________________
(૩૬) કૃતિ જનને–સજજનેને પરમ વૃદ્ધિએ પહોંચાડ્યા-ઉન્નત કર્યા. વરધવલ રાજાના મંદિરને ઇંદ્ર જેવી સમૃદ્ધિવાળું કર્યું.
રજ-સમૂહ જેવા દુઃસ્થત્વ(દારિદ્ર)વડે કાલિમાને પ્રાપ્ત થયેલી, આશ્રિતોની મુખશ્રેણિને મંત્રી તેજપાલ, આંખના પ્રસન્ન પ્રાંતભાગવડે પ્રક્ષાલિત કરે છે–ઉજવલ બનાવે છે. - વીરધવલ, સમુદ્રપર્યત ભૂવલયના સ્વામી થાઓ, જે સુકૃતીએ અધરાજના પુત્ર(તેજપાલ)ને શ્રી મુદ્રાને અધિકારી કર્યો, કેમ કે લલાટ પર લખતાં વિધાતાને જે શ્રીકારનું વિસ્મરણ થઈ ગયું હતું, તે શ્રીકારને, વિશ્વ પર ઉપકાર કરવાના વ્રતવાળો આ(તેજપાલ) સજ્જનેમાં વિસ્તારે છે.
પૃથ્વીતલ પર પ્રાણીઓને સ્વસ્તિ-કલ્યાણના મંદિર જે, બલવાન જનેએ કરેલી સ્થિતિ(તેજ )નું પાલન કરતે, વસ્તુપાલ અનુજ( લઘુબંધુ) તેજપાલ છે; વિશિષ્ટ બુદ્ધિના સ્થાનરૂપ જેને જોઈને કામદકિ(રાજનીતિશાસ્ત્ર રચનાર) પિતાના ગુણ-સમૂહ પ્રત્યે બહુમાન ધરાવતા નથી અને સુપ્રસિદ્ધ ચાણક્ય પણ હૃદયમાં ચમત્કાર પામે છે.” १ " पृथ्वी न्यायवती कृता कृतिजनो वृद्धिं परां प्रापितः
चक्रे शकसमृद्धि वीरधवलक्षोणीभुजो मन्दिरम् । संशोध्योत्कटकण्टकालिविकटं भूमण्डलं सर्वतः
तेजःपालसुमन्त्रिणा निजविभोरेकान्तभक्तात्मना ॥" २ “ अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजः
तेजःपाल इति स्थिति बलिकृतामुर्वीतले पालयन् । आत्मीयं बहु मन्यते न हि गुणग्रामं च कामन्दकिः
चाणक्योऽपि चमत्करोति च हृदि प्रेक्षाऽऽस्पदं वीक्ष्य यम् ॥" –આ લેક, આખૂની લૂણસહ-વસહી નામથી પ્રસિદ્ધ નેમિજિનમંદિરની પ્રશસ્તિ( ૦ ૪૯ )માં શિલાલેખમાં છે.