________________
૨૨૪
સ્વર્ગ, મોક્ષાદિ છે માટે સુખાદિવિષયક ઇચ્છાને ફલવિષયકેચ્છા કહેવાય છે અને સુખાદિનું સાધન (ઉપાય) યાગાદિ છે માટે યાગાદિવિષયક ઈચ્છાને ઉપાયવિષયકેચ્છા કહેવાય છે.
દ્વષનો પર્યાયવાચી ‘ક્રોધ’ શબ્દ છે. “સ ષ્ટિ = “તે દ્વેષ કરે છે” ઇત્યાકારક અનુભવથી સિદ્ધ થયેલી જે ‘દ્વષત્વ જાતિ છે, તે ‘દ્વષત્વ જાતિવાળું જે હોય તેને દ્વેષ કહેવાય છે. અથવા દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન એ દ્રષનું કારણ હોવાથી દ્વિષ્ટસાધનતાના જ્ઞાનથી જન્ય ગુણને દ્વેષ કહેવાય છે. કારણ કે “રૂટું મમ પ્રિણ-સાધનમ્' અર્થાત્ “આ સર્પાદિ મારા દ્વિષ્ટ = દુઃખનું સાધન છે” આવું જ્ઞાન થવાથી સર્પ ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. | ‘પ્રયત્નત્વ જાતિવાળું જે હોય તેને “પ્રયત્ન' કહેવાય છે. આ પ્રયત્ન પ્રવૃત્તિ, નિવૃત્તિ અને જીવનયોનિ આ ત્રણ પ્રકારનો છે. ઈચ્છાથી જ ગુણને પ્રવૃત્તિ કહેવાય છે. (દા.ત.- ઘટની ચિકીર્ષા થવાથી ઘટ બનાવવા માટે કરેલો જે પ્રયત્ન તે પ્રવૃત્તિ છે.) દ્વેષથી જન્યગુણને નિવૃત્તિ કહેવાય છે. (દા.ત.- સર્પ ઉપર દ્વેષ થવાથી સર્પથી દૂર જવું તે નિવૃત્તિ છે.) જીવનાદષ્ટથી જ ગુણને જીવનયોનિ પ્રયત્ન કહેવાય છે. જીવના આયુષ્ય ધારણની પ્રતિ કારણભૂત પુણ્યાદિને જીવનારું કહેવાય છે અને તેનાથી જીવનયોનિ પ્રયત્નની ઉત્પત્તિ થાય છે. જીવનયોનિ પ્રયત્ન ન્યાયમાં અતિન્દ્રિય મનાય છે. તાદશ પ્રયત્નથી શરીરમાં પ્રાણ, અપાન તથા શ્વાસોચ્છવાસાદિનો સંચાર થાય છે.
ધર્માધર્મ-નિરૂપણ मूलम् : विहितकर्मजन्यो धर्मः। निषिद्धकर्मजन्यस्त्वधर्मः । વેદમાં જણાવાયેલી ક્રિયાથી જન્ય ગુણને ધર્મ કહેવાય છે અને વેદમાં નિષેધ કરાયેલી ક્રિયાથી જન્ય ગુણને અધર્મ કહેવાય છે.
(न्या.) धर्माधर्मों निरूपयति-विहितेति। वेदविहितेत्यर्थः॥ निषिद्धति। વેનિષિદ્રષેત્યર્થ:
સુગમ છે. ___(प.) धर्ममाह-विहितेति। वेदविहितेत्यर्थः। अधर्मवारणाय वेदविहितेति। यागादिक्रियावारणाय कर्मजन्य इति। स च कर्मनाशाजलस्पर्शकीर्तनभोगतत्त्वज्ञानादिना नश्यति। अधर्मलक्षणमाह-निषिद्धेति वेदेनेत्यर्थः। धर्मवारणाय वेदनिषिद्धेति। वेदनिषिद्धक्रियावारणाय कर्मजन्य इति। स च भोगप्रायश्चित्तादिना नश्यति। एतावेव अदृष्टमिति कथ्यते वासनाजन्यौ च। वासना च विलक्षणसंस्कारः॥
* પદકૃત્ય * ‘ર્મનો ધર્મઃ જો આટલું જ ધર્મનું લક્ષણ કરીએ તો અધર્મમાં પણ અતિવ્યાપ્તિ