________________
કર્માશાહે અટકાવ્યા અને પિતાની લઘુતા દર્શાવી. બાધરશાહે કરમાશાહને શ્રેષ્ઠ વસ્ત્રો, આભૂષણે, પાનબીડું વિગેરે આપી, સન્માન કરી આવાસ અપાવ્યા.
કરમાશાહ દેવ-ગુરુને નમન કરી, યાચકોને ઘણું ધન આપી મહોત્સવ પૂર્વક રાજાએ આપેલા આવાસે રહ્યા હતા. તે શ્રીમાન ત્યાં રહેલા એમધીરગણિ પાસે ધર્મોપદેશ સાંભળતા હતા અને હંમેશાં આવશ્યકાદિ કૃત્ય કરતા હતા. * * બાધરશાહે એક દિવસે તુષ્ટ થઈને કહ્યું કે-“હે મિત્ર! હું તારું પ્રિય શું કરું? મ્હારા મનની પ્રીતિ માટે આ(રાજય)માંથી સમૃદ્ધ દેશ વિગેરે કંઈક ગ્રહણ કર.”
શત્રુંજયનો ઉદ્ધાર કરવા ચાહતા કશાહે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે–“આપની પ્રસન્નતાથી હારે સઘળું છે, માત્ર એટલું જ ઈચ્છું છું કે શત્રુંજય પર્વત પર મહારે વિશાલ ત્રદેવી સ્થાપવી છે, એ માટે આજ્ઞા આપો. જે માટે આપે પહેલાં ચિત્રકૂટ( ચિત્તોડ)માં પણ સ્વીકારેલું છે તે વચન પાળવાને સમય અત્યારે ઉપસ્થિત થયેલ છે.” એ પછી પાતશાહે રુચિ પ્રમાણે કરવા ફરમાવી નિર્વિન કાર્ય– સિદ્ધિ માટે શાસનપત્ર(ફરમાન) આપ્યું. જે પછી વિ. સં. ૧૫૮૭ ચૈત્ર(ગુ. વ.) વ. ૬ રવિવારે મહત્સવપૂર્વક શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે. ઉ. વિનયમંડનની સાહાસ્યથી ભટ્ટારક વિદ્યામંડનસૂરિએ મૂલનાયક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ જ સમયમાં રચાયેલ ઈસ્ટાર્થસાધક શત્રુંજય
૧ આ પ્રબંધ સાક્ષર શ્રીયુત જિનવિજયજીથી ઐ. સાર, ઉપઘાતાદિથી વિભૂષિત સંપાદિત થઈ, વડોદરાના સ્વ. શ્રીમાન ઝવેરી