________________
૨૦૯ વ્યુત્પત્તિ અનુસાર અર્થ નિકળશે કે “જ્યાં પણ શક્યાર્થનો ત્યાગ કરવામાં આવે અર્થાત્ લક્ષ્યતાવચ્છેદકત્વેન લક્ષ્યમાત્રનો બોધ કરાવે તે જહન્દુલક્ષણા કહેવાય છે. દા.ત.' યો પોષ:' અહીં ગંગા પદનો શક્યાર્થ છે “ગંગાપ્રવાહ' પરંતુ શક્તિ સંબંધ દ્વારા વાક્યાર્થબોધ સંભવ જ નથી, કારણ કે નદીમાં ઝપડી અસંભવ છે. માટે અહીં શક્યાર્થને છોડીને લક્ષ્યાર્થને જ લેવું પડશે. અહીં લક્ષ્યાર્થ છે ગંગાતીર. લક્ષ્યતાવચ્છેદક ગંગાતીરત્વેન ગંગાતીરનો જ બોધ થાય છે અને ત્યારપછી “
જયાં પોષ:' આ વાક્યથી “તીરે પોષ:' આ પ્રમાણેનો શાબ્દબોધ થાય છે. અહીં “ગંગા' પદની શક્યાર્થ ‘ગંગાપ્રવાહીનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે માટે અહીં જહેતુલક્ષણા કહેવાશે.
* અજહલક્ષણા : જ્યાં કોઈ પદદ્વારા શક્ય અને લક્ષ્ય બંનેનો બોધ થાય અર્થાત્ લક્ષ્યાવચ્છેદકત્વેન લક્ષ્ય અને શક્ય બંનેનો બોધ કરાવે તે અજહતુલક્ષણા કહેવાય છે.
અજહ’ સંજ્ઞા એટલા માટે આપી છે કે ત્યાં શક્યાર્થનો ત્યાગ નથી કરાતો. દા.ત. - “ો ધ રસ્યતામ્' અહીં જે જે દધિના ઉપઘાતક છે તે બધાથી દધિનું રક્ષણ કરવું એ વક્તાનું તાત્પર્ય છે. હવે જો ‘છેવ' પદથી શક્યાર્થ ‘કાગડો' જ લઈએ તો વક્તાનું તાત્પર્ય અનુપપન્ન થાય. તેથી ‘કાક' પદની દધ્યપઘાતકમાં લક્ષણા કરવાથી ‘લક્ષ્યાવચ્છેદક દધ્યપઘાતત્વેન જેટલા પણ કાગડા સહિત બિલાડા, કૂકડા અને કૂતરા વગેરે દધિના વિનાશક છે, તે બધાથી દધિનું રક્ષણ કરવું જોઈએ” એવો બોધ થાય છે. આમ “કાક’ પદથી લક્ષ્યાર્થ બિલાડાદિને તો ગ્રહણ કર્યું પરંતુ સાથે શક્યાર્થ ‘કાગડા’નો પણ ત્યાગ કર્યો નથી માટે અહીં અજમલક્ષણા કહેવાશે.
* જહદજહલક્ષણા : શક્યતાવચ્છેદકનો ત્યાગ કરવા વડે વ્યક્તિ માત્રના બોધને જણાવનારી જે લક્ષણા તે જહદજહલ્લક્ષણા છે.
આ લક્ષણા નૈયાયિકોને અભિમત નથી પરંતુ વેદાન્તદર્શન અને સ્વીકારે છે. વેદાન્તમતમાં જીવ “અલ્પજ્ઞત્વવિશિષ્ટચૈતન્ય છે અને ઈશ્વર “સર્વજ્ઞત્વવિશિષ્ટચૈતન્ય' છે, એવું માનવા છતાં પણ ‘અલ્પજ્ઞત્વ' અને “સર્વજ્ઞત્વ” આ બંને ધર્મ ઔપચારિક જ છે, સ્વભાવથી તો ઈશ્વર અને જીવમાં એકતા જ છે. આ વાતને જણાવવા 'તત્વમસિ' આ વેદાન્તવાક્ય પ્રવૃત્ત થયું છે.
તત્ત્વમસિ' આ વાક્ય જહદજહલ્લક્ષણાથી બોલાયું છે. અહીં ‘ત’ નો અર્થ પૂર્વોક્ત ઈશ્વર છે અને ત્વમ્' નો અર્થ પૂર્વોક્ત જીવ છે. બંને પદ પ્રથમાન્ત હોવાથી અભેદ સૂચિત થાય છે પરંતુ જીવ તો અલ્પજ્ઞ છે અને ઈશ્વર તો સર્વજ્ઞ છે તો પછી અભેદ કેવી રીતે થશે? માટે અહીં વિરુદ્ધાંશ અલ્પજ્ઞત્વ અને સર્વજ્ઞત્વ જે શક્યતા વચ્છેદક છે, તેનો ત્યાગ કરવો (જહતુ) અને એ બંનેમાં વિદ્યમાન શુદ્ધચૈતન્યાશનો ત્યાગ નહીં કરવો. (અજહતુ) આ રીતે જહદજહલ્લક્ષણા દ્વારા શુદ્ધચૈતન્ય વ્યક્તિમાત્રનો બોધ થશે. આ લક્ષણાને વેદાન્તદર્શનમાં