________________
૧૩૯ * પદકૃત્ય * ‘રૂપ_સ્વરૂપ જે સામાન્ય = જાતિ છે, તેના પ્રત્યક્ષમાં આવો “પુત્વસામાન્યપ્રત્યક્ષે” એ મૂળની પંક્તિનો અર્થ કરવો. આવો અર્થ કેમ કર્યો? “રૂપત્નસામાન્યના પ્રત્યક્ષમાં આ સર્ષિ કારણ છે, રૂપત્વ વિશેષના પ્રત્યક્ષમાં નહીં' એ જણાવવા માટે કર્યો છે. અહીં પણ મૂળમાં “ચક્ષુષા' પદનો અન્વય કરવો. તેથી વધુણા વિસામો પ્રત્યક્ષે...' આ પ્રમાણે મૂળ પંક્તિ બનશે. આશય એ છે કે દ્રવ્યસમવેતસમવેત જે પણ વસ્તુઓ છે અર્થાત્ દ્રવ્યમાં સમાવેત જે રૂપાદિ ગુણો છે તેમાં સમાવેત જે રૂપવ, રસત્વ, ગન્ધત્વ, સ્પર્શત્વ, સુખત્યાદિનું ચાક્ષુષ, રાસન, પ્રાણજ, સ્પર્શન અને માનસ પ્રત્યક્ષ કરવામાં “સંયુક્તસમવેતસમવાય સન્નિષુ જ કારણ થશે.
શંકા : ઘટાદિ દ્રવ્યના પ્રત્યક્ષમાં પ્રથમ “સંયોગ' સંનિકર્મને કારણ માનવો જોઇએ નહીં કારણ કે ચક્ષુસંયુક્ત કપાલિકા, એમાં સમવેત કપાલ અને એમાં ઘટના સમવાય હોય જ છે. આ રીતે ઘટાત્મક પદાર્થ પણ દ્રવ્યસમવેતસમવેતાત્મક હોવાથી ઘટાત્મકપદાર્થનું ત્રીજા સંયુક્તસમવેતસમવાય’ સક્નિકર્ષથી પ્રત્યક્ષ થઈ જ જશે.
એ જ રીતે ઘટરૂપના પ્રત્યક્ષમાં પણ બીજા “સંયુક્ત સમવાય સન્નિકર્ષને કારણ નહીં માનવું જોઈએ કારણ કે ચક્ષુથી સંયુક્ત કપાલ, તેમાં સમવેત ઘટ, અને તેમાં ઘટ રૂપનો સમવાય છે તેથી અહીં પણ ત્રીજા સન્નિકર્ષ દ્વારા જ ઘટરૂપનું પ્રત્યક્ષ થઈ જ જાય છે.
સમા.. તમારે આવું ન કહેવું કારણ કે ઘટાદિદ્રવ્યના અવયવ કપાલાદિ હોવાથી ઇન્દ્રિયથી સંયુક્ત અવયવ બની શકશે માટે ઘટાદિ કે ઘટરૂપાદિનો બોધ ત્રીજા સક્નિકર્ષથી થઈ શકે છે. પરંતુ આત્માના, ઘટાદિની સમાન કોઈ કપાલાદિ અવયવ નથી તેથી ત્યાં ત્રીજો સક્નિકર્ષ ન ઘટવાથી આત્મા અને તદ્ગત સુખાદિ ગુણોનું અપ્રત્યક્ષ થવાનો પ્રસંગ આવશે. આમ, આત્મા અને તદ્ગત સુખાદિ ગુણોના માનસપ્રત્યક્ષની પ્રતિ પહેલો અને બીજો સંનિકર્ષ સ્વીકારવો જ પડશે.
मूलम् : श्रोत्रेण शब्दसाक्षात्कारे समवायः संनिकर्षः। कर्णविवरवाकाशस्य श्रोत्रत्वाच्छब्दस्याकाशगुणत्वात् गुणगुणिनोश्च समवायात्॥ शब्दत्वसाक्षात्कारे समवेतसमवायः संनिकर्षः। श्रोत्रसमवेते शब्दे शब्दत्वस्य समवायात्॥ | શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું પ્રત્યક્ષ કરવામાં ‘સમવાયી સક્નિકર્ષ થશે, કારણ કે કર્ણના વિવરમાં રહેલું આકાશ એ શ્રોત્રસ્વરૂપ છે, શબ્દ આકાશનો ગુણ છે અને ગુણ-ગુણી વચ્ચે સમવાયસંબંધ જ હોય છે. તથા શ્રોત્રેન્દ્રિયવડે શબ્દત્વનું પ્રત્યક્ષ કરવામાં “સમવેતસમવાય” સનિકર્ષ થશે કારણ કે શ્રોત્રમાં સમવેત શબ્દ છે અને તેમાં શબ્દ સમવાયસંબંધથી રહેલું છે.
(प०) समवायसंनिकर्षमुदाहरति-श्रोत्रेणेति।जननीय इति शेषः । ननु श्रोत्रशब्दयोः कथं समवाय इत्यपेक्षमाणं प्रति तमुपपाद्य दर्शयति-कर्णेति। अथ समवायस्य नित्यत्वेन शब्दप्रत्यक्षे को व्यापार इति चेत्-शब्दः, श्रोत्रमनःसंयोगो वेति गृहाण। शब्दत्वेति। 'श्रोत्रेणजननीये' इत्यनुकर्षशेषौ॥