________________
(૧૭) ગ્રહણ કર્યું નહિ, એથી ઉત્પન્ન થયેલી અધિક લજજાવડે મહારાણા વીરધવલે મુખ-કમલ નીચું કર્યું (નીચે જોયું). તે વખતે, દુશ્મનને કંપાવનારા, બાહુબલવાન તેજપાલે
પિતાના જયેષ્ઠ સહોદર(વસ્તુપાલ)ની વીર તેજપાલ અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. એથી
અધિક પ્રસન્ન થયેલા વિરધવલે તેને પંચાંગ પ્રસાદ (પાંચે અંગનાં આભૂષણે) આપીને પોતાની સભામાં તેની પ્રશંસા કરી ઉચ્ચાર્યું કે-“ વિપત્તિમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર આવા વીરપુત્રોની માતા તે જ ખરી રીતે પુત્રવતી છે.” ત્યાર પછી રાજ્યનાં કાર્યોને વિચાર કરી, સૂર્ય–સમાન
પ્રભાવાળો (પ્રતાપી) મંત્રી (વસ્તુયુદ્ધની તૈયારી પાલ), પિતાના લઘુબંધુ (તેજપાલ) મંગલાચરણ સાથે પિતાના આવાસે આવ્યા. પ્રયાણ
ની સામગ્રી માટે પોતાના ક્ષત્રિને નિયુક્ત કરીને, શરીરશુદ્ધિ માટે કલ્યાણવિધિપૂર્વક સ્નાન કરીને, પોતાના યશ જેવાં, જોયેલાં( ઉજજ્વલ) વસ્ત્રો પહેરીને, રત્નમય આભૂષણોથી વિભૂષિત થયેલા તે બને ઉત્તમ મંત્રી
એ સંવર–સંયુક્ત થઈ ઉલ્લસતી ભક્તિથી ઘર–મંદિરમાં જિનેશ્વરની અષ્ટપ્રકારી નિર્દોષ પૂજા કરી.
ત્યાર પછી હર્ષિત અંત:કરણવાળા, પ્રકટ પ્રભાવડે દેદી પ્યમાન લાગતા ઇંદ્ર અને ઉપેદ્ર જેવા, સદાચારીઓમાં ધુરંધર એવા તે બંને મંત્રીશ્વરેએ સેંકડે રાજપૂતે સાથે પગે ચાલતાં, નગરના અલંકારરૂપ જિનમંદિરે આવીને શક્રપૂજ્ય એવાં જિનબિંબની વિધિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા