________________
૩૫ માલા પ્રાચીન તીર્થમાળાસંગ્રહ ભા. ૧, પૃ. ૧૨૨, સં.
વિજયધર્મસૂરિ, પ્ર. ૨. વિ. ગ્રંથમાળા) ચાંપાનેરમાં માં “ચંપાનેરિ નેમિજિર્ણોદ, મહાકાલી નેમિજિન દેવી સુખકંદ.કથન દ્વારા સૂચિત કર્યું છે કે
ચાંપાનેરમાં નેમિજિનેન્દ્ર (મૂલનાયકવાળું)-જિનમંદિર હતું અને મહાકાલી દેવીનું સ્થાનક હતું.
વિધિપક્ષ( અંચલગચ્છ)ના આચાર્ય વિદ્યાસાગરસૂરિના પટ્ટધર ઉદયસાગરસૂરિએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચા દેવની યાત્રા વિ. સં. ૧૭૯૭ માં કરી હતી–એમ નિત્યલાભ કવિએ વિ. સં. ૧૭૯૮ માં રચેલા વિદ્યાસાગરસૂરિ– રાસ (એ. રાસસંગ્રહ ભા. ૩, ૫. વિ. ચં.) પરથી જણાય છે. પ્રસિદ્ધ કવિ પં. પદ્મવિજયજીએ વિ. સં. ૧૮૨૮માં રચેલા,
પોતાના ગુરુ ઉત્તમવિજયના નિર્વાણવિક્રમની ૧૯ રાસ(ઢાલ ૮–૯ જેન એ. રાસમાળા ભા. મી સદીમાં ૧ સં. મો. દ. દેશાઈ)માં સૂચવ્યું છે કે
ચાંપાનેરથી આવેલા કમલશાહ શેઠની વિનતિ પરથી પં. ઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૨૨નું ચોમાસું ચાંપાનેરમાં કર્યું હતું, અને ઉપધાન વિગેરે કિયા કરાવી હતી; જેને સ્વર્ગવાસ વિ. સં. ૧૮ર૭ માં થયો હતો.
મીરાતે સિકંદરી, મીરાતે અહમ્મદી તથા તબકાતિ અકબૂરી વિગેરે ગ્રંથોના આધારે લખાયેલ “હિટેરીકલ સ્કેચ ઑફ ધ હીલ ફેટ્સ ઑફ પાવાગઢ ઈન ગુજરાત' નામના મેજર જે. ડબલ્યુ. ટસનના મનનીય લેખ[ ઇડિયન્ એન્ટિકવેરી ૧૮૭૭ જાન્યુઆરીના વૈ. ૬. પ. ૧ થી ૯ માં પ્ર.)માં, પાવાગઢના ઉપરના કિલ્લામાં જૈનેનાં