________________
૧૨૯
વિશેષાર્થઃ નિર્વિકલ્પક અને સવિકલ્પક જ્ઞાનમાં ભેદ નિર્વિકલ્પક જ્ઞાન
સવિકલ્પક જ્ઞાન * કોઈપણ વસ્તુના નામ, જાતિ, ગુણ | *કોઈપણ વસ્તુના નામ, જાતિ, ગુણ આદિ આદિ વિકલ્પોથી રહિત ‘આ કંઈક છે' એવા | વિકલ્પો સહિત “આ સાપ છે” “આ દોરડું છે” પ્રકારનો જે બોધ તે.
એ પ્રકારનો બોધ તે.. કવિશેષણ-વિશેષ્યના સંબંધને ન જણાવે. * વિશેષણ – વિશેષ્યના સંબંધને જણાવે. * આ જ્ઞાન વ્યવહારમાં ચાલી ન શકે. | *વિશ્વનો વ્યવહાર આ જ્ઞાનથી ચાલે છે. * આ જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવતું નથી. * આ જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે છે. * યથાર્થ પણ નથી, અયથાર્થ પણ નથી. * યથાર્થ, અયથાર્થ બંને હોઈ શકે છે. * અતીન્દ્રિય છે.
* પ્રત્યક્ષ છે.
સનિકર્ષ- નિરૂપણ मूलम् : प्रत्यक्षज्ञानहेतुरिन्द्रियार्थसंनिकर्षः षड्विधः-संयोगः, संयुक्तसमवायः, संयुक्तसमवेतसमवायः, समवायः, समवेतसमवायो, विशेषणविशेष्यभावश्चेति॥ | ચાક્ષુષ, રાસન, પ્રાણજ વગેરે છ પ્રકારના પ્રત્યક્ષજ્ઞાનના કારણભૂત ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ છ પ્રકારે છે-સંયોગ, સંયુક્ત સમવાય, સંયુક્તસમવેતસમવાય, સમવાય, સમવેતસમવાય અને વિશેષણ-વિશેષ્યભાવ. એમાં
* સંયોગસક્નિકર્ષથી ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે. * સંયુક્ત સમવાયસન્નિકર્ષથી ઘટાદિ દ્રવ્યમાં રહેલા ગુણ, ક્રિયા અને જાતિનું પ્રત્યક્ષ થાય છે. * સંયુક્ત સમવેતસમવાયસક્નિકર્ષથી ગુણ અથવા ક્રિયામાં રહેલી જાતિનું પ્રત્યક્ષ થાય છે. * સમવાયસનિકર્ષથી શબ્દનું પ્રત્યક્ષ થાય છે. * સમવેતસમવાયસન્નિકર્ષથી શબ્દમાં રહેલી શબ્દવ, કત્વ, ખત્વાદિ જાતિનું પ્રત્યક્ષ થાય છે. * વિશેષણ-વિશેષ્યભાવસન્નિકર્ષથી અભાવનું પ્રત્યક્ષ થાય છે.)
(न्या.) चाक्षुषादिषड्विधप्रत्यक्षकारणीभूतान् षड्विधसंनिकर्षान्विभजते-संयोग इत्यादिना। द्रव्यवृत्तिलौकिकविषयतासंबन्धेन चाक्षुषत्वावच्छिन्नं प्रति चक्षुःसंयोगः कारणम्। द्रव्यसमवेतवृत्तिलौकिकविषयतासंबन्धेन चाक्षुषत्वावच्छिन्नं प्रति चक्षुसंयुक्तसमवायस्य हेतुत्वम्। द्रव्यसमवेतसमवेतवृत्तिलौकिकविषयतासंबन्धेन चाक्षुषत्वावच्छिन्नं प्रति चक्षुःसंयुक्तसमवेतसमवायस्य हेतुत्वम्। द्रव्यग्राहकाणीन्द्रियाणि चक्षुस्त्वङ्मनांसि त्रीण्येव। अन्यानि प्राणरसनश्रवणानि गुणग्राहकाणि। अतस्त्वगिन्द्रियस्थले द्रव्यवृत्तिलौकिकविषयतासंबन्धेन त्वाचप्रत्यक्षत्वावच्छिन्नं प्रति त्वक्संयोगस्य हेतुता। एवं द्रव्यसमवेतत्वाचप्रत्यक्षत्वावच्छिन्नं प्रति त्वक्संयुक्तसमवायस्य हेतुता।द्रव्यसमवेतसमवेतोष्णत्वशीतत्वादिजातिस्पार्शनप्रत्यक्षे त्वक्संयुक्तसमवेतसमवायस्य हेतुता। एवमात्ममान