________________
૧૬૯
त्यन्ताभावाप्रतियोगित्वस्यैव तदर्थत्वात्, एकजातीयसंबन्धेन सर्वत्र विद्यमानत्वं केवलान्वयित्वमिति नव्याः ॥
* ન્યાયબોધિની *
વાયિો.......... ાતે । કેવલાન્વયી હેતુનું લક્ષણ કરે છે ‘અન્વયમાત્ર...’ ઇત્યાદિ દ્વારા. જે હેતુનું સાધ્ય કેવલાન્વયી હોય છે તે હેતુને કેવલાન્વયી કહેવાય છે. કેવલાન્વયી સાધ્ય કોને કહેવાય? જે સાધ્ય અત્યંતાભાવનો અપ્રતિયોગી હોય છે તે સાધ્યને કેવલાન્વયી કહેવાય છે. આમ ‘અત્યંતાભાવનું અપ્રતિયોગી એવું સાધ્ય છે જેનું, તે હેતુને કેવલાન્વયી કહેવાય છે.’ કેવલાન્વયી હેતુનું આ લક્ષણ વ્યતિરેકી એવા હેતુમાં પણ ગતિ કરશે. અર્થાત્ જે હેતુ કેવલાન્વયી (= અત્યંતાભાવનો અપ્રતિયોગી) ન પણ હોય છતાં તે હેતુ કેવલાન્વયી કહેવાશે. દા.ત.→ ‘ઘટોડમિયેયો ઘટત્તાત્’ આ સ્થળમાં ‘ઘટત્વ’ હેતુ વ્યતિરેકી (=અત્યંતાભાવનો પ્રતિયોગી) હોવા છતાં પણ કેવલાન્વયી છે કારણ કે ‘ઘટત્વ’ હેતુનું સાધ્ય
‘અભિધેયત્વ’ કેવલાન્વયી છે.
સાધ્ય............ ક્ષળમુષપત્નમ્ ।
શંકા મૂળકારે ‘માત્ર અન્વયવ્યાપ્તિથી યુક્ત હેતુને કેવલાન્વયી' કહ્યો છે અને ન્યાયબોધિનીકારે ‘જે હેતુનો સાધ્ય કેવલાન્વયી હોય તે હેતુને કેવલાન્વયી' કહ્યો છે. આવી વિસંગતિ કેમ?
સમા. ‘સાધ્યસ્થ વાવયિત્વાવેવ... લક્ષળમુપપન્નમ્’। ‘ઘટોઽભિધેયો ઘટત્વાત્’ આ સ્થળે ‘અભિધેયત્વ’ સાધ્ય કેવલાન્વયી હોવાથી અર્થાત્ ‘અભિધેયત્વ’ સાધ્યનો અભાવ મળતો ન હોવાથી ‘જ્યાં જ્યાં અભિધેયત્વનો અભાવ છે ત્યાં ત્યાં ઘટત્વનો અભાવ છે’ એ પ્રમાણેની વ્યતિરેકવ્યાપ્તિ નહીં મળે. પરંતુ ‘જ્યાં જ્યાં ઘટત્વ છે ત્યાં ત્યાં અભિધેયત્વ છે’ એ પ્રમાણેની માત્ર અન્વયવ્યાપ્તિ જ મળશે. અને આ અન્વયવ્યાપ્તિથી યુક્ત ‘ઘટત્વ’ હેતુ કેવલાન્વયી કહેવાશે. આમ ‘અન્વયમાત્રવ્યાપ્તિવં વતાન્વયિ' આ મૂલકારવડે કહેવાયેલું લક્ષણ પણ સંગત બને છે.
શંકા : ‘અત્યન્તામાવાઽપ્રતિયોગિત્યું વાવયિત્વમ્' આ લક્ષણ શેયત્વ, વાચ્યત્વ વગેરેમાં ઘટી જાય છે કારણ કે જ્ઞેયત્વ વગેરે બધી જ જગ્યાએ વિદ્યમાન હોવાથી અભાવ પદથી ઘટાદિ અભાવનું ગ્રહણ થશે અને તાદશ અભાવનો પ્રતિયોગી ઘટાદિ થશે અને અપ્રતિયોગી જ્ઞેયત્વાદિ થશે. આ રીતે લક્ષણ સમન્વય થઈ જશે, છતાં પણ સંયોગાભાવ અને ગગનાભાવ જે કેવલાન્વયી પદાર્થ છે, એમાં લક્ષણ જશે નહીં. કારણ કે સંયોગાભાવનો અભાવ (= સંયોગ) અને ગગનાભાવનો અભાવ (= ગગન) ઉપલબ્ધ હોવાથી તાદૃશ સંયોગ અને ગગન સ્વરૂપ અભાવના પ્રતિયોગી સંયોગાભાવ અને ગગનાભાવ થશે. અત્યન્તાભાવના અપ્રતિયોગી નહીં બને. તેથી કેવલાન્વયીનું લક્ષણ અવ્યાપ્તિથી ગ્રસ્ત થઈ જશે.