________________
૧૮૬ તો સાધ્ય માત્ર પક્ષમાં જ ઘટે છે. તેથી સપક્ષ જ અપ્રસિદ્ધ છે માટે “સપક્ષ-વ્યવૃત્તત્વ સ્વરૂપ અસાધારણ દુષ્ટહેતુનું લક્ષણ કેવલવ્યતિરેકી હેતુમાં અતિવ્યાપ્ત થશે નહીં છતાં પદકૃત્યકારે એવું કેમ કહ્યું તે વિચારણીય છે.
અનુપસંહારી અનૈકાન્તિક मूलम् : अन्वयव्यतिरेकदृष्टान्तरहितोऽनुपसंहारी। यथा सर्वमनित्यं प्रमेयत्वादिति। अत्र सर्वस्यापि पक्षत्वाद् दृष्टान्तो नास्ति॥
જેમાં અન્વયદ્રષ્ટાંત અને વ્યતિરેકદ્રષ્ટાંત ન મળે તેને અનુપસંહારી હેત્વાભાસ કહેવાય છે. દા.ત. - “સર્વનિત્યં પ્રયત્ન' અહીં સર્વ પદાર્થોને પક્ષ તરીકે ગણ્યા હોવાથી પક્ષથી ભિન્ન અન્વયંદ્રષ્ટાંત કે વ્યતિરેકદ્રષ્ટાંત મળતું નથી. તેથી “પ્રમેયત્વ હેતુ અનુપસંહારી છે.
(न्या०) अनुपसंहारिणं लक्षयति-अन्वयेति। उभयत्र दृष्टान्ताभावादन्वयव्याप्तिज्ञानव्यतिरेकव्याप्तिज्ञानोभयसामग्री नास्तीत्यर्थः। सर्वस्यैव पक्षत्वात्पक्षातिरिक्ताप्रसिद्धेरिति भावः॥
ક ન્યાયબોધિની જ ‘મન્વયંવ્યતિરે.....” આ પ્રમાણે કહેવા દ્વારા અનુપસંહારીનું લક્ષણ કરે છે. (ઉપસંહાર = સમાપ્તિ અને અનુપસંહાર = સમાપ્તિનું ન હોવું. અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિની ક્રમશઃ સમાપ્તિ અન્વયદ્રષ્ટાંત અને વ્યતિરેકદ્રષ્ટાંતમાં થાય છે.) “સર્વનત્યં પ્રમેયાત ઇત્યાદિ સ્થળોમાં ઉભયત્ર = અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ બંનેમાં દૃષ્ટાંતનો અભાવ હોવાથી અન્વય વ્યાપ્તિજ્ઞાન અને વ્યતિરેક વ્યાપ્તિજ્ઞાન બંનેની સામગ્રી નથી. બંનેમાં દૃષ્ટાંતનો અભાવ કેમ છે? સર્વ એટલે બધી વસ્તુ પક્ષ હોવાથી પક્ષથી ભિન્ન કોઈ વસ્તુ જ પ્રસિદ્ધ ન હોવાથી અન્વય કે વ્યતિરેકદ્રષ્ટાંત મળતું નથી. આથી જ પ્રમેયત્વ' હેતુ “અનુપસંહારી” છે.
(प.)अन्वयेति।केवलान्वयिन्यतिव्याप्तिवारणाय अन्वयेति।केवलव्यतिरेकिण्यतिव्याप्तिवारणाय व्यतिरेकेति। अत्रेति। उपदर्शितानुमान इत्यर्थः॥
ક પદક * “મન્વયંવ્યતિરેદ્રષ્ટાન્તરહિતત્વમ્' આ અનુપસંહારીનું લક્ષણ છે. તેમાં “અન્વય” પદનું ઉપાદાન ન કરીએ અને ‘વ્યતિરેકદ્રષ્ટાંતથી રહિત હેતુને અનુપસંહારી કહેવાય છે” આટલું જ લક્ષણ કરીએ તો “ધ: : વીવીતુ' ઇત્યાદિ કેવલાન્વયી હેતુમાં પણ આ લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે કારણ કે કેવલાન્વયી હેતુ પણ વ્યતિરેકદ્રષ્ટાંતથી રહિત હોય છે. તેથી લક્ષણમાં “અન્વય' પદનો નિવેશ છે. * જો “અન્વયદ્રષ્ટાંતથી રહિત હેતુને અનુપસંહારી કહેવાય છે” આટલું જ કહીએ તો “વેતરમેવતી શ્વવસ્વી' ઇત્યાદિ કેવલવ્યતિરેકી હેતુમાં પણ આ લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય છે કારણ કે કેવલવ્યતિરેકી હેતુ પણ અન્વયદ્રષ્ટાંતથી રહિત હોય છે. તેથી લક્ષણમાં ‘વ્યતિરેક પદનો નિવેશ છે.