________________
૧૫૬
પ્રતિયોગી જે વિશિષ્ટસત્તા અને શુદ્ધસતા છે, તે બંને સામાન્યાદિમાં વિદ્યમાન નથી. આમ વિશિષ્ટસત્તાભાવનું અધિકરણ સામાન્યાદિ થશે અને એમાં જાતિસ્વરૂપ હેતુ ન રહેવાથી અસસ્થળમાં લક્ષણ ઘટી જાય છે. તેથી અતિવ્યાપ્તિ આવશે.
સમા. આ આપત્તિને દૂર કરવા માટે અમે લક્ષણમાં ‘આધેયતાવછે ધર્મ” નો નિવેશ કરશું. અહીં જે પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ છે તે જ આધેયતાનો અવચ્છેદક ધર્મ લેવો. તેથી સાધ્યતાવચ્છેદકધર્મ = પ્રતિયોગિતાવચ્છેદકધર્મ = આધેયતાવચ્છેદકધર્મ = વિશિષ્ટસત્તાત્વ થશે. એ વિશિષ્ટસત્તાત્વન વિશિષ્ટસત્તાનું અધિકરણ માત્ર દ્રવ્ય જ બનશે, ગુણ નહીં. તેથી ગુણમાં વિશિષ્ટસત્તાત્વન વિશિષ્ટસત્તાનો અભાવ મળશે જે પ્રતિયોગી વ્યધિકરણ પણ છે. અને તાદેશ અધિકરણ ગુણમાં જાતિસ્વરૂપ હેતુ રહેતો હોવાથી લક્ષણ ઘટતું નથી. તેથી અતિવ્યાપ્તિ આવશે નહીં.
તેથી લક્ષણ થશે → ‘સાધ્યતાવòસંબન્ધાવચ્છિન્ન-સાધ્યતાવ છે ધર્માદ્ધિન (साध्यनिष्ठ) प्रतियोगिताक - प्रतियोगितावच्छेदकसंबन्धावच्छिन्न- प्रतियोगितावच्छेदकधर्मावच्छिन्नप्रतियोगिनिष्ठाधेयतानिरूपिताधिकरणतावद्भिन्नाधिकरणवृत्त्याभाव(प्रतियोगिव्यधिकरणाभाव
=
साध्याभाव) वन्निरूपितवृत्तितानिष्ठप्रतियोगिताकाभावो व्याप्तिः'।
‘હેતુતાવચ્છેદક સંબંધનો નિવેશ’
શંકા : વ્યાપ્તિનું આવું લક્ષણ કરવા છતાં પણ ‘પર્વતો દ્ઘિમાન્ ધૂમાવ્’ આ સસ્થળમાં લક્ષણ ન ઘટવાથી અવ્યાપ્તિ દોષ આવશે. તે આ પ્રમાણે આપણે સંયોગસંબંધથી વિહ્નત્વેન વિઘ્નનો અભાવ લેવાનો છે, જે પ્રતિયોગિવ્યધિકરણ હોવો જોઈએ. આવા પ્રકારનો વહ્નિનો અભાવ = સાધ્યાભાવ તો જલાદિમાં મળે છે અને ત્યાં કાલિકસંબંધથી ધૂમની પણ વૃત્તિ છે. (કારણ કે કાલિકસંબંધથી કોઈ પણ વસ્તુ કાલમાં તથા અનિત્યપદાર્થમાં રહે છે.) તેથી અવ્યાપ્તિ આવશે.
-
+
સમા. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં જે હેતુનિષ્ઠ ‘વૃત્તિતા’ આપી છે, તેનું ‘હેતુતાવ છેવાસંબંધાવચ્છિન્ત' વિશેષણ આપશું. અર્થાત્ હેતુતાવચ્છેદક સંબંધથી અવૃત્તિ લઈશું હેતુતાનો અવચ્છેદકસંબંધ એટલે શું? હેતુ જે સંબંધથી પક્ષમાં વિવક્ષિત છે તેને હેતુતાવચ્છેદક સંબંધ કહેવાય છે. પ્રકૃત અનુમાનમાં ધૂમ હેતુ પર્વતમાં સંયોગસંબંધથી વિવક્ષિત છે. તેથી હેતુતાવચ્છેદક સંબંધ સંયોગસંબંધ થશે. તાદૃશ સંયોગસંબંધથી તો મીનાદિ, જલાદિમાં વૃત્તિ હોવાથી સંયોગસંબંધાવચ્છિન્તવૃત્તિતા મીનાદિમાં જ મળશે અને વૃત્તિતાનો અભાવ ધૂમમાં મળશે માટે અવ્યાપ્તિ આવશે નહીં.
તેથી લક્ષણ આ પ્રમાણે થશે→ ‘સાધ્યતાવછે,સંબન્ધાચ્છિન્ન - સાધ્યતાવછેधर्मावच्छिन्न (साध्यनिष्ठ) प्रतियोगिताक (साध्याभाव) प्रतियोगितावच्छेदकसंबन्धावच्छिन्नप्रतियोगितावच्छेदकधर्मावच्छिन्न प्रतियोगिनिष्ठाधेयतानिरूपिताधिकरणतावद्भिन्नाधिकरण