________________
( ૧૦ ) સ્થાપન કરવામાં નિષ એવા કવિના અંત:કરણની વૃત્તિ જેમ શ્રેષ્ઠ અર્થ–સમૂહને ગ્રહણ કરવામાં તત્પર હોય છે, તેમ તે (ઘૂઘુલ)ના અંત:કરણની વૃત્તિ પણ બીજાના દ્રવ્યસમૂહને ગ્રહણ કરવામાં સદા તત્પર રહેતી. જેના સર્વ પૂર્વજો ઐલુક્ય (સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારનાં સુખ આપનારી સમજી, વશંવદ બની આનંદપૂર્વક શેષા ચડાવે તેમ મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જે, અન્યાયી સુભટને અગ્રેસર આ (ઘૂઘુલ), તે આજ્ઞાને પિતાના મસ્તક પર ધારણ કરતો ન હતો. રાજા(વરધવલ)ની આજ્ઞાથી એક વખતે મંત્રીશ્વર
વસ્તુપાલ અને તેજપાલે પ્રકટ વચન મંત્રીઓનો બેલનારા રેવંતદેવ નામના ભટ્ટને સંદેશા સંદેશ સાથે તેની તરફ મેક. બોલનારાઓમાં
શ્રેષ્ઠ એવા એ ભદ્દે જલ્દી તેની રાજધાની (ગધ્રા)એ પહોંચી ઘૂઘુલ રાજાને આશીર્વાદ આપે કે
જયલક્ષ્મીને ભેટનાર ઉચ્ચ ભુજાવડે જેને પ્રચંડ મહિમા છે એ, મૂર્તિમાન વિરરસ, રાજાઓને ગુરુ વડિલ), ગોધાને રાજા ઘૂઘુલ જયવંત છે; જે, ગુજરાતના રાજા અને માલવાના રાજા એ બંનેની વચ્ચે (સરહદમાં) ગુફામાં, અહંકારી શત્રુરૂપી હાથીઓને વિદારવામાં સમર્થ સિંહની જેમ ગાજે છે ? १ “मूर्तो वीररसः क्षितीश्वरगुरुर्जीयाज्जयश्रीपरि- ध्वङ्गोत्तुङ्गभुजाप्रचण्डमहिमा गोध्राधिपो घूघुलः । यः श्रीगौर्जरराज-मालवनृपद्वन्द्वान्तरे कन्दरे
दृप्तारिद्विपकोटिपाटनपटुः पञ्चाननो गर्जति ॥"