ વસ્તુના અધિકરણમાં તે વસ્તુનો ભેદ...(a)મળે જ છે.(b) ક્યારેય પણ મળતો નથી. (c) ક્યારેક મળી શકે, ક્યારેક નહીં મળી શકે (1) ત્રણે કથન ખોટા છે.