________________
તરહ્ના છેડા પૂરી રેખાના સોળમા, અઢારમા, અઠ્ઠાવીસમા અને ચેત્રીસમા ભાગ જેટલા ભૂંસી નાખવા. અહીં એ વિશેષ સમજવાનું છે કે પહેલી અને નવમી રેખાઓના બંને છેડા સોળમા ભાગ જેટલા ભૂંસી નાખવા. બીજી અને આઠમી રેખાના અઢારમા ભાગ જેટલા ભૂંસી નાખવા. ત્રીજી અને સાતમી રેખાઓને આખી વૃત્તને અડકી હોય ત્યાં સુધીની રહેવા દેવાની છે. જેથી અને છઠ્ઠી રેખાઓના અઠ્ઠાવીસમા ભાગને અને પાંચમી રેખાના ચોત્રીસમા ભાગ જેટલા વૃત મધ્યસત્રના અંશ રહેવા દઈ બાકીના ભાગ ભૂંસી નાંખવાના છે, ૪
शुक्रमध्ये रवेस्न्तौ, चन्द्रान्तौ केतुमध्यतः ॥५॥ मंगलान्तौ वृत्तमध्ये बुधान्तौ राहुमध्यतः । गुरोरन्तौ भौममध्ये शुक्रान्तौ सोममध्यतः ॥६॥
શુકની રેખાના મધ્ય ભાગ સુધી સૂર્યની રેખાના બંને છેડા-- એથી આવતાં સૂત્ર લાવવાં. ચંદ્રની રેખાના બંને છેડા ઉપરથી કેતુના મધ્ય સુધી સૂત્ર લાવવાં. મંગલના બંને છેડાનાં સૂત્ર વૃત્તના મધ્યભાગ સુધી (વ્યાસસૂત્રના પશ્ચિમ છેડા ઉપર લાવવાં. બુધના બને છેડાનાં સૂત્ર રાહુની રેખાના મધ્ય સુધી લાવવાં. ગુરુના છેડાનાં સૂત્ર મંગળના મધ્યમાં અને શુક્રના છેડાનાં સૂત્રે ચંદ્રના મધ્યમાં લાવવાં. પ-૬
शन्यन्तौ वृत्तमध्ये तु सहन्तौ सविमध्यतः । केत्वन्तौ मंदमध्ये तु योजयेत् क्रमतो बुधः ॥७॥
શનિના છેડાનાં સૂત્ર વૃત્તના મધ્યમાં વ્યાસસૂત્રના પૂર્વ તરફના છેડા ઉપર લાવવાં. રાહુનાં છેડાનાં સૂ સૂર્યના મધ્યમાં લાવવા અને તુના છેડાનાં સૂત્રે શનિની મધ્યમાં લાવવાં. આમ પંડિત માણસે. સૂત્રોની યોજના કરવી. ૭